Personal Loan Rates: જાણો કઇ બેંકમાં મળશે સૌથી સસ્તી 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, અહીં આપી છે EMIથી પ્રોસેસિંગ ફી સુધીની માહિતી

પ્રતીકાત્મક તસવીર

cheapest Personal Loan: અહીં અમે તમને જણાવીશું કે, તમે ઓછા વ્યાજ દરે ક્યાંથી લોન લઈ શકો છો.

  • Share this:
Personal Loan Interest Rates: પૈસાની જરૂરિયાત હોય અને ગમે ત્યાંથી નાણાં ઉધાર ન મળી શકે તો વ્યક્તિ પર્સનલ લોન લેવાનું વિચારે છે. પર્સનલ લોન મેળવવી આજકાલ સરળ થઈ ગઈ છે, જોકે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જરૂરી છે. બધી જ બેંકો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) પર્સનલ લોન આપે છે. લોન લેતા પહેલા સૌથી પહેલા વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી જોવામાં આવે છે. લોન લેતી વખતે પ્રોસેસિંગ ફી માત્ર એક જ વખત ચૂકવવામાં આવે છે. જો તમે 5 લાખ સુધીની પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે તમે ઓછા વ્યાજ દરે ક્યાંથી લોન લઈ શકો છો. અહીં 12 નાણાંકીય સંસ્થાઓના વ્યાજદર અને પ્રોસેસિંગ ફી અંગેની વિગતો આપવામાં આવી છે.

આ બેંકોમાં છે 10%થી ઓછો વ્યાજદર

SBI: SBIમાં પર્સનલ લોનનો વ્યાજ દર વાર્ષિક 9.60 ટકાથી 13.85 ટકા સુધી છે. 5 વર્ષની મુદત સાથે 5 લાખ રૂપિયાની લોનની EMI 10,525-11,595 રૂપિયા છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 1.5 ટકા સુધી છે, જે મહત્તમ 15,000 રૂપિયાને આધીન છે.

HSBC બેંક: પર્સનલ લોન વાર્ષિક 9.75 ટકાથી 15 ટકા વ્યાજ દરે ઉપલબ્ધ છે. 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટે EMI 10562-11895 રૂપિયા છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની મોટી રાહત! હવે પરમિટ વગર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો ઉપયોગ કરી શકાશે

સિટી બેન્ક: સિટી બેન્કની પર્સનલ લોનનો વાર્ષિક વ્યાજ દર 9.99 ટકાથી 16.49 ટકા છે. 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટેની EMI 10,621-12,290 રૂપિયા છે. જયારે પ્રોસેસિંગ ફી લોનની રકમના 3% સુધી છે.

આ બેન્કોમાં મળશે 11%થી ઓછા વ્યાજ દરે લોન

બેન્ક ઓફ બરોડા: બેન્ક ઓફ બરોડા 10 ટકાથી 15.60 ટકાના વાર્ષિક વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટેની EMI 10,624-12,053 છે. તો પ્રોસેસિંગ ફી 1000થી 10,000 રૂપિયા છે.

IDFC ફર્સ્ટ બેંક: અહીં પર્સનલ લોનનો વ્યાજ દર વાર્ષિક 10.49 ટકાથી શરૂ થાય છે. 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટે EMI રૂ. 10,809થી શરૂ થાય છે. જયારે પ્રોસેસિંગ ફી લોનની રકમના 3.5% સુધી છે.

HDFC બેન્ક: અહીં પર્સનલ લોન પર વાર્ષિક વ્યાજ દર 10.50 ટકાથી 21 ટકા પ્રતિ છે. જયારે 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન પર EMI 10,747-13,527 રૂપિયા છે. તેમજ પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.5% સુધી છે, મહત્તમ 25,000 રૂપિયાને આધીન છે.

ICICI બેંક: વ્યાજ દર વાર્ષિક 10.50 ટકાથી 19 ટકા સુધી છે. 5 વર્ષની મુદત સાથે 5 લાખની પર્સનલ લોન માટે EMI રૂ. 10,747-12,970 છે. લોનની પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.50 ટકા સુધી છે.

કોટક મહિન્દ્રા બેંક: કોટક મહિન્દ્રા બેંકની પર્સનલ લોનનો વાર્ષિક વ્યાજ દર 10.75%થી 24% સુધી છે. જેમાં 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોનની EMI રૂ. 10,809-14,384 રૂપિયા છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.5% સુધી છે.

આ પણ વાંચો: Tax saving FD પર ઊંચું વ્યાજ મેળવવાની તક: આ બેંકો આપી રહી છે સૌથી વધુ વળતર

ટાટા કેપિટલ: અહીં પર્સનલ લોન પર વ્યાજ દર વાર્ષિક 10.99 ટકાથી શરૂ થાય છે. જયારે 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન પર EMI 10,869 રૂપિયાથી શરૂ થાય છે. તો પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.75 ટકા સુધી છે.

11 થી 13% વ્યાજ દરે પર્સનલ લોન આપનાર બેન્ક

ઈન્ડસઈન્ડ બેન્ક: ઈન્ડસઈન્ડ બેન્કમાં પર્સનલ લોન પર વ્યાજ દર વાર્ષિક 11%થી શરૂ થાય છે અને 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટે EMI રૂ. 10,871થી શરૂ થાય છે. જયારે પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.5% સુધી છે.

એક્સિસ બેંક: અહીં 12થી 21 ટકાના વાર્ષિક વ્યાજ દરે પર્સનલ લોન મળે છે. તો 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટે EMI 11,122-13,527 રૂપિયા છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 1.5 ટકાથી 2 ટકા સુધીની હોય છે.

બજાજ ફિનસર્વ: અહીં પર્સનલ લોન પર વાર્ષિક વ્યાજ દર 13%થી શરૂ થાય છે, જયારે 5 વર્ષની મુદત સાથે 5 લાખની લોન માટે EMI 11,377 રૂપિયાથી શરૂ થાય છે. પ્રોસેસિંગ ફી લોનની રકમના 4% સુધી છે.



ડિજિટલ પર્સનલ લોન

કોટક મહિન્દ્રા બેંકમાં ડિજિટલ પર્સનલ લોન (Digital Personal Loan)ની સુવિધા ઉપલબ્ધ છે. ડિજિટલ પર્સનલ લોન માટે વાર્ષિક વ્યાજ દર 10.50%થી શરૂ થાય છે.

ઉલ્લેખનોય છે કે, અહીં જણાવેલ વિવિધ બેંકો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના પર્સનલ લોન માટેના વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી 9 ઓગસ્ટ 2021ના ​ડેટા પર આધારિત છે. જેનો સ્ત્રોત paisabazaar.com છે.
First published: