Home /News /business /શું તમે કરવા માંગો છો રૂ.10 લાખનું રોકાણ? લોર્જ-કેપ ઇક્વિટી અને લોંગ ટર્મ ડેટ છે બેસ્ટ ઓપ્શન

શું તમે કરવા માંગો છો રૂ.10 લાખનું રોકાણ? લોર્જ-કેપ ઇક્વિટી અને લોંગ ટર્મ ડેટ છે બેસ્ટ ઓપ્શન

આજે દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારીના કારણે નાણાને યોગ્ય જગ્યાએ રોકવા અને બચત કરવી ખૂબ આવશ્યક બની ગયું છે.

આજે દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારીના કારણે નાણાને યોગ્ય જગ્યાએ રોકવા અને બચત (Invest & save Money) કરવી ખૂબ આવશ્યક બની ગયું છે. લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (Life Insurance Companies)ઓ પણ લોકોના પૈસાની જાળવણી કરે છે. તમારે નાણાંનું રોકાણ કઇ રીતે કરવું તે અંગે આજે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ (IndiaFirst Life Insurance)ના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર પૂનમ ટંડન (Poonam Tandon) ખાસ જાણકારી આપી રહ્યા છે.

વધુ જુઓ ...
મુંબઈઃ આજે દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારીના કારણે નાણાને યોગ્ય જગ્યાએ રોકવા અને બચત (Invest & save Money) કરવી ખૂબ આવશ્યક બની ગયું છે. લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (Life Insurance Companies)ઓ પણ લોકોના પૈસાની જાળવણી કરે છે. તમારે નાણાંનું રોકાણ કઇ રીતે કરવું તે અંગે આજે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ (IndiaFirst Life Insurance)ના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર પૂનમ ટંડન (Poonam Tandon) ખાસ જાણકારી આપી રહ્યા છે. મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં ટંડન જણાવે છે કે રિટેલ રોકાણકારોએ વર્તમાન પરિસ્થિતિમાં તેમના નાણાંનો કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ.

આજે ઇક્વિટીમાં રોકાણ કરવું યોગ્ય છે?

ઈક્વિટી રોકાણો (Invest in Equity) માટે બજારની સ્થિતિ સારી છે, ખાસ કરીને ભારતીય પરિસ્થિતિમાં. જોકે વૈશ્વિક બજારોમાં અશાંતિ દેખાઇ રહી છે. રોકાણકારોએ લાર્જ-કેપ શેરો અને ભંડોળમાં મોટી ફાળવણી તરફ ધ્યાન આપવું જોઈએ. કારણ કે મહામારી દરમિયાન તે મજબૂત રીતે ઉભરી આવ્યા છે. આ શેરોમાં મોટા પ્રમાણમાં ઇન્સ્ટીટ્યૂશનલ પ્રવાહ જોવા મળે તેવી શક્યતા છે. વિકાસ તેમજ કોર્પોરેટ ગવર્નન્સની દ્રષ્ટિએ સારી બેલેન્સશીટ અને ઉત્તમ ટ્રેક રેકોર્ડ્સ ધરાવતી મજબૂત કંપનીઓમાં રોકાણ પર નજર નાખો. તમારે આ માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પછી ભલે તમે વ્યક્તિગત સ્ટોક-પિકિંગમાં હોવ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરવા માંગતા હોવ.

હાલ 10 લાખ રૂપિયાનું રોકાણ કરવા માંગતા કોઈ વ્યક્તિ માટે તમારી શું સલાહ હશે?

આ સલાહનો આધાર વ્યક્તિની ઉંમર, જોખમની ક્ષમતા, જીવનના તબક્કા વગેરે પર રહેલો છે. જો કે, જો તમારી પાસે 10 લાખ રૂપિયા છે, જેની તમારે આગામી ત્રણથી ચાર વર્ષ સુધી જરૂર નહીં પડે તો તમે ઇક્વિટીમાં 70 ટકા અને ડેટમાં 30 ટકા રોકાવા અંગે વિચારી શકો છો. 3-4 વર્ષમાં તે ફુગાવાને ટક્કર આપતું વળતર આપે તેવી શક્યતા છે.

વધતા જતા વ્યાજદરોના સંદર્ભમાં રોકાણકારોએ ફિક્સ્ડ-ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ભંડોળ કેવી રીતે રોકવું જોઈએ?

લાંબાગાળાના અને સોવરેન બોન્ડ ફંડ્સ અને ફિક્સ્ડ-મેચ્યોરિટી ઇટીએફમાં રોકાણ કરવા પર ધ્યાન આપો. મહામારી દરમિયાન 2020ના સૌથી નીચા પોઇન્ટથી દસ વર્ષના બેલવેથર બોન્ડમાં યીલ્ડમાં 175 બીપીએસનો વધારો થયો છે. નાણાંકીય નીતિ સમિતિએ તેનું 'withdrawal of accommodation' વલણ જાળવી રાખ્યું છે, જે ફુગાવો 4-6 ટકા કરતા વધારે છે તે ધ્યાનમાં રાખીને ઊંચા વ્યાજદરની વ્યવસ્થામાં પરિવર્તિત થાય છે. હકીકત એ પણ છે કે વિશ્વની અન્ય શક્તિશાળી મધ્યસ્થ બેંકો ફુગાવાને કાબૂમાં લેવા ઝડપથી દરો વધારી રહી છે. આપણે હજું પણ થોડા વધુ વધારાની અપેક્ષા રાખી શકીએ છીએ. ટૂંકા ગાળા માટે રોકાણ કરનારાઓ માટે ત્રણ વર્ષના સુધારેલા સમયગાળા સાથેના ડેટ ફંડ્સ પણ એક સારો ઓપ્શન હશે.

બજારોમાં અસ્થિરતા યથાવત રહી છે. તો રોકાણકારો તેનાથી કઇ રીતે બચી શકે?

જોકે ટૂંકા ગાળામાં વોલેટાલિટી રહેશે, પરંતુ લાંબા ગાળા માટે રોકાણ કરવા ઇચ્છતા લોકોએ આ તકનો ઉપયોગ સારી ક્વોલિટીના લાર્જ-કેપ ફંડ્સ અને સ્ટોક્સમાં તેમની ફાળવણી વધારવા માટે કરવો જોઇએ. જો કે, જો તેઓ આ અસ્થિરતાને પહોંચી વળવા માટે તૈયાર ન હોય, તો તેઓએ તેમના પોર્ટફોલિયોના વેચાણ અથવા પીછેહઠ કરવાને બદલે ઓછામાં ઓછું રોકાણ કરવું જોઈએ. જ્યારે (સ્ટોક) કિંમતો ઓછી હોય. તેઓએ તેમની જોખમની ક્ષમતા મુજબ પણ રોકાણ કરવું જોઈએ અને તેમને પરવડી ન શકે તેવા જોખમો ન લેવા જોઈએ.

રીટેલ ઇન્વેસ્ટર્સ માટે ક્યું એસેટ અલોકેશન સૌથી ઉત્તમ છે?

તેમાં કોઇ એક માન્ય ફોર્મ્યુલા નથી. તે તમારી ઉંમર, જોખમ પ્રોફાઇલ, જીવન-તબક્કા અને જવાબદારીઓ પર આધારિત છે. એક યુવાન રોકાણકાર કે જેણે હમણાં જ તેની કરિયરની શરૂઆત કરી છે, તે તેની મોટાભાગની બચતો ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે, કારણ કે તે મોટા નિવૃત્તિ ભંડોળની ખાતરી આપશે. જેઓ નિવૃત્તિની નજીક છે તેઓ ડેટમાં વધુ અને ઇક્વિટીમાં થોડી ટકાવારીમાં રોકાણ કરી શકે છે.

લોન, બાળકોના શિક્ષણનો ખર્ચ અને માતાપિતાના તબીબી ખર્ચા ધરાવતા મિડલ એજના લોકો પાસે તેમની જરૂરિયાતો વધારે હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેમણે ઇક્વિટીમાં કેટલાક હિસ્સા સાથે નિવૃત્તિ કોર્પસ બનાવવા માટે કેટલીક રકમ અલગ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

રોકાણકારોએ ક્યાં રીસ્કથી સાવધાન રહેવું જોઇએ?

વ્યાજદરોમાં વધારાના કારણે સિસ્ટમમાં લિક્વિડિટીની તંગી સર્જાઈ શકે છે. ટૂંકાગાળાના દરમાં વધારો થવાની ધારણા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો ટાઇટનિંગ મોડમાં છે, તેથી વૈશ્વિક સ્તરે હેડવિન્ડ્સ થઈ શકે છે. બજારો ભૌગોલિક રાજકીય તણાવમાં સંપૂર્ણ રીતે સક્ષમ ન હોઈ શકે. માટે થોડાઘણા વધારાના નાણાં તમારી પાસે રોકડમાં રાખવા જરૂરી છે. તમારી પાસે જે બધું છે તે રોકવાની જગ્યાએ તમારા પોર્ટફોલિયોનો 3 ટકા સુધીનો હિસ્સો રોકડમાં હોવો જોઈએ..

દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને ઘણા લોકો રીઅલ એસ્ટેટ અને સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છે. શું કહેશો?

તમે તમારા પોર્ટફોલિયોનો લગભગ 5 ટકા હિસ્સો સોનાને ફાળવી શકો છો. તેમાં પણ સોવરેન ગોલ્ડ બોન્ડ રિટેલ રોકાણકારો માટે એક સારો વિકલ્પ છે. ક્રેડિટનું કોઈ જોખમ નથી કારણ કે ભારત સરકાર જારી કરે છે અને તે લાંબાગાળે કર લાભ સાથે દર છ મહિને કૂપન આવક પણ આપે છે. જ્યાં સુધી રિયલ એસ્ટેટની વાત છે, તેનો હેતુ માત્ર રહેણાંક માટે જ હોવો જોઈએ. સ્થાવર મિલકત એ એક અપારદર્શક ક્ષેત્ર છે, જેમાં મિલકતોની ખરીદી અથવા વેચાણમાં અનેક પડકારો છે. જો તમે રિયલ એસ્ટેટમાં એક્સપોઝર લેવા માંગતા હોવ તો REIT વધુ સારા વિકલ્પો છે.

તમે તમારાનું પૈસા કઇ રીતે રોકાણ કરો છો?

મેં ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇટીએફ, ટેક્સ ફ્રી બોન્ડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યું છે. બજારની હિલચાલના આધારે હું સ્વીચ કરૂ છું. મારો પોર્ટફોલિયો ઇક્વિટી તરફ વધારે છે - મારા પોર્ટફોલિયોનો લગભગ 70 ટકા હિસ્સો ઇક્વિટીનો બનેલો છે, જ્યારે 25 ટકા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટમાં છે. મારા પોર્ટફોલિયોમાં રોકડ અને ફિક્સ્ડ ડિપોઝિટનો હિસ્સો 2-3 ટકા જેટલો છે, જેમાંથી 2 ટકા હિસ્સો સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં રોકવામાં આવે છે.

આ પણ વાંચોઃ Electronics Martનો શેર 90 રુપિયાના પ્રીમિયમ ભાવે લિસ્ટ થયો, હવે આગાળ રોકાણકારોએ શું કરવું?

તમારો રોકાણ મંત્ર શું છે?

શિસ્તબદ્ધ રોકાણકાર બનો. બજારમાં અશાંતિના માહોલ સમયે વધુ પડતી હલચલ ન કરો. ખાતરી કરો કે તમે લાંબા અને ટૂંકા ગાળાના ધ્યેયો માટે અલગથી રોકાણ કરો છો અને ટૂંકા ગાળાની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે લાંબા ગાળાના હેતુઓ (જેમ કે નિવૃત્તિ) માટેના રોકાણોને અવગણશો નહીં. હંમેશા રેગ્યુલેટેડ એકમો દ્વારા રોકાણ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Vrushank Shukla
First published:

Tags: Hot stocks, IT Stocks, Large Cap Stock

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन