શેર બજારમાંથી ક્યારે Exit કરવું? આ ચાર Tips તમને ખૂબ ઉપયોગી થશે

પ્રતીકાત્મક તસવીર

When to exit from market: પોર્ટફોલિયોમાં તમામ સ્ટોકમાં લાભ નથી થઈ શકતો. આ કારણોસર જે કંપનીઓનું યોગ્ય પ્રદર્શન જોવા નથી મળતું, તે ખોટા મૂલ્યાંકનનો સ્વીકાર કરીને પરિસ્થિતિમાંથી બહાર આવી જવું જોઈએ.

  • Share this:
મુંબઈ: આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Argentine football legend Lionel Messi)એ 20 વર્ષ બાદ અનિચ્છાએ બાર્સેલિના લીગ ક્લબમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ક્લબ પર હાલ GBP 1 બિલિયનનું દેવું છે. ક્લબે ખેલાડીઓને 160 મિલિયન પાઉન્ડ ચૂકવવાના રહેશે, જેમાંથી 144 મિલિયન પાઉન્ડ અન્ય ખેલાડીઓ જેમ કે, Coutinho, Griezmann અને અન્ય ખેલાડીઓ માટે એકત્રિત કરવામાં આવ્યા છે. ક્લબ મેસ્સીને 50 મિલિયન પાઉન્ડનું અડધું વેતન (Salary) આપે તેમ છતાં, ક્લબ મેસ્સીને ખેલાડી તરીકે રાખવાનું જોખમ ઉઠાવી ન શકે. મેસ્સીને ક્લબમાંથી બહાર કરવો તે ખૂબ જ નિરાશાજનક મામલો હતો. રોકાણકાર (Investors) હંમેશા દિગ્ગજ જ્હોન બોગલના નિયમ “યોગ્ય ખરીદી અને યોગ્ય જાળવણી”નું પાલન કરે છે. રોકાણકારે બજારમાંથી એક્ઝિટ (Exit from market) લેતા પહેલા પણ આ નિયમનું પાલન કરવું જોઈએ, જેથી તેનો યોગ્ય લાભ મળી શકે.

પોર્ટફોલિયો રિ-બેલેન્સિંગ અને જોખમ

જ્યારે વધુ સમયગાળા એટલે કે, 10થી 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો પોર્ટફોલિયોને રિ-બેલેન્સ કરવું જરૂરી છે. જેથી ઈક્વિટી, દેવું અને સંપત્તિને યોગ્ય રીતે મેનેજ કરી શકાય. બજારમાં રોજબરોજ અનેક પ્રકારના ફેરફાર થાય છે. આ કારણોસર નાણાકીય લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે આ તમામ બાબતોનું યોગ્ય વર્ગીકરણ અને પોર્ટપોલિયો રિલેબેલેન્સિંગ જરૂરી છે.

પુણે સ્થિત પર્સનલ ફાયનાન્સ પ્રોફેશનલ સંજીવ દાવર અનુસાર, તમારા અનુમાન કરતા બજારમાંથી અધિક રકમ પ્રાપ્ત કરી છે, તો તેને પૂર્વનિર્ધારિત સંપત્તિમાં વર્ગીકૃત કરવા માટે રિ-બેલેન્સ કરવું જરૂરી છે. જો માનવામાં આવે કે, પોર્ટફોલિયોની ઈક્વિટી 50% છે અને બેલેન્સમાં દેવું છે. આ પરિસ્થિતિમાં બજારોમાં કેટલીક અંદાજિત પરિસ્થિતિ જોવા મળે છે, તેના પરિણામસ્વરૂપે પોર્ટફોલિયોમાં 65% સુધીનો વધારો થઈ શકે છે. આ ઈક્વિટીને સમાપ્ત કરવા માટે દેવામાં ફરીથી રોકાણ કરવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો: FD પર ઊંચા વ્યાજ સાથે ટેક્સ બચત: આ બેંકો ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે સૌથી વધારે વળતર

તમારા પરિવાર અને નાણાકીય પરિસ્થિતિમાં ફેરફાર લાવવાના મામલે રિ-એસેસમેન્ટ જરૂરી છે. વધુ પડતુ પોર્ટફોલિયો રિબેલેન્સના કારણે તમને નુકસાન થઈ શકે છે. રૂ. 10,000 ગુમાવવા કરતા રૂ. 10,000 મેળવવામાં વધુ સમય લાગે છે. શેરબજારમાં SIPમાં રોકાણ કરવામાં આવે છે. તેને વેચવા દરમિયાન તેની તમામ શક્તિનો લાભ મેળવવો જોઈએ. જે કિંમતે ખરીદી કરી છે, તે જ કિંમતે શેરબજારમાં વેચાણ ન કરવું જોઈએ.

અન્ડરપર્ફોર્મિંગ સ્ટોક્સ

પોર્ટફોલિયોમાં તમામ સ્ટોકમાં લાભ નથી થઈ શકતો. આ કારણોસર જે કંપનીઓનું યોગ્ય પ્રદર્શન જોવા નથી મળતું, તે ખોટા મૂલ્યાંકનનો સ્વીકાર કરીને પરિસ્થિતિમાંથી બહાર આવી જવું જોઈએ.

IFANOW (India's first social network for personal finance)ના કો-ફાઉન્ડર સોનેશ દેઢિયાએ જણાવ્યું કે, જ્યારે તમે રોકાણ પર સતત નજર રાખી રહ્યા છો અને રોકાણ પર યોગ્ય રિટર્ન નથી મળી રહ્યું તો તે શેરબજારમાંથી બહાર નીકળવાનું એક કારણ હોઈ શકે છે.

જ્યારે નાણાકીય લક્ષ્ય પૂર્ણ થઈ જાય ત્યારે...

જ્યારે તમે નાણાકીય લક્ષ્ય પૂર્ણ કરી લો છો, ત્યારે તમે ઓછા જોખમયુક્ત ક્ષેત્રે રોકાણ કરો છો. જેથી તમારા ફંડની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. ક્વાન્ટમ AMC ફંડ મેનેજર સૌરભ ગુપ્તા અનુસાર, “જો તમે 20 વર્ષ પહેલા રોકાણ કર્યું હતું, તો તમે સેવાનિવૃત્ત થઈ શકો છો અથવા તમારા બાળકના ભવિષ્ય માટે તેનો ઉપયોગ કરી શકો છો. જેથી તે પૈસા મેળવતા સમયે ફંડનું મૂલ્ય ઓછું ન થઈ જાય.”

મૂલ્યાંકન

ગુપ્તા જણાવે છે કે, એક નિયમિત રોકાણકારે યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. અન્ય લોકોની રોકાણની સ્ટ્રેટેજી અનુસાર વર્તવું યોગ્ય નથી, આ પરિસ્થિતિમાં શેરબજારમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. કોઈ કંપનીનું મૂલ્ય નક્કી કરવું તે ખૂબ જ કઠિન કાર્ય છે. શેરબજારને યોગ્ય રીતે સમજવા માટે અને સટીક મૂલ્યાંકન માટે યોગ્ય સમયની જરૂરિયાત છે. તે માટે તમે કેટલાક ખાસ નિયમોનું પાલન કરી શકો છો. જેમ કે, કોઈ શેરનું PE છેલ્લા 5-10 વર્ષ કરતા અધિક છે, તો અન્ય શેર કરતા તે શેર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તે સ્ટોકને ઓવરવેલ્યૂડ માની શકો છો.

આ પણ વાંચો: એક લાખના ત્રણ લાખ! ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ સ્ટૉકે રોકાણકારોને કર્યાં માલામાલ, શું હજુ રોકાણ કરી શકાય?

તરક્કીના ફાઉન્ડર સૌમ્યા શાહે જણાવ્યું કે, “પોર્ટફોલિયો લિક્વિડેટ કરવાનો નિર્ણય શેરબજારની અસ્થિરતાની નહીં, પરંતુ નાણાંકીય લક્ષ્યથી પણ અધિક અસરકારક હોવો જોઈએ. જો તમે અધિક જોખમ લેવા માટે તૈયાર છો, તો તે દરમિયાન તમારે થોડી રાહ જોવી પડશે.” (IRA PURANIK, Moneycontrol)
First published: