Home /News /business /હોમ લોન વહેલી પૂરી કરવી કે ઈક્વિટીમાં રોકાણ કરવું? આ રીતે નક્કી કરો દિવાળી બોનસનું શું કરવું

હોમ લોન વહેલી પૂરી કરવી કે ઈક્વિટીમાં રોકાણ કરવું? આ રીતે નક્કી કરો દિવાળી બોનસનું શું કરવું

દિવાળી બોનસનું શું કરવું?

Home Loan prepay: હાલના સમયમાં હોમલોન પર ઓછા વ્યાજદરોને કારણે આ સમય લોનના રિપેમેન્ટ માટેનો શ્રેષ્ઠ સમય ગણી શકાય. આ રિપેમેન્ટની મદદથી તમે લાંબાગાળાના વ્યાજની બચત કરી શકો છો.

મુંબઈ: દેશનું અર્થતંત્રમાં ફરી ગતી આવી છે, નવા સ્ટાર્ટ અપ્સ અને ટ્રેડિશનલ કોર્પોરેટ હાઉસ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રતિભા જાળવવાની લડાઈમાં બોનસનું ચલણ ફરી પાછું આવ્યું છે. જો તમને પણ આ ફેસ્ટિવલ સિઝનમાં દિવાળી પર બોનસ (Diwali Bonus 2021) મળી રહ્યું હોય તો આ દિવાળી બોનસનુ શું કરવું? તે પ્રશ્ન ચોક્કસથી થશે. તેને ખર્ચ કરી નાખવું, લોન પ્રીપે (Home Loan prepayment) કરવી કે પછી તેનું રોકાણ કરવું? હાલ કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહી તે અંગેની શંકા કુશંકા પ્રવર્તી રહી છે, પણ એક વાત તદ્દન સાચી છે કે ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ભરેલું છે.

તમારા બોનસનું તમારે શું કરવું અંગેનો તમારો સ્વતંત્ર નિર્ણય રહે છે. કોરોના કાળના 18 મહિના પસાર કર્યા પછી આ પૈસાથી તમે એક શાનદાર વેકેશન પર જઈ શકો છો અથવા તો આ પૈસા તમે મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds) કે ઈક્વિટીમાં પણ રોકી શકો છો. કેમ કે દરેક વ્યક્તિ વિકાસ તો ઈચ્છે જ છે. ભલે તે પૈસામાં હોય, કરિયરમાં હોય કે જીંદગીમાં. આ સિવાય જો તમારી કોઈ લોન ચાલુ હોય તો આ બોનસની રકમથી તે લોનને પ્રીપે કરવી પણ એક વિકલ્પ છે. તમારે આંશિક રીતે તમારી લોનને પ્રીપે કરવી કે ના કરવી તે નિર્ણયો તમારા લોનના વ્યાજ દર અને નિવૃતિના બાકી સમયગાળા પર આધાર રાખે છે. પહેલા લોન પર ઓછા વ્યાજદર વિશે ચર્ચા કરીએ.

બેંક લોન પર ઓછું વ્યાજ- એક ફાયદો

હાલના સમયમાં હોમલોન પર ઓછા વ્યાજદરોને કારણે આ સમય લોનના રિપેમેન્ટ માટેનો શ્રેષ્ઠ સમય ગણી શકાય. આ રિપેમેન્ટની મદદથી તમે લાંબાગાળાના વ્યાજની બચત કરી શકો છો. જે સમયે બેંકલોનના વ્યાજદરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય તે સમયે તમે લોન રિપેમેન્ટ કરો છો તો તેના કારણે તમે લોનના દેવામાંથી જલ્દી બહાર આવી જશો.

લોન પ્રીપે કરવાનો નિર્ણય કરતા પહેલા તમારે તેના વ્યાજદર, બાકી રહેલ રકમ અને પ્રીપે દ્વારા બચાવી શકાતી વ્યાજની રકમની ગણતરી કરી લેવી વધુ યોગ્ય છે. જો કે, માત્ર આ બે માધ્યમોની મદદ સિવાય પણ તમારી વધારાની રકમને તમે ચેનલ કરી શકો છો.

તમને મળેલા બોનસને લોનના પ્રીપેમાં વાપરવા કરતા તમને રોકાણ પર મળેલ રિટર્નને લોન પ્રીપેમાં વાપરવું વધુ યોગ્ય છે. લોનનું પ્રીપે કરવા માટે રોકાણ પર રિટર્નના 10થી 50 ટકા સુધીની રકમનો વપરાશ કરી શકો છો. આ પાછળનો મુખ્ય ઉદેશ તમારી મૂડી નહીં પણ રોકાણનું વળતર વાપરવાનો છે.

ઉદાહરણ તરીકે જો તમારી પાસે 50 લાખની હોમલોન છે અને તેનો સમયગાળો 20 વર્ષનો છે. તેનો વ્યજદર 7.5 ટકા છે, આ લોનના પ્રીપે માટે તમે 2 લાખના બોનસનો ઉપયોગ કરો તો તમે 18.4 વર્ષમાં તેની ચૂકવણી કરી શકશો.

બજારમાં તેજી- રોકાણ કરવાની તક

જો તમે રોકાણ કરવા તરફ વાળો છો, તો એ વાત ધ્યાનમાં રાખવી કે તમારી સંપૂર્ણ રકમનું રોકાણ બજારમાં કરી દેવું નહી. આ પ્રકારના રોકાણો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) દ્વારા કરવા વધુ હિતાવહ છે. જ્યાં સંપૂર્ણ રકમ લિક્વિડ ફંડમાં રોકવામાં આવતી નથી. અહીં ફંડ લિક્વિડ ફંડથી તમારી પસંદની યોજનામાં રોકવામાં આવે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા વર્તમાન આઈપીઓમાં નહીં કરે રોકાણ, જાણો શું કારણ આપ્યું 

જો તમે તમારી લોન પ્રીપે કરવા માંગો છો તો હાલની પરિસ્થિતી અનુસાર લોન પ્રીપે કરવાનો નિર્ણય યોગ્ય છે કે નહી તે વિચારી નિર્ણય લેવો જોઈએ. જો તમારી હોમલોનમાં વ્યાજનો દર 7 થી 9 ટકાનો હોય અને ટેક્સ રિટર્નમાંથી તમે તેના 10 થી 12 ટકા મેળવી શકો તો સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)માં રોકાણ કરવું યોગ્ય છે.

ઉહાદરણ તરીકે જો તમારી હોમલોન 30 લાખની છે. તેની મુદત 20 વર્ષની છે અને 9 ટકા વ્યાજદર ધરાવે છે. આ સ્થિતિમાં સામે જો તમે રોકાણ પર 12 ટકા વળતર મળતું હોય અને જો તમે SIPમાં પ્રતિમાસ 10,000ની રકમનું રોકાણ કરો તો તમે માત્ર 1 વર્ષ વહેલી લોન પ્રીપે કરી શકો. તમે તમારી મૂળ રકમનાં 50 ટકા લગભગ 15 લાખ 20 વર્ષના છેલ્લા 6 વર્ષમાં ચુકવી દો છો. જો તમે આટલી જ રકમનું SIPમાં રોકાણ કરો છો તો તમે એક મોટી રકમ રિટર્ન તરીકે મેળવી શકો છો.

આ પણ વાંચો: નાયકાનો IPO અંતિમ દિવસ સુધી 82 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

જો કે સ્ટોક માર્કેટમાં રોકાણ તમને તમારા રોકાણની રકમ અનુસાર રિટર્ન આપે છે. અહીં તમને કોઈ મોટું નાણાકીય નુક્શાન થવાની પણ સંભાવના હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટોક માર્કેટ બે ધારી તલવાર સમાન છે. અહીં તમને ફાયદા સાથે જ નુક્શાન પણ થઈ શકે છે.

લોન રિપેમેન્ટ કરતી વખતે ટેક્સ લાભોને ધ્યાનમાં રાખો

જો તમને ટેક્સ લાભ મળતા હોય તો લોન પ્રીપે કરવી સલાહનીય નથી. લોનની મૂળ રકમ પર 1.5 લાખ સુધી અને વ્યાજ પર 2 લાખ સુધીનો લાભ તમને મળી શકે છે. તમારી પાસે રહેલી વધારાની રકમ તમને લિક્વિડીટી આપશે. જોકે, તમારો નિવૃતિનો સમય નજીક હોય તો લોન અને બાકીના દેવાની ચૂકવણી વધુ હિતાવહ છે.

આ પણ વાંચો: નવેમ્બરમાં આ 10 શેર તમને કરી શકે છે માલામાલ, જાણો નિષ્ણાતોએ કેટલા સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ આપી 

ટૂંકમાં તમારી પાસે બચાવેલી કેટલીક રકમ કટોકટીના સમયમાં અથવા તો ક્રેડિટ કાર્ડના દેવાની ચૂકવણી કરવા માટે વાપરી શકાય છે. થોડી રકમ નિવૃતિ પછીના જીવનમાં સરળતાઓ અને સુવિધાઓ માટે બચાવી શકાય છે. તમારી પરિસ્થિતી મુજબ વધારાની રોકડ રકમ સાથે શું કરવું? તે અંગેનો નિર્ણય કરવો થોડો મુશ્કેલ છે. પણ કોઈ નિર્ણય કરતા પહેલા આવનારા સમયમાં થનારા ખર્ચાઓ વિશેનો વિચાર પહેલા કરી લેવો જોઈએ.
First published:

Tags: Diwali, Diwali 2021, Investment, Mutual funds, હોમ લોન