Home /News /business /હવે દવા પોતે જ કહેશે અસલી છે કે નકલી! લાગશે QR કોડ; આ રીતે ઘરે બેઠા જ ખબર પડી જશે

હવે દવા પોતે જ કહેશે અસલી છે કે નકલી! લાગશે QR કોડ; આ રીતે ઘરે બેઠા જ ખબર પડી જશે

નકલી દવાઓને પકડવા માટે નવી સેવા શરૂ કરવાની જાહેરાત

દવાઓ પર હવે QR CODE અને બારકોડ લાગશે. સરકારે ફાર્મા કંપનીઓને સૂચનાઓ આપી દીધી છે. શરૂઆતમાં 300 નામી બ્રાન્ડની દવાઓ પર નવો નિયમ લાગૂ થશે. જેમાં પેન કિલર્સ, વિટામિન સપ્લીમેન્ટ, બ્લડ શુગરની દવાઓ સામેલ છે.

    નવી દિલ્હીઃ હવે તમારા મોબાઈલ ફોન પર એક ક્લિકથી ખબર પડી જશે કે, તે જે દવા ખરીદી છે તે અસલી છે કે નકલી. કેન્દ્ર સરકારે નકલી દવાઓને પકડવા માટે નવી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી જારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યુ છે કે, 300 નામી દવા કંપનીઓની બ્રાન્ડ પર ક્યૂઆર કોડ અને બારકોડ લાગશે. તેને લઈને સરકારે કંપનીઓને આદેશ આપી દીધો છે. કંપનીઓ આ બારકોડ લગાવશે. ત્યારબાદ તમે ઘરે બેઠા આ દવાઓ વિશે જાણી શકે છે.

    અસલી કે નકલી દવાની ઓળખ કરવી હવે સરળ


    ફોન કેમેરાથી સ્કેન કરીને દવા સાથે જોડાયેલી તમામ જાણકારીઓ તમારી સામે બસ કેટલાક સેકન્ડમાં જ તમારા મોબાઈલ ફોન પર આવી જશે. નવી વ્યવસ્થા આગામી વર્ષ ઓગસ્ટ 2023થી લાગૂ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ Zomato ઝટકો, હવે કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પણ કહ્યું 'Goodbye and GodSpeed'

    ફાર્મા કંપનીઓને સૂચનાઓ આપી


    દવાઓ પર હવે QR CODE અને બારકોડ લાગશે. સરકારે ફાર્મા કંપનીઓને સૂચનાઓ આપી દીધી છે. શરૂઆતમાં 300 નામી બ્રાન્ડની દવાઓ પર નવો નિયમ લાગૂ થશે. જેમાં પેન કિલર્સ, વિટામિન સપ્લીમેન્ટ, બ્લડ શુગરની દવાઓ સામેલ છે.

    આ પણ વાંચોઃ ઘરે બેઠા ઓછા રોકાણમાં 8% સુધીનું વળતર! જાણો ક્યારે, કેવી રીતે અને ક્યાંથી મેળવવું

    સ્કેન કરીને તમને unique product identification code દેખાશે. સાથે જ, જેનરિક દવાઓ છે તેની જાણકારી પણ મળશે. બ્રાન્ડનું નામ હશે. દવા બનાવવા વાળી કંપનીનું સરનામું હશે. બેન્ચ નંબર હશે. દવાની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ હશે. આ ઉપરાંત બેન્ચ નંબર પણ હશે.


    તેનાથી શું થશે?


    આ નિર્ણય સામાન્ય માણસ માટે લાભદાયક છે. સાથે જ દવા કંપનીઓને પણ તેનાથી રાહત મળશે. કારણ કે નકલી દવાઓના કારણે મોટી ફાર્મા કંપનીઓને પણ નુકસાન ભોગવવું પડે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Central Goverment, Medicines

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन