Home /News /business /

શું તમારે હોમ લોન પૂર્ણ થઈ ગઈ છે? EMI તરીકે જે રકમ ચૂકવતા હતા તે બચતનું હવે શું કરશો?

શું તમારે હોમ લોન પૂર્ણ થઈ ગઈ છે? EMI તરીકે જે રકમ ચૂકવતા હતા તે બચતનું હવે શું કરશો?

હોમ લોન (પ્રતીકાત્મક તસવીર)

Home loan EMI: બીજી હોમ લોન લેવા માટે ખોટી ઉતાવળ ન કરો. તો તમારે તે વધારાના પૈસાનો ઉપયોગ ક્યાં કરવો જોઇએ? અમે અહીં તમને અમુક સૂચનો જણાવી રહ્યા છીએ.

  મુંબઈ: આખરે હોમ લોન (Home loan EMI) ચૂકવ્યા બાદ તમે રાહતનો શ્વાસ લઇ શકો છો. મોટાભાગના લોકો માટે હોમ લોન માથાના દુ:ખાવા સમાન છે અને તેથી જ તેમાંથી બહાર આવવું ખુશીનું કારણ હોઇ શકે છે. પરંતુ હોમ લોનની ચૂકવણી (Home Loan repayment) બાદ તમારી ઇએમઆઇ (EMI) બચી જાય છે અને તમારી પાસે દર મહીને થોડા પૈસા બચી રહે છે.

  તો હવે તમારે શું કરવું જોઇએ?

  ઘણા લોકો રિઅલ એસ્ટેટ પ્રેમી હોય છે અને ફરી હોમ લોન લેવાનું વિચારે છે. રહેવા માટે પોતાનું ઘર ખરીદવું તે એક ઉત્તમ વિચાર છે. પરંતુ માત્ર રોકાણ માટે અન્ય વસ્તુની ખરીદી પર ત્યારે જ વિચારવું જોઇએ, જ્યારે તમે જીવનના અન્ય મહત્વના પાસાઓને ધ્યાનમાં રાખીને પણ વિચાર કર્યો હોય. બીજી હોમ લોન (Second home Loan) લેવા માટે ખોટી ઉતાવળ ન કરો. તો તમારે તે વધારાના પૈસાનો ઉપયોગ ક્યાં કરવો જોઇએ? અમે અહીં તમને અમુક સૂચનો જણાવી રહ્યા છીએ.

  વધારાના પૈસાનો યોગ્ય ઉપયોગ

  જો તમારી પાસે કોઇ આકસ્મિક ભંડોળ નથી અથવા તો તે પર્યાપ્ત નથી, તો આ જ સમય છે તમારા આકસ્મિક ભંડોળને ટોપ-અપ કરવા માટે નવા માસિક સરપ્લસનો ઉપયોગ કરવાનો. આ તમને કંટાળાજનક લાગી શકે છે, પરંતુ ખૂબ જરૂરી છે. મુશ્કેલીઓ કે આકસ્મિક સ્થિતિઓ આપણે ભંડોળ એકત્રિત કરીએ તેની રાહ જોતી નથી. તો ચાલો જાણીએ અને નક્કી કરીએ કે આકસ્મિક ભંડોળ કેટલું હોવું જોઇએ.

  જો તમારી પાસે કોઇ મોટું વ્યાજ દેવું (વ્યક્તિગત લોન અથવા ક્રેડિટ કાર્ડ બાકી છે) તો તેને પહેલા ક્લિઅર કરો. સૌથી ઊંચા વ્યાજદર વાળા દેવાથી શરૂઆત કરો. જેમ ક ક્રેડિટ કાર્ડની બાકીની રકમની ચૂકવણી. એક વખત ક્રેડિટ કાર્ડની બાકીની રકમ સંપૂર્ણ રીતે ચૂકવાય જાય ત્યાર બાદ અન્ય ઊંચા વ્યાજદર વાળા દેવા તરફ આગળ વધો. તમારા આકસ્મિક ભંડોળેને વધારવું અને ઊંચા વ્યાજદર વાળા દેવાઓની ચૂકવણી કરવી બંને એક સાથે થઇ શકે છે. તે તમારા પર નિર્ભર કરે છે.

  આ પણ વાંચો: ર બજારમાં આવતું અઠવાડિયું કેવું રહેશે? આ અઠવાડિયે 100 સ્મૉલકેપ શેર 10થી 22% તૂટ્યા

  હવે તમારા અન્ય નિર્ધારિત ઉદ્દેશ્યો પર વાત કરીએ. રિટાયરમેન્ટ માટે બચત, બાળકોના ભવિષ્યની જવાબદારીઓ જેમ કે, શિક્ષણ, લગ્ન વગેરે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી નક્કી ઉદ્દેશ્યો માટે કેટલું રોકાણ કરવું તેના માટે ઉદ્દેશ્યો આધારિત આયોજન કરો. અને જો તમે પર્યાપ્ત માત્રામાં બચત કરી શકતા નથી તો, તમારા ઉદ્દેશ્યોને નવા સરપ્લસ ફંડ તરફ રિડાયરેક્ટ કરો.

  ઉદાહરણથી સમજીએ

  ઉદાહરણ તરીકે તમારી પાસે હોમ લોન હતી, જેના માટે તમે માસિક ઇએમઆઇમાં રૂ.45,000 ચૂકવતા હતા. હવે તમારી હોમ લોનની ચૂકવણી થઇ ગઇ છે અને તમારી પાસે માસિક ઇએમઆઇના રૂપિયા બચે છે. તો તેવામાં ધારો કે તમે સાદી ગણતરી કરીને નક્કી કરો છો કે બાળકોના શિક્ષણ માટે માસિક રૂ.50,000નું રોકાણ અને રિટાયરમેન્ટ માટે માસિક રૂ.35,000નું રોકાણ જરૂરી છે. એટલે કુલ રૂ.85,000 પ્રતિ માસ. પરંતુ હવેથી તમે રિટાયરમેન્ટ અને બાળકોના શિક્ષણ બંને માટે રૂ. 20,000-રૂ.20,000નું રોકાણ કરી રહ્યા છો. તો તમે બાળકો અને રિટાયરમેન્ટ માટે વધુ રૂ.45,000ના સરપ્લસનો ઉમેરો કરી શકો છો.

  આ પણ વાંચો: Tata Tiago સહિત આ CNG કાર્સ બહુ ઝડપથી ભારતીય બજારમાં થશે લૉંચ- જાણો વિગત 

  અન્ય ઉદ્દેશ્યો માટે રોકાણ

  તમે આ લક્ષ્યો માટે ક્યાં રોકાણ કરી શકો છો? નિવૃત્તિ માટે તમે તમારા VPF ના યોગદાનમાં (અને/અથવા PPF)અને ઇક્વિટી ફંડ્સમાં વધારો કરવાનું વિચારી શકો છો. બાળકોના ભવિષ્ય માટે તમે ઇક્વિટી અથવા ડેબ્ટ ફંડમાં SIP પસંદ કરી શકો છો.

  બની શકે છે કે તમારામાંથી ઘણા લોકોને નિર્ધારિત સિવાય અન્ય ખર્ચાઓ પણ હોય. જો આવું છે અને તમે પહેલાથી જ તેના માટે બચત કરવા માંગો છો તો આ નજીકના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે પૈસા બચાવવા ડેબ્ટ ફંડ કે રિકરિંગ ડિપોઝિટનો ઉપયોગ કરો. પરંતુ લાંબા સમયના લક્ષ્યો માટે બચતને અવગણશો નહીં.

  ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે આયોજન કરો

  અહીં તમને કહેવા માંગીશ કે જીવન જીવવું પણ જરૂરી છે. હંમેશા બધુ માત્ર બચત અને રોકાણ માટે નથી હોતું. તેથી જો તમે થોડા ખર્ચાઓ કરવા માંગો છો તો કરી શકો છો અને આ રોકાણ અને બચત માટે થોડા મહીનાઓ રાહ જોઇ શકો છો. ફરવા જાવ અને પોતાની જાતને થોડો સમય આપો. ત્યાર બાદ ફરી નિયમિતતા દાખવો અને જવાબદાર બનો. તમારા જૂના ઇએમઆઇના પૈસાને એક નક્કર અને સમયાંતરે રોકાણ માળખા તરફ જવા દો.

  આ પણ વાંચો: અંતિમ તારીખ પહેલા જ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આટલા લાભ 

  ઘણા લોકો હોમ લોન લે ત્યાં સુધી અન્ય વસ્તુઓને બાકી રાખે છે. તેથી જો તમે હાલમાં જ તમારી હોમ લોન પૂર્ણ કરી છે અને કંઇ પણ વિચાર્યા વગર અહીં કે ત્યાં એમ રોકાણ કરો છો તો, તેમ ન કરો. ભાર પૂર્વક વિચારો કે તમારી આગામી જરૂરિયાત શું છે અને તેના વિશે એક આયોજીત પ્લાન બનાવો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Emi, આરબીઆઇ, હોમ લોન

  આગામી સમાચાર