Home /News /business /હોમ લાન પર ટેક્સ બેનિફિટ માટે ક્યારે દાવો કરી શકાય? મળી શકે છે 2 લાખ રૂપિયા સુધીની છૂટ

હોમ લાન પર ટેક્સ બેનિફિટ માટે ક્યારે દાવો કરી શકાય? મળી શકે છે 2 લાખ રૂપિયા સુધીની છૂટ

હોમ લોન પર ક્યારે મળશે કર કપાતનો લાભ?

Tax deduction on home loan: . હોમ લોન EMIમાં બે મુખ્ય પરિબળ હોય છે- મૂળ રકમ અને મૂળ રકમ પર વ્યાજ. તમારી EMIનું મુખ્ય ઘટક ઈન્કમ ટેક્સ અધિનિયમ, 1961ની ધારા 80C હેઠળ કરકપાતને પાત્ર છે. પોતાની સંપત્તિના વ્યાજના ભાગ પર અધિનિયમ ધારા 24B હેઠળ રૂ. 2 લાખ સુધીની છૂટ મળે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ હોમ લોન પર સમાન માસિક હપ્તા (EMIs)ની મદદથી હોમ લોન ચૂકવવામાં આવે છે, તો તમે કર છૂટછાટનો લાભ મેળવવા માટે હકદાર ગણાવવામાં આવો છો. હોમ લોન EMIમાં બે મુખ્ય પરિબળ હોય છે- મૂળ રકમ અને મૂળ રકમ પર વ્યાજ. તમારી EMIનું મુખ્ય ઘટક ઈન્કમ ટેક્સ અધિનિયમ, 1961ની ધારા 80C હેઠળ કરકપાતને પાત્ર છે. પોતાની સંપત્તિના વ્યાજના ભાગ પર અધિનિયમ ધારા 24B હેઠળ રૂ. 2 લાખ સુધીની છૂટ મળે છે.

    ર35 લાખ સુધીની લોન પર 50 હજાર સુધીની છૂટ


    તમે હોમ લોન પર વ્યાજની ચૂકવણી માટે વધુ છુટછાટ મેળવવા માટે દાવો કરી શકો છો. ધારા 80EE હેઠળ ફાઈનાન્સ એક્ટ, 2016માં રજૂ કરવામાં આવ્યું હતું કે, તમે હોમ લોન પર ચૂકવવવામાં આવેલ વ્યાજ પર દર વર્ષે વધારાની રૂ. 50,000ની કપાત માટે દાવો કરી શકો છો. આ દાવો કરવા માટે તમારી હોમ લોન રૂ. 35 લાખ સુધીની હોવી જોઈએ અને નાણાંકીય વર્ષ 2016-17માં રૂ. 50 લાખથી વધુની રકમવાળા પર ઘર પર આ દાવો સ્વીકારવામાં નહીં આવે.

    ફાઈનાન્સ એક્ટ 2019માં સરકારે પહેલી વાર ઘર ખરીદતા લોકો માટે રૂ. 45 લાખ સુધીની રકમના ઘર માટે રૂ. 1.5 લાખ સુધીના વ્યાજની ચૂકવણી પર ધારા 80EEA હેઠળ વધારાની છૂટ આપવાની શરૂઆત કરી. જે માટે 1 એપ્રિલ, 2019થી 31 માર્ચ 2020 સુધીમાં લોન લીધેલી હોવી જોઈએ. આ છૂટ માત્ર પહેલી વાર ખરીદતા લોકો માટે ઉપલબ્ધ છે. જે માટે ધારા 80 EE (દર વર્ષે રૂ. 50,000 સુધીની છૂટ)નો લાભ એકસાથે ન મેળવી શકાય.

    આ પણ વાંચોઃ તૈયાર ઘર કે બાંધકામ હેઠળનું મકાન, શું ખરીદવું છે વધુ ફાયદાકારક?

    આ પ્રકારે હોમ લોન (1 એપ્રિલ 2019 અને 31 માર્ચ 2020 સુધી પહેલી વાર ખરીદનાર લોકો) પર વ્યાજની ચૂકવણી માટે કુલ રૂ. 3.5 લાખ (ધારા 24 હેઠળ રૂ. 2 લાખ સુધી અને ધારા 80EEA હેઠળ રૂ.1.5 લાખ સુધી) સુધીની છૂટ આપવામાં આવે છે.

    અહીં અમે તમને હોમ લોન પર વધુમાં વધુ કર લાભ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

    શું સહ-દેવાદાર EMI પર સમાનરૂપે કર કપાત માટે દાવો કરી શકે છે?


    અનેક લોકો પોતાની લાઈફ પાર્ટનર સાથે જોઈન્ટમાં હોમ લોન લે છે. તો અનેક લોકો પરિવારના અન્ય સાથે જોઈન્ટ લોન લે છે. આ પ્રકારે લોનની રકમમાં વધારો કરી શકાય છે.

    TaxManager.inના મુખ્ય અધિકારી દીપક જૈને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તમામ સહ-દેવાદાર EMIના મૂળ ઘટક પર કર કપાત માટે દાવો કરી શકે છે. વધુમાં વધુ પ્રતિ વર્ષ રૂ.1.5 લાખ કપાત માટેની મંજૂરી આપવામાં આવી છે. ‘જોઈન્ટ લોન લીધેલ હોય તો લોનની મૂળ રકમ કરતા વધુ રકમની કર કપાતનો લાભ મળી શકતો નથી.’

    સહ દેવાદારમાંથી માત્ર એક વ્યક્તિ EMIની ચૂકવણી કરે તો શું થાય છે? તેમ છતાં સહ દેવાદાર કર કપાત માટે દાવો કરી શકે છે?


    અનેક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યાં દેવાદાર તમામ EMI અથવા વધુમાં વધુ EMIની ચૂકવણી કરે છે. સહ દેવાદાર EMIની નાની રકમની પણ ચૂકવણી કરતો નથી. આ પ્રકારના મામલામાં જે વ્યક્તિ EMIની ચૂકવણી કરે છે, તે વ્યક્તિને કરકપાતનો લાભ પ્રાપ્ત થાય છે. જો તમે EMIની ચૂકવણી કરતા નથી, તો તમે કર કપાતનો લાભ મેળવવા માટે દાવો કરી શકતા નથી. જો તમે કરકપાત મેળવવા માટે દાવો કરો છો, તો દાવાની રકમ ચૂકવેલ EMIને અનુરૂપ હોવી જોઈએ.

    એક અથવા બે મહિને EMIની ચૂકવણી કરી શકતો નથી, તેમ છતાં હું કર કપાત માટે દાવો કરી શકું?


    ઘણી વાર અનેક લોકો પૈસાની અછત અથવા ઈમરજન્સી પરિસ્થિતિને કારણે EMIની ચૂકવણી કરી શકતા નથી. ઉદાહરણ તરીકે તમે આર્થિક સંકળામણ મહેસૂસ કરો છો, તો તમે ફેબ્રુઆરી અને માર્ચમાં EMIની ચૂકવણી કરતા નથી અને તે EMI એપ્રિલમાં ચૂકવવાનો નિર્ણય કરી શકો છો.

    આ પરિસ્થિતિ ગંભીર લાગી શકે છે, પરંતુ માર્ચમાં નાણાંકીય વર્ષ બદલાઈ જાય છે. આ કારણોસર જો તમે EMIની ચૂકવણી કરતા નથી, તો હોમ લોનની મૂળ રકમ પર 80Cનો લાભ મેળવી શકતા નથી. મૂળ રકમ ચૂકવવાની બાકી છે, પરંતુ નાણાંકીય વર્ષમાં તેની ચૂકવણી કરવામાં આવતી નથી, તો તમે કપાત માટે દાવો કરી શકતા નથી. તમે જે વર્ષે ચૂકવણી કરો છો, તે વર્ષમાં મૂળ રકમ પર કપાત માટે દાવો કરી શકો છો.

    આ બાબતે કેટલીક રાહત આપવામાં આવે છે. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર સુધાકર સેથુરમને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘હાઉસિંગ લોન પર વ્યાજ માટે કપાત ગ્રેડના આધાર પર ઉપલબ્ધ છે. આ કારણસોર નાણાંકીય વર્ષ દરમિયાન હોમ લોન પર કર કપાત માટે ધારા 24(B) હેઠળ દાવો કરી શકાય છે.’

    આ પણ વાંચોઃ મોનેટરી પોલિસીથી લઈને મોંઘવારીને નાથવા RBI શું પગલા ભરી શકે છે?

    ઘર વહેલા વેચી દેવામાં આવે તો, શું પહેલા પ્રાપ્ત થયેલ કર કપાતનો લાભ હજુ પણ મળી શકે છે?


    સેક્શન 80Cમાં સ્પષ્ટરૂપે જણાવવામાં આવ્યું છે કે, તમારે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી તે ઘરમાં રહેવાની જરૂર છે. પાંચ વર્ષ પહેલા ઘર વેચી દેવામાં આવે અને હોમ લોન પર કર કપાત માટે દાવો કરવામાં આવ્યો છે, તો તમારે તે વર્ષમાં કરની ચૂકવણી કરવાની રહેશે.

    8 વર્ષ થવા છતાં પણ મારું ઘર હજુ બની રહ્યું છે, શું હું હજુ પણ હોમ લોનની ચૂકવણી માટે કર કપાતનો દાવો કરી શકું છું?

    જ્યારે તમારી સંપત્તિનું નિર્માણ થઈ રહ્યું હોય, ત્યારે તમે કર કપાત માટે દાવો કરી શકતા નથી. સંપત્તિ બની ગયા બાદ અને તમને પઝેશન મળ્યા બાદ જ તમે કર કપાત માટે દાવો કરી શકો છો. સંપત્તિ બનવામાં સમય લાગવો તે એક સામાન્ય બાબત છે. અનેક મામલાઓમાં ઘરનું પઝેશન મળવામાં અનેક વર્ષ લાગી જાય છે.


    ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર સુધાકર સેથુરમને જણાવ્યું છે કે, એકવાર ઘર અને ફ્લેટનું નિર્માણ થઈ જવા પર તમને પઝેશન મળી ગયું છે, તો તમે ઘરના નિર્માણ દરમિયાન ચૂકવેલ EMI પર કર કપાતનો લાભ મેળવવા માટે દાવો કરી શકો છો. ઘર બની રહ્યું હોય તે દરમિયાન તમે હોમ લોન જે વ્યાજ ચૂકવ્યું છે, તે વ્યાજ એકઠું કરવાનું રહેશે. ઘર બની ગયા બાદ પાંચ સમાન હપ્તામાં કપાત માટે દાવો કરવાનો રહેશે. ઘર બનાવવામાં કેટલા વર્ષનો સમય લાગશે તે માટે કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી.
    First published:

    Tags: Business news, Home loan EMI, Incometax

    विज्ञापन
    विज्ञापन