Home /News /business /માત્ર ત્રણ જ વર્ષમાં 10 લાખ કમાવવા શેમાં રોકાણ કરવું? જાણો કયો છે સૌથી સુરક્ષિત અને લાભદાયી વિકલ્પ

માત્ર ત્રણ જ વર્ષમાં 10 લાખ કમાવવા શેમાં રોકાણ કરવું? જાણો કયો છે સૌથી સુરક્ષિત અને લાભદાયી વિકલ્પ

માત્ર ત્રણ જ વર્ષ માટે રોકાણ કરી કમાઓ 10 લાખ રૂપિયા

Fix Deposit Plan: ભારતીય સ્ટેટ બેંકે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર UTSAV એફડીની શરૂઆત કરી છે. જેમાં તમે 1000 દિવસ માટે રોકાણ કરી શકો છો. આમાં તમે 20 ઓક્ટોબર, 2022 સુધી રોકાણ કરી શકો છો. આ એફડીમાં સામાન્ય નાગરિકોને 6.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યુ છે. જો આ એફડીથી 10 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો તમારે 8.35 લાખ રૂપિયા રોકાણ કરવા પડશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ શેર માર્કેટમાં ઘટાડો અને વધતી મોંઘવારીને લઈને રોકાણકારો તેમના રૂપિયાને સુરક્ષિત રાખવાની સાથે સાથે વધારવા માટે વિવિધ રોકાણ વિકલ્પો શોધી રહ્યા છે. આમાં લોકોનો સૌથી મનપસંદ વિકલ્પ એફડી છે. ફિક્સ ડિપોઝિટમાં તમારા રૂપિયા એક સમય માટે લોક જરૂર થાય છે, પરતુ સુરક્ષિત રહે છે.

    રેપો રેટમાં વૃદ્ધિના કારણે એફડીમાં રોકાણ પ્રભાવિત


    આટલુ જ નહિ તેના પર એક નિશ્વિત દરે વ્યાજ મળે છે, જેમાં સમયે સમયે ફેરફારો થતા રહે છે. જેમ કે અત્યારે હાલ રેપો રેટમાં વૃદ્ધિના કારણે એફડીમાં રોકાણ ઘણું પ્રભાવિત થયુ છે. બેંકોએ 3-4 મહિનામાં એફડીના વ્યાજ દરોમાં ઘણો વધારો કર્યો છે, જેનો ફાયદો રોકાણકારોને મળી રહ્યો છે. જો કે, તમારે એવી બેંક કે નાણાકીય સંસ્થા જોવી પડશે જે ઈચ્છિત મુદ્દતના કાર્યકાળ પર સૌથી વધારે વ્યાજ આપી રહી હોય. અમે તમને એસબીઆઈ અને પોસ્ટ ઓફિસની એફ ડી વિશે જણાવીશું. સાથે જ એ પણ જણાવીશું, કે તમે કેવી રીતે ઓછા સમયમાં જ એફડીથી 10 લાખ રૂપિયા મેળવી શકો છો.

    આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

    એસબીઆઈ એફડી


    ભારતીય સ્ટેટ બેંકે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર UTSAV એફડીની શરૂઆત કરી છે. જેમાં તમે 1000 દિવસ માટે રોકાણ કરી શકો છો. આમાં તમે 20 ઓક્ટોબર, 2022 સુધી રોકાણ કરી શકો છો. આ એફડીમાં સામાન્ય નાગરિકોને 6.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યુ છે. જો આ એફડીથી 10 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો તમારે 8.35 લાખ રૂપિયા રોકાણ કરવા પડશે.

    આ પણ વાંચોઃભારે દબાણ વચ્ચે પણ સું આજે બજારમાં તેજી દેખાશે? રોકાણકારો કેમ બુલિશ બન્યા?

     પોસ્ટ ઓફિસ એફડી


    પોસ્ટ ઓફિસ બેંક ડિપોઝિટની જેમ જ એક નાની બચત યોજનાની ઓફર કરે છે, જેનું નામ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ છે. આ સરકાર દ્વારા માન્ય યોજના છે અને આમાં તમે 1000 રૂપિયાથી રોકાણ કરી શકો છો. આ બાદ તમે 100ના ગુણાકારમાં વધારી શકો છો. તમે આ યોજનામાં એક,બે.ત્રણ કે પાંચ વર્ષ માટે રૂપિયા જમા કરાવી શકો છો. એક કે ત્રણ વર્ષની એફડીમાં તમને 5.5 ટકા વ્યાજ મળશે. જ્યારે, 5 વર્ષની એફડીમાં તમને 6.7 ટકા વ્યાજ મળે છે. જો તમે આ એફડીથી ત્રણ વર્ષમાં 10 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો 8.50 લાખ રૂપિયાનું રોકાણ કરવુ પડશે. પાંચ વર્ષમાં 10 લાખ રૂપિયા મેળવવા માટે 7.18 લાખ રૂપિયાનું રોકાણ કરવુ પડશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bank FD, Money Investment, SBI bank

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन