મુંબઈ: દિવાળી પર સરકારી કર્મચારીઓની સાથે અનેક ખાનગી કંપનીના કર્મચારીઓને પણ વાર્ષિક દિવાળી બોનસ (Diwali Bonus) મળે છે. બોનસ તરીકે મળતી 50,000 રૂપિયા કે 1,00,000 લાખ રૂપિયાની આ રકમ તમને નાની લાગી શકે છે. પરંતુ તમે તેને ફેસ્ટિવલ ઓફર (Festive Offers)ની લાલચમાં આવીને શોપિંગ કરીને, ઘરનો સામાન ખરીદીને કે પાર્ટી પર ખર્ચ કરવામાં ઉપયોગ કરી શકો છો. જો તમે તેને યોગ્ય યોજના બનાવીને રોકાણ (Investment Planning) કરો તો થોડા સમયમાં આ નાની રકમ તમને તગડી કમાણી (Earn Money) કરી આપે છે.
રોકાણ બજારમાં હાલ બેંક ફિક્સ્ડ ડિપોઝીટ (Fixed Deposit)થી લઇને સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB), ફિઝીકલ ગોલ્ડ (Gold), પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ (Post Office Deposit) અને મ્યુચ્યુઅલ ફંડ (MFs) જેવા અનેક વિકલ્પો રહેલા છે. એફડીમાં પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં બેંક એફડી (Bank FD), પોસ્ટ ઓફિસ એફડી (Po FD) અને કંપની એફડી (Company FD) સામેલ છે. તેમાં રોકાણ કરતા પહેલા વ્યાજ દરો (FD Rates)ની સરખામણઈ કરી લેવી વધુ હિતાવહ છે. તો આવો જાણીએ રોકાણના ક્યા-ક્યા વિકલ્પમાં કેટલો ફાયદો મળી શકે છે.
SBIમાં FD પર વ્યાજદર
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી સ્કીમ્સમાં રોકાણની સુવિધા આપે છે. તેના પર ગ્રાહકોને 2.9 ટકાથી લઇને 5.4 ટકા સુધીના દરે વ્યાજ મળે છે. આ દર 8 જાન્યુઆરી, 2021થી લાગૂ છે. વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્યથી 0.50 ટકા વધુના દરે વ્યાજ ઉપલબ્ધ છે.
HDFC બેંકના એફડી પર વ્યાજ દર
HDFC બેંક પણ સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી સ્કીમ્સમાં રોકાણ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ખાનગી ક્ષેત્રની આ બેંક એફડી પર ગ્રાહકોને 2.50 ટકાથી લઇને 5.50 ટકા સુધીના દરે વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝીટ પર 3 ટકાથી લઇને 6.25 ટકા સુધીના દરે વ્યાજ મળે છે.
ICICI બેંકના એફડી પર વ્યાજ દર
ICICI બેંક પણ 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી સ્કીમ્સમાં રોકાણ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. બેંક પોતાના ગ્રાહકોને 2.5 ટકાથી લઇને 5.50 ટકા સુધીના દરે વ્યાજ આપે છે.
પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ સ્કીમ્સ બેંક ફિક્સ્ડ ડિપોઝીટ જેવી જ હોય છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ સ્કીમ્સ 1છી 5 વર્ષના સમયગાળા માટે હોય છે. તેમાં 1-3 વર્ષના રોકાણ પર 5.5 ટકાના દરે વ્યાજ મળે છે. તો 5 વર્ષથી ટર્મ ડિપોઝિટ પર 6.7 ટકા વ્યાજ મળે છે.
Gold, SGB અને MFsમાં રોકાણ
ફિક્સ્ડ ડિપોઝીટ સિવાય તમે દિવાળી બોનસની રકમને મ્યુચ્યુઅલ ફંડ કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(SIP)માં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ અને SIP દ્વારા રોકાણમાં ઓછા જોખમ (Low Risk) પર સારો નફો (Good Return) મળી શકે છે. આમ પણ ભારતમમાં ધનતેરસ (Dhanteras) અને દિવાળી (Diwali 2021) પર સોનાની ખરીદી કરવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ્સ 2021-22 હાલ સબ્સક્રિપ્શન માટે ખૂલ્યું છે. તે 29 ઓક્ટોબર, 2021એ બંધ થશે. તેથી તમારી પાસે આજે છેલ્લો દિવસ છે. SGBમાં તમારે 8 વર્ષની લાંબી અવધિ માટે રોકાણ કરવું પડશે. એસજીબીમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને મહત્તમ 4 કિલો ગોલ્ડમાં રોકાણ કરી શકો. ટ્રસ્ટ અને તેના જેવી સંસ્થાઓ મહત્તમ 20 કિગ્રા ગોલ્ડમાં રોકાણ કરી શકે છે. રોકાણની આ મર્યાદા એક નાણાંકિય વર્ષ માટે નક્કી કરવામાં આવી છે. તેના પર રોકાણકારોને 2.50 ટકા વાર્ષિક ફિક્સ્ડ રેટ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર