Home /News /business /Bugdet 2023: બજેટ 2023થી આશામાં શેરબજારે મોટી છલાંગ લગાવી, સેન્સેક્સ 450 પોઈન્ટ ઉપર ખૂલ્યો

Bugdet 2023: બજેટ 2023થી આશામાં શેરબજારે મોટી છલાંગ લગાવી, સેન્સેક્સ 450 પોઈન્ટ ઉપર ખૂલ્યો

આજે કેન્દ્રિય બજેટ 2023 રજૂ થઈ રહ્યું છે.

Stock To Watch: વિદેશી બજારોમાંથી આજે સ્થાનિક શેરબજાર માટે પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. આજે બજારની નજર હાલની સરકારના છેલ્લા પૂર્ણ બજેટ પર રહેશે. જાન્યુઆરી મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો 1.56 લાખ કરોડ આવ્યો છે. તો આજે અનેક કંપનીઓના ત્રિમાસિક પરિણામ અને જાન્યુઆરી 2023ના ઓટોમોબાઈલ વેચાણના આંકડા પણ સામે આવશે.

વધુ જુઓ ...
મુંબઈઃ આજનો દિવસ શેરબજાર માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. આગામી કેટલાય દિવસોની ચાલ આજના દિવસ પરથી નક્કી થઈ શકે છે, કારણ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કારબારી વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે. હાલની સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આ સાથે જ સ્થાનિક શેરબજારની નજર બીજા પણ મહત્વપૂર્ણ આંકડાઓ પર પણ રહેશે. આજે જાન્યુઆરી 2023 માટે ઓટો વેચાણના આંકડા જાહેર થવાના છે. આ ઉપરાંત યુએસ ફેડની બેઠકનો નિર્ણય પણ આજે આવશે. જે વચ્ચે વિદેશી બજારોથી સ્થાનિક બજાર માટે પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.56 લાખ કરોડ રુપિયા મળ્યા છે. આગળ જાણીએ કે આજે ક્યા મુખ્ય ટ્રિગર અને આકંડાના આધારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળશે.

આ પણ વાંચો- Budget 2023 Live: મેળવો બજેટ 2023ની પળેપળની વિગત

વિદેશી બજારોમાંથી સંકેતો


અમેરિકન માર્કેટઃ મંગળવારે અમેરિકન માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. આર્થિક વૃદ્ધિના ડેટા સૂચવે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં સમય પહેલા આક્રમકતા ઘટાડી શકે છે. જોકે, કંપનીઓના પરિણામોને કારણે ડાઉ જોન્સમાં મર્યાદિત વધારો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા 4 વર્ષમાં S&P ઇન્ડેક્સ માટે જાન્યુઆરી શ્રેષ્ઠ ઇન્ટ્રા-ડે બુલિશ દિવસ હતો. ભારતીય સમય અનુસાર, ફેડનો નિર્ણય આજે રાત્રે 11:30 વાગ્યે આવશે. આમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળી શકે છે. ડાઉ જોન્સ ગઈ કાલે દિવસના ટ્રેડિંગ પછી 368 પોઈન્ટના વધારા સાથે 34,086.04 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 58.83 પોઈન્ટના વધારા સાથે 4,076 પોઈન્ટ પર અને Nasdaq ઈન્ડેક્સ 190.74 પોઈન્ટના વધારા સાથે 11,584.55 પર બંધ રહ્યો હતો.

યુરોપના બજારો


મંગળવારે યુરોપના બજારોમાં નબળાઈ જોવા મળી હતી. જો કે, જાન્યુઆરી મહિનામાં આ માર્કેટમાં પણ લગભગ 6.7% નો ગ્રોથ જોવા મળ્યો છે. 2022 ના છેલ્લા ક્વાર્ટરમાં, યુરો ઝોન અર્થતંત્ર 0.1% વધ્યું છે. આ આંકડો વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ સારો રહ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ ગુરુવારે વ્યાજદર અંગે નિર્ણય લેવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ જો આજે આ 6 જાહેરાત થઈ જાય તો નોકરિયાતોને જલસા પડી જશે

એશિયન માર્કેટ


ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા જ એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.50%-0.75%ની સ્પીડ સાથે કારોબાર કરી રહ્યા છે. આજે હોંગકોંગમાં ચોથા ક્વાર્ટરના જીડીપીના આંકડા પણ જાહેર થવા જઈ રહ્યા છે.

FIIs-DII ના આંકડા


મંગળવારે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોએ સતત ત્રીજા દિવસે રૂ.5,000 કરોડથી વધુનો ઉછાળો જોયો છે. 31 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 5,439.64 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે રૂ. 4,506.31 કરોડના શેર ખરીદ્યા હતા. જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 41,465 કરોડની રોકડ બજારમાં વેચી હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારોએ કુલ રૂ. 33,411.85 કરોડની ખરીદી કરી હતી.

આ પણ વાંચોઃ  હાઈડ્રોજન મિશન હેઠળ 2047 સુધીમાં દેશને ઉર્જા મુક્ત બનાવવામાં આવશે

આજે કયા શેરો પર નજર રહેશે


ઓટો શેરો પર ફોકસઃ આજે ઓટો કંપનીઓના જાન્યુઆરી 2023ના વેચાણના આંકડા જાહેર થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર, એસ્કોર્ટ્સ અને આઈશર મોટર્સના શેર પર નજર રહેશે.

Coal India: દેશની સૌથી મોટી કોલસા ખાણકામ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 7,719 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ તેમાં 69%ની વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 35,169 કરોડ થઈ છે. ત્રીજા ક્વાર્ટરમાં પ્રતિ ટન વસૂલાત રૂ. 5,046 કરોડ રહી છે.

Adani Enterprises: કંપનીનો રૂ. 20,000 કરોડનો FPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો છે. સબ્સ્ક્રિપ્શન સંપૂર્ણપણે NII ના આધારે ભરવામાં આવે છે. જોકે રિટેલ રોકાણકારોની માંગ ઓછી રહી હતી.

Sun Pharma: કંપનીના પરિણામો ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 2,166 કરોડનો નફો રહ્યો છે. તેમાં વાર્ષિક ધોરણે 5%ની વૃદ્ધિ જોવા મળી છે.

Lupin: ફાર્મા ક્ષેત્રની આ કંપનીને ડોલ્યુટેગ્રાવીર, એમ્ટ્રિસીટાબિન અને ટેનોફોવીર એલાફેનામાઇડ ટેબ્લેટ માટે PEPFAR હેઠળ USFDA પાસેથી મંજૂરી મળી છે. કંપની ભારતમાં તેની નાગપુર ફેસિલિટીમાં આ પ્રોડક્ટનું ઉત્પાદન કરશે.

Vodafone Idea: બોર્ડે એટીસી ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 16,000 કરોડના ડિબેન્ચર્સના મુદ્દાને મંજૂરી આપી છે. આ કંપની એટીસીની સૌથી મોટી ગ્રાહક છે.

TTK Prestige: ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીનો નફો 58 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં આ આંકડો 91 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન આવક રૂ. 695 કરોડ રહી છે.

Max Financial: ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક પાછલા વર્ષની સરખામણીમાં 28% વધીને રૂ. 8,898 કરોડ થઈ છે. જ્યારે નફો 196% વધીને રૂ. 269 કરોડ થયો છે.

Indian Hotels: ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં કંપનીએ 383 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ તેમાં 403%નો વધારો થયો છે. કંપનીનો કાર્યકારી નફો પણ 655 કરોડ રૂપિયા રહ્યો છે.

Syngene: આજે આ સ્ટૉકમાં મોટી બ્લોક ડીલ થઈ શકે છે. બાયોકોન 3 થી 4 કરોડ શેર વેચી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Budget 2023, Business news, Share market, Stock market Tips

विज्ञापन