Home /News /business /જાણો વર્ષ 2022માં રૂ. 1 કરોડનું રોકાણ કઈ રીતે કરવું? અહીં આપ્યા છે કેટલાક આઈડિયા
જાણો વર્ષ 2022માં રૂ. 1 કરોડનું રોકાણ કઈ રીતે કરવું? અહીં આપ્યા છે કેટલાક આઈડિયા
2022માં ક્યાં રોકાણ કરવાથી ફાયદો થશે, શું કહે છે એક્સપર્ટ
નવા વર્ષ 2022ની શરૂઆત થઈ ચૂકી છે. હવે નવા વર્ષે રોકાણ કરવા માટે માર્કેટ વોચર્સ રોકાણકારોને પોર્ટફોલિયો ફાળવણીમાં ઇક્વિટીને વધુ ભાર આપવાની સલાહ આપી રહ્યા છે. તો જોઈએ એક્સપર્ટ શું કહે છે?
નવા વર્ષ 2022ની શરૂઆત થઈ ચૂકી છે. હવે નવા વર્ષે રોકાણ કરવા માટે માર્કેટ વોચર્સ રોકાણકારોને પોર્ટફોલિયો ફાળવણીમાં ઇક્વિટીને વધુ ભાર આપવાની સલાહ આપી રહ્યા છે. 30 શેર ઈન્ડેક્સ BSE સેન્સેક્સ (BSE Sensex) 26 ડિસેમ્બર સુધી વાર્ષિક ધોરણે 9,000 પોઈન્ટ્સ એટલે કે લગભગ 20 ટકાના વધારા સાથે 57,124 પર પહોંચી ગયો હતો. એ જ રીતે, 50 શેરનો NSE નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty index) 3,000 પોઈન્ટ્સ એટલે કે 22 ટકા થી વધુ વધ્યો છે અને 17,003 પર પહોંચ્યો છે.
નીરજ ચડાવરનું શું માનવું છે?
એક્સિસ સિક્યોરિટીઝના હેડ-ક્વોન્ટિટેટિવ ઇક્વિટી રિસર્ચ, નીરજ ચડાવરનું માનવું છે કે ડિસેમ્બર 2022 સુધીમાં નિફ્ટી 20,200ના સ્તરે પહોંચી શકે છે.
ગૌરવ દુઆ, હેડ-કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી, શેરખાનશું કહે છે?
બીજી બાજુ, ગૌરવ દુઆ, હેડ-કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી, શેરખાન જણાવે છે કે ઇક્વિટીમાં વર્ષ 2022માં માર્કેટ મોડરેટ રહેવાની શક્યતા છે પરંતુ હજુ પણ આગામી કેટલાક વર્ષોમાં કોર્પોરેટ અર્નિંગમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષાઓને જોતાં મિડ ડબલ ડિજિટ રેન્જમાં રહેવાની શક્યતા છે. વધુમાં તે જણાવે છે કે, જો કોઈ વ્યક્તિ FY2024માં 20 વખત નિફ્ટી EPS માટે રૂ. 960 રોકે છે, તો ટાર્ગેટ પ્રાઈઝ નિફ્ટી પર લગભગ 19,000ના સ્તરે પહોંચશે.
સામાન્ય રીતે કેટલાક પરિબળો જેમ કે વિદેશી અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા સતત ખરીદી, લિક્વિડીટી અને ઈમ્પ્રુવિંગ મેક્રોએ 2021માં સેન્ટિમેન્ટને સમર્થન આપ્યું હતું. બીજી બાજુ, નવેમ્બરના અંતમાં ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ અને તેના પર બજારની તાત્કાલિક પ્રતિક્રિયા એક સંપૂર્ણ રીમાઇન્ડર હતું કે નોવેલ કોરોનાવાયરસ બજાર માટે હાલ પણ એક પરસિસ્ટન્ટ રિસ્ક છે.
સેન્ટ્રલ બેંકો હવે કટોકટીનાં પગલાં અને નીતિ દરોથી અલગ વ્યૂહાત્મક પગલાં લઈ રહી છે. જો કે દેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નજીકના ભવિષ્યમાં વધતી બોરોવિંગ કોસ્ટ રોકવા માટે અનુકૂળ વલણ યથાવત રાખ્યું છે.
આ વર્ષે એટલે કે વર્ષ 2022માં રૂ. 1 કરોડ ફાળવવા અંગે રોકાણકારોને સૂચન કરતા કરતા દુઆ જણાવે છે કે 100 માઇનસ રોકાણકારની ઉંમરનો સુવર્ણ નિયમ હંમેશા ઇક્વિટીમાં રોકાણ એક્સપોઝર માટે પસંદ કરવામાં આવે છે અને તેને બદલવાનું કોઈ કારણ નથી. લગભગ 5-8 ટકા સોના અને અન્ય ભૌતિક સંપત્તિમાં ફાળવી શકાય છે, જ્યારે બાકીની ફિક્સ ઈનકમ ઈન્સ્ટ્રુમેન્ટમાં હોવી જરૂરી છે.
HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હેડ દીપક જસાણીએ 50 ટકા રકમ ઇક્વિટીમાં, 20 ટકા ગોલ્ડમાં, 15 ટકા દરેક ડેટ અને રિયલ એસ્ટેટમાં મૂકવાનું રોકાણકારોને સૂચન કર્યું છે.
જસાણી શું કહે છે?
પોતાની વાત કરતા જસાણી જણાવે છે કે, ઇક્વિટી એક્સ્પોઝરમાં ઘટાડો થયો છે કારણ કે બીજા વર્ષની ઊંચા વળતરની અપેક્ષાઓ પર અંકુશ મૂકી શકાયો નથી જો કે હવે આવું કરવાની જરૂર છે. જો મોંઘવારી જલ્દી કાબૂમાં ન આવે તો સોનું અને રિયલ એસ્ટેટ સારો દેખાવ કરી શકે છે. ડેટ એક્સપોઝર મર્યાદિત છે, કારણ કે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વ્યાજ દરો ખાસ કોઈ ઘટાડો જોવા મળશે નહીં.
મિતુલ શાહ શું કહે છે?
બીજી તરફ રિલાયન્સ સિક્યોરિટીઝના રિસર્ચ-ઇન્સ્ટિટ્યુશનલ ડેસ્કના હેડ મિતુલ શાહે 2022માં ઇક્વિટીમાં માત્ર 25 ટકા રોકાણ કરવાની સલાહ આપી હતી. હાલમાં ઈક્વિટીમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી જેના કારણે આવું કરવું હિતાવહ છે. જોકે, તાજેતરના કરેક્શન પછી ઇક્વિટી માર્કેટ ધીમે ધીમે રોકાણ માટે વ્યવસ્થિત બની રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વ્યક્તિ 35 ટકા સંપત્તિ બોન્ડમાં, 15 ટકા ગોલ્ડમાં અને બાકીની રકમ રિયલ એસ્ટેટમાં મૂકી શકે છે.
મનિષ જૈન શું કહે છે?
ભારતીય અર્થવ્યવસ્થા અને બજારો જ્યારે તેજી દર્શાવી રહ્યા હતા તે વખતે એમ્બિટ એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર મનીષ જૈને જણાવ્યું હતું કે, અમે 2022માં ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે ઊભરતું જોઈએ છીએ અને સાથે જ અમને અપેક્ષા છે કે અમે નિફ્ટીની કમાણીમાં સતત મજબૂતાઈના સાક્ષી પણ રહીશું. પ્રાઈવેટ કેપેક્સમાં સ્ટ્રોન્ગ રિવાઈવલ અને મજબૂત ગ્રામીણ માંગને કારણે નિફ્ટીની કમાણી પણ ડબલ અંકોમાં શક્ય બનશે. અમે ડિસેમ્બર 2022 સુધીમાં નિફ્ટી 19,000-20,000 ની વચ્ચે રહે તેવી અપેક્ષા રાખીએ છીએ.