Home /News /business /

Stock Market: જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે ત્યારે તમારે પૈસા ક્યાં જાય છે? જાણો આ ફંડા

Stock Market: જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે ત્યારે તમારે પૈસા ક્યાં જાય છે? જાણો આ ફંડા

શેરનું મૂલ્ય તેની કંપનીના પ્રદર્શન અને નુકસાન- નફાના મૂલ્યાંકન પર આધારિત છે

stock market news - અવારનવાર એવા સમાચારો આપણી સામે આવે છે કે શેરબજાર (stock market)માં ઘટાડાને કારણે રોકાણકારો (Investors)ના લાખો કરોડો ડૂબી ગયા. પણ શું તમે વિચાર્યું છે કે આ પૈસા (money)કોની પાસે જાય છે

નવી દિલ્હી : અવારનવાર એવા સમાચારો આપણી સામે આવે છે કે શેરબજાર (stock market)માં ઘટાડાને કારણે રોકાણકારો (Investors)ના લાખો કરોડો ડૂબી ગયા. પણ શું તમે વિચાર્યું છે કે આ પૈસા (money)કોની પાસે જાય છે. શું તમને થયેલું નુકસાન નફા તરીકે બીજાને મળી જાય છે? જવાબ છે ના, આ પૈસા ગાયબ થઈ જાય છે. હા, તમે તે બરાબર વાંચ્યું છે અને આ આર્ટિકલ તમને બજારના (market)પડદા પાછળની આખી વાર્તા કહેશે.

શેરનું મૂલ્ય તેની કંપનીના પ્રદર્શન અને નુકસાન- નફાના મૂલ્યાંકન પર આધારિત છે. જો રોકાણકારો અને બજાર વિશ્લેષકોને લાગે છે કે કોઈ કંપની ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે, તો તેના શેરની ખરીદી વધે છે અને બજારમાં તેની માંગ પણ વધે છે. તેવી જ રીતે, જો કોઈ કંપની વિશે એવી અપેક્ષા હોય કે ભવિષ્યમાં તેનો નફો ઘટશે અથવા ધંધામાં મંદી આવશે, તો તેના શેરની રમત બગડે છે અને નીચા ભાવે વેચાણ શરૂ થાય છે. બજાર માંગ અને પુરવઠાના સૂત્ર પર કામ કરે છે. તેથી, બંને કિસ્સાઓમાં શેરનું મૂલ્ય ઉપર અથવા નીચે જાય છે.

આ પણ વાંચો - Share Market crash: અમેરિકન ફેડરલના નિર્ણય અને ભારતીય શેરબજારને શું લાગે વળગે? શા માટે હચમચી જાય છે બજાર?

આ રીતે સમજો

બજારમાં વાસ્તવિક નાણાં નથી હોતા અને શેરનું મૂલ્ય માત્ર તેનું મૂલ્યાંકન (Valuation) છે. જો આજે તમે 100 રૂપિયાના ભાવે શેર ખરીદી રહ્યા છો અને બીજા દિવસે કંપનીનું વેલ્યુએશન બદલાઈ ગયું, જેના કારણે શેરનું વેલ્યુએશન ઘટીને 80 રૂપિયા થઈ ગયું. હવે આ શેર વેચવા પર તમને 20 રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ જે વ્યક્તિ તેને ખરીદશે તેને સીધો કોઈ ફાયદો નહીં થાય. હા, જો તે શેરનું મૂલ્યાંકન ફરીથી વધીને 100 રૂપિયા થાય છે, તો તેને વેચવા પર ચોક્કસપણે 20 રૂપિયાનો નફો થશે.

કેવી રીતે કામ કરે છે બજાર ધારણા

કહેવાય છે કે શેરબજાર સેન્ટિમેન્ટની રમત છે. એટલે કે શેરની કિંમત રોકાણકારોની સેન્ટીમેન્ટ્સના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે- જો કોઈ કંપનીએ કેન્સરની દવા બનાવવાની પેટન્ટ મેળવી હોય, તો રોકાણકારોને લાગે છે કે ભવિષ્યમાં તેનો વ્યવસાય અને કમાણી ચોક્કસપણે વધશે. બસ આ માન્યતાને કારણે તે કંપનીના શેર ખરીદવાનું શરૂ કરે છે. માર્કેટમાં તેની ડિમાન્ડ વધતા જ તેની કિંમતો વધવા લાગે છે. એટલે કે કંપની વિશેની ધારણાઓએ અચાનક તેનું મૂલ્યાંકન વધારી દીધું. આને ગર્ભિત મૂલ્ય (Implicit Value) કહેવામાં આવે છે, જ્યારે કંપનીનું વાસ્તવિક મૂલ્ય તેની કુલ મૂડીમાંથી જવાબદારીઓને બાદ કરીને નક્કી કરવામાં આવે છે. આ સ્પષ્ટ મૂલ્ય (Explicit Value) કહેવાય છે.

આ પણ વાંચો - Mutual Funds: શેરબજારમાં કડાકા વચ્ચે ટોચના આ 10 સ્ટોકને મ્યુચ્યુઅલ ફંડોએ કહી દીધું Bye Bye

7 દિવસમાં ડૂબ્યા 17.23 લાખ કરોડ રૂપિયા, શું છે આનો અર્થ?

માર્કેટમાં સતત ઘટાડાથી રોકાણકારોએ છેલ્લા 7 ટ્રેડિંગ દિવસોમાં 17.23 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. એટલે કે કંપનીઓના વેલ્યુએશનમાં ઘટાડો થવાને કારણે આ પૈસા કોઈના ખિસ્સામાં જવાને બદલે હવામાં ગાયબ થઈ ગયા. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન 17 જાન્યુઆરીએ રૂ. 280.02 લાખ કરોડ હતું, જે 25 જાન્યુઆરીએ ઘટીને રૂ. 262.78 લાખ કરોડ થયું હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: Business, Stock market

આગામી સમાચાર