Home /News /business /Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારે 11 વાગ્યે રજૂ કરશે બજેટ, આ રીતે લાઈવ જોઈ શકશો
Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારે 11 વાગ્યે રજૂ કરશે બજેટ, આ રીતે લાઈવ જોઈ શકશો
Union Budget 2023: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે નિર્મલા સીતારમણની લાઈવ બજેટ સ્પીચ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીને બુધવારે સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. સીતારમણનું આ પાંચમું બજેટ હશે અને તેના પર તમામ વર્ગોની નજર છે. આગામી કેન્દ્રીય બજેટ 2023-24 પણ અગાઉના બજેટની જેમ પેપરલેસ સ્વરૂપમાં હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.
બજેટથી એક દિવસ પહેલા આજે સંસદમાં સરકાર આર્થિક સર્વે 2022-23 રજૂ કરશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર 2022-23 માટે રિયલ ટર્મ જીડીપી ગ્રોથ અનુમાન 6.5 ટકા રહી શકે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીને બુધવારે સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. સીતારમણનું આ પાંચમું બજેટ હશે અને તેના પર તમામ વર્ગોની નજર છે. આગામી કેન્દ્રીય બજેટ 2023-24 પણ અગાઉના બજેટની જેમ પેપરલેસ સ્વરૂપમાં હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. અહીં ઉલ્લેખનીય છે કે, બજેટ રજૂ કરવાનો તખ્તો તૈયાર છે. તેની શરૂઆત આર્થિક સર્વેની રજૂઆત સાથે 31 જાન્યુઆરીએ કરવામાં આવશે.
નાણાંકીય વર્ષ 2023-2024 માટે નિર્મલા સીતારમણના બજેટનું લાઈવ પ્રેઝન્ટેશન સંસદ ટીવી અને દૂદર્શન પર જોઈ શકાશે. લાઇવ ટેલિકાસ્ટ તેમની યુટ્યુબ ચેનલો પર પણ ઉપલબ્ધ થશે. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (PIB) પણ તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર બજેટ 2023 સ્ટ્રીમ કરશે. લોકો અન્ય ન્યૂઝ ચેનલો અને યુટ્યુબ પર પણ બજેટનું પ્રેઝન્ટેશન જોઈ શકશે. કેન્દ્રીય બજેટના લાઇવ અપડેટ્સ અને વિગતવાર એનાલિસિસ વાંચવા માટે ન્યુઝ 18 ગુજરાતીની વેબસાઇટ અથવા એપ્લિકેશનની મુલાકાત લઈ શકે છે.
નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, સંસદના સભ્યો અને સામાન્ય લોકોને બજેટ દસ્તાવેજોની ઍક્સેસ મળી શકે તે માટે બંધારણ દ્વારા નિર્ધારિત વાર્ષિક નાણાંકીય નિવેદન (સામાન્ય રીતે બજેટ તરીકે ઓળખાય છે), ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ (ડીજી), ફાઇનાન્સ બિલ વગેરે સહિત તમામ 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજો યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન પર સરળતાથી ઉપલબ્ધ રહેશે.
વધુમાં જણાવાયું છે કે, આ એપ્લિકેશન દ્વિભાષી એટલે કે અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે અને તે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ શકશે. તેને www.indiabudget.gov.in કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. 1 ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં કેન્દ્રીય નાણાંમંત્રી દ્વારા બજેટ ભાષણ પૂર્ણ થયા પછી બજેટ ડોક્યુમેન્ટ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર