Home /News /business /PM Kisan Update: ખેડૂતો માટે PM કિસાનનો 13મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે?

PM Kisan Update: ખેડૂતો માટે PM કિસાનનો 13મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે?

PM કિસાનનો 13મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે?

PM Kisan Yojana 13th Installment: પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લગભગ તમામ ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. જેમનું કેવાયસી બાકી છે તેવા ખેડૂતોને જોકે સમસ્યા નડી રહી છે. ત્યારે આગામી 13મો હપ્તો ક્યારે આવશે અને તેના પહેલા તમારે શું કરી લેવું જોઈએ તે આજે જાણી લો અને અમલમાં મૂકી દો,

વધુ જુઓ ...
સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો છે. ખેડૂતો આ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi) ના આગામી 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

ગયા વર્ષે 1 જાન્યુઆરીના રોજ હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણોસર સરકાર આ વર્ષે પણ જાન્યુઆરીમાં પૈસા ટ્રાન્સફરી કરી શકે છે. આ અંગે સરકારે કોઈપણ પ્રકારની અધિકૃત જાહેરાત કરી નથી.

આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

પ્રધાનમંત્રી કિસાન યોજના એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, દેશના તમામ ખેડૂત પરિવારને કૃષિ અને તે સંબંધિત એક્ટિવિટી માટે પૈસા આપે છે. ઉપરાંત ઘરેલુ જરૂરિયાત સબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે અને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે આવક પ્રદાન કરે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર દ્વારા તમામ નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની સહાય પ્રદાન કરવામાં આવે છે. આ સહાય રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ અનિકા પટેલ અડધી રાતે દીકરીને ફીડિંગ કરાવવા ઉઠી અને જોયું તો નોકરીમાંથી છટણીનો આવ્યો હતો મેઇલ

જે ખેડૂત પરિવાર પાસે ખેતીલાયક જમીન છે, તેમને આ યોજના હેઠળ લાભ પ્રદાન કરવામાં આવે છે.

ખેડૂતો આ પ્રકારે ઓનલાઈન સ્ટેટસ જોઈ શકે છે.


સ્ટેપ 1: pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.

સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.

સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરો.

સ્ટેપ 4: હવે ‘Get Data’ પર ક્લિક કરો.

સ્ટેપ 5. હવે તમને સ્ક્રીન પર ઈન્સ્ટોલમેન્ટનું સ્ટેટસ જોવા મળશે.

જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 13મો હપ્તો નહીં મળે.

આ પણ વાંચોઃ 740 કરોડના Inox Green Energy IPOમાં રોકાણ કરવાની તક, જાણો શું કહે છે નિષ્ણાંત

PM કિસાનની વેબસાઈટ અનુસાર ખેડૂતોએ "eKYC અપડેટ કરવું જરૂરી છે. PMKISAN પોર્ટલ પર OTP આધારિત eKYC ઉપલબ્ધ છે. બાયોમેટ્રીક રીતે eKYC અપડેટ કરવા માટે તમે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકો છો.


ઓનલાઈન eKYC અપડેટ કેવી રીતે કરવું?


સ્ટેપ 1: PM કિસાનની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો અને eKYC ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.

સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ eKYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.
Published by:Mitesh Purohit
First published:

Tags: PM KISAN benefits, PM Kisan Samman Nidhi Yojana, PM Kisan Scheme

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन