Home /News /business /

Stock Market : ક્યારે શેર માર્કેટમાં આવશે તેજી? જાણો રોકાણ કરવા અંગે શું કહે છે નિષ્ણાતો

Stock Market : ક્યારે શેર માર્કેટમાં આવશે તેજી? જાણો રોકાણ કરવા અંગે શું કહે છે નિષ્ણાતો

શેરબજાર ઉથલ-પાથલ

Stock Market : કોટક સિક્યોરિટીજના અમોલ અઠાવલે અનુસાર, નિફ્ટી પર ટ્રેડર્સ માટે 15,400 પોઈન્ટનો સ્તર ટ્રેંન્ડ માટે નિર્ણાયક રહેશે. જો માર્કેટ તેના લેવલના ઉપર નિકળે છે તો 15,600-15,700 સુધી જઈ શકે છે. જો નીચે આવે છે તો 15,200 સુધી જશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય શેર માર્કેટ (Share Market) માં ભારે વેચાણનો તબક્કો ચાલી રહ્યો છે. સેન્સેક્સ (Sensex) પોતાની સર્વોત્તમ સપાટીથી 10,000 પોઈન્ટ નીચે આવી ગયો છે. શુક્રવારે ખત્મ થયેલા વ્યાપાર સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી (Nifty) બંને જ પાંચ ટકાથી વધારે તૂટી ગયા છે. આ વખતે વિશ્વ આખું મંદીની આહટ ડરમાં છે અને ભારતીય બજાર પણ તેનાથી અછૂતો નથી. સતત બે સપ્તાહથી ઘરેલૂ શેર માર્કેટ નુકશાનમાં ચાલી રહ્યું છે.

    17 જૂને ખત્મ થયેલા કારોબારી સપ્તાહમાં સેન્સેક્સ કુલ 5.41 ટકા તૂટીને 51,360ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 5.6 ટકાના ઘટાડા સાથે 15,293 પર બંધ થયો હતો. માત્ર લાર્જ કેપ જ નહીં પરંતુ મિડ અને સ્મોલ કેપ પણ ભારે વેચાણના કારણે દબાણમાં રહ્યાં હતા.

    મનીકંટ્રોલમાં છપાયેલા એક લેખમાં કોટક સિક્યોરિટીજના અમોલ અઠાવલે અનુસાર, નિફ્ટી પર ટ્રેડર્સ માટે 15,400 પોઈન્ટનો સ્તર ટ્રેંન્ડ માટે નિર્ણાયક રહેશે. જો માર્કેટ તેના લેવલના ઉપર નિકળે છે તો 15,600-15,700 સુધી જઈ શકે છે. જો નીચે આવે છે તો 15,200 સુધી જશે. અઠાવલે અનુસાર, જો વેચાણ ચાલું રહે છે તો આ 15000 સુધી પણ તૂટી શકે છે. તેમણે કહ્યું કે, હવે બેન્કિંગ સેક્ટરમાં પણ ઘટાડાનો અંદેશો છે.

    ચીનના વ્યાજ દર અને યુએસ ફેડના ચેરમેનનું ભાષણ

    રેલીગેયર બ્રોકિંગના અજીત મિશ્રાનું કહેવું છે કે, હવે ઘરેલૂ માર્કેટ વેશ્વિક ટ્રિંગરો પર ઉતાર-ચઢાવ જોઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે, આગળ માર્કેટનું વલણ યૂએસ ફેડના ચેરમેનનું ભાષણ અને ચીનના વ્યાજ દરોને લઈને કરવામાં આવનાર જાહેરાતને લઈને મૂવ કરતો જોઈ શકાશે. તે ઉપરાંત ચોમાસાની પણ આના ઉપર અસર જોવા મળશે. તેમનું કહેવું છે કે, હાલમાં તેમની દ્રષ્ટિ માર્કેટને લઈને નકારાત્મક બનેલી છે અને તેઓ દરેક ઉછાળ પર વેચાણની સલાહ આપે છે.

    આ પણ વાંચોઆનંદો! 5G સેવા ક્યારે અને કેટલા શહેરમાં શરૂ થશે? કરવામાં આવ્યો મોટો ખુલાસો

    બેંકિગ ઈન્ડેક્સ બિયર માર્કેટમાં જઈ ચૂક્યું છે

    સેમ્કો સિક્યોરિટીઝની યેશા શાહ કહે છે કે, એસએન્ડપી 500 અને ઘરેલૂ બેન્કિંગ ઈન્ડેક્સ તકનીકી રીતે બિયર માર્કેટમાં પ્રેવશી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, માર્કેટમાં આગળ પણ ઘટાડાનો ડર બનેલો રહેશે. હવે માર્કેટની ચાલ ડોલર ઈન્ડેક્સ, કોવિડ-19 અને ક્રૂડ ઓઈલ પ્રાઈસ જેવા કેટલાક ફેક્ટરો પર નિર્ભર કરશે. યેશા શાહ પણ માર્કેટને લઈને નેગેટિવથી ન્યૂટ્રલ દ્રષ્ટિકોણની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, કોઈપણ ઉછાળ પર શેર વેચીને માર્કેટથી નિકળી જવું જોઈએ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Indian Stock Market, Stock market, Stock market Tips

    આગામી સમાચાર