Home /News /business /

Stock Market: હાલ બજારમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો કઈ રીતે કરશો? જાણો બજાર નિષ્ણાત પાસેથી

Stock Market: હાલ બજારમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો કઈ રીતે કરશો? જાણો બજાર નિષ્ણાત પાસેથી

શેર બજાર

Stock Market: તમારા પોર્ટફોલિયોને મંદીથી બચાવવામાં ઇક્વિટી સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. નિફ્ટી અને સેન્સેક્સ સૂચકાંકો માટે લાંબાગાળાના ઇન્ડેક્સ વળતર 12 ટકાથી 15 ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) રેન્જમાં છે.

નવી દિલ્હી: કોવિડ-19 હોય કે પછી રશિયા-યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine war) હોય, એક વાત સ્પષ્ટ છે કે વિશ્વમાં આવતી કોઇ પણ સમસ્યા માટે રોકાણકારે (Investors) હંમેશા તૈયાર રહેવું જોઇએ. વૈશ્વિક પરીબળો અને ઘટનાઓની અસર શેર બજાર (Stock Market) પર જરૂર પડે છે. બાકીના કેલેન્ડર વર્ષ 2022 માટે વોલેટિલિટી આસપાસ રહેવાની શક્યતા છે. વૈશ્વિક લેન્ડસ્કેપને અસર કરતી આવી કોઈપણ ઘટનાઓને ધ્યાનમાં લીધા વિના તમારી જોખમ પ્રોફાઇલ અને જોખમ સહનશીલતા સ્તરના આધારે એસેટ ફાળવણી (Asset Allocation) એ તમારી સંપત્તિને સુરક્ષિત કરવા અને વધારવાનો એકમાત્ર રસ્તો છે. ટૂંકા ગાળામાં આપણે કોમોડિટીના ભાવો પર વધારાના દબાણની અપેક્ષા રાખીએ છીએ. જેની અસર ભારત પર પડી શકે છે કારણ કે તે ફુગાવામાં ફીડ કરે છે.

સાઉન્ડ એસેટ અલોકેશનનું અનુસરણ


યોગ્ય રોકાણ માટે પ્રેક્ટિસ તરીકે એસેટની ફાળવણી મહત્વપૂર્ણ છે અને 'ઇવેન્ટ્સ' પેનિક અથવા રીબેલેન્સ માટે ટ્રિગર ન હોવી જોઈએ. તમારી લાંબા ગાળાની ઇક્વિટી વ્યૂહરચનાઓને અનુસરવી એ આદર્શ રીત છે. તમારી જોખમ પ્રોફાઇલના આધારે તમે ઇક્વિટી પ્રોડક્ટ્સ, ડેટ પ્રોડક્ટ્સ, ગોલ્ડ અને વિકલ્પોમાં તમારા રોકાણની ફાળવણી કરી શકો છો. એક સેમ્પલ એસેટ અલોકેશન ચાર્ટ નીચે આપેલો છે.

ક્યાં રોકવા જોઇએ રૂ.10 લાખ?


વર્તમાન બજાર સ્તરો પર ઇક્વિટી બજારોમાં ઘટાડાને કારણે તમારી સંપત્તિની ફાળવણી ડેટમાં ઊંચા ભારણમાં આવી શકે છે. અસ્તિત્વમાં રહેલા લાંબા ગાળાના ઇક્વિટી અપસાઇડ્સનો લાભ લેવા માટે તબક્કાવાર રીબેલેન્સ કરવું સમજદારીભર્યું છે. જો તમારી પાસે ફાળવવા માટે રૂ. 10 લાખની સરપ્લસ હોય, તો ટૂંકાગાળા માટે આર્બિટ્રેજ ફંડમાં સરપ્લસ રાખવાનું યોગ્ય રહેશે અને આ સમયે મૂલ્ય અને બેંકિંગ શેરો/ફંડોમાં પ્રતિકૂળ સમાચાર-સંબંધિત ઘટાડાને ધ્યાનમાં રાખીને ખરીદી કરો.

વેલ્યૂ સ્ટોક્સની કિંમત ઓછી છે, જ મેન્યુફેક્ટરિંગ/ ઓટોમોબાઈલ/ કેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભવિષ્યમાં આકર્ષક ક્ષેત્રો તરીકે ઉભરશે. બીજી બાજુ બેન્કિંગ શેરો ઝડપથી આર્થિક રિકવરી દર્શાવશે અને અને અર્થતંત્રના બહુવિધ ક્ષેત્રોને એક સાથે એક્સપોઝર આપશે.

ઇક્વિટી પ્રત્યે આકર્ષણ


તમારા પોર્ટફોલિયોને મંદીથી બચાવવામાં ઇક્વિટી સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. નિફ્ટી અને સેન્સેક્સ સૂચકાંકો માટે લાંબાગાળાના ઇન્ડેક્સ વળતર 12 ટકાથી 15 ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) રેન્જમાં છે, જે ભારતના લાંબાગાળાના સરેરાશ ગ્રાહક ભાવ ફુગાવા (CPI) 5 ટકાથી 6 ટકા કરતા ઘણા વધારે છે. આ લાંબાગાળાના રોકાણ પર 6 ટકાથી 9 ટકા વાસ્તવિક વળતરમાં મળે છે. વર્તમાન ઘટનાઓ પર અન્ય 10 -12 ટકાના ઘટાડાને નકારી શકાય નહીં, જે આગામી 2 વર્ષમાં વાર્ષિક 15 ટકાના વળતરની અપેક્ષા માટે બજારમાં પ્રવેશને વધુ રસપ્રદ બનાવશે.

બોન્ડ્સ


મધ્યમથી ટૂંકાગાળાના સમયગાળા સાથેના ઉચ્ચ ઉપજ બોન્ડ્સ પણ તમારા રોકાણોને હકારાત્મક વાસ્તવિક વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી-પીએનજીના ભાવમાં પણ વધારો

રીઅલ એસ્ટેટ


આ ક્ષેત્ર પરંપરાગત રીતે ફુગાવા સામે સારી હેજ સાબિત થયું છે કારણ કે લાંબાગાળે પ્રોપર્ટીના ભાવમાં વધારો જોવા મળે છે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ અથવા આરઇઆઇટી એ તમારા માટે સ્થાવર મિલકતના રોકાણોની પહોંચ મેળવવાનો એક સરળ રસ્તો છે, અને તે પણ તેને ખરીદવા માટે કોઈ પણ જાતની બચત કર્યા વિના.

ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ


ફુગાવામાં વધારો ચલણના મૂલ્યને ઘટાડે છે અને તે રીતે અન્ય પ્રભાવશાળી વૈશ્વિક ચલણોની તુલનામાં મૂલ્યમાં પણ અવમૂલ્યન થાય છે. ફીડર ફંડ્સ/ફંડ ઓફ ફંડ્સ (એફઓએફ) અથવા અન્ય ઓફશોર રોકાણ માર્ગો દ્વારા આંતરરાષ્ટ્રીય રોકાણોને એક્સપ્લોર કરી શકાય છે, ખાસ કરીને યુએસ અથવા યુરો-આધારિત અસ્કયામતોમાં પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે.

આ પણ વાંચો: રુચિ સોયાનો એફપીઓ ભરવો કે નહીં? 

કોમોડિટીઝ


સોનામાં ઐતિહાસિક રીતે ફુગાવા સામે ઉત્તમ હેજ રહી છે, પરંતુ તાજેતરમાં જ સોનામાં ઊંચી માત્રામાં અસ્થિરતા જોવા મળી રહી છે. એકંદર પોર્ટફોલિયોના 5 ટકાની થોડી ફાળવણી હજુ પણ ગોલ્ડ ઇટીએફ અથવા સોવરેન ગોલ્ડ બોન્ડ્સ દ્વારા કરી શકાય છે.
First published:

Tags: Investment, Mutual funds, Share market, Stock tips

આગામી સમાચાર