Home /News /business /Labour Code: નોકરીમાં 3 દિવસની છુટ્ટીનો નિયમ ક્યારથી લાગુ થશે? કોને મળશે ફાયદો? કેન્દ્રિય મંત્રીએ કહી મોટી વાત

Labour Code: નોકરીમાં 3 દિવસની છુટ્ટીનો નિયમ ક્યારથી લાગુ થશે? કોને મળશે ફાયદો? કેન્દ્રિય મંત્રીએ કહી મોટી વાત

નવા લેબર કોડનો ફાયદો કોને મળશે? (તસવરીઃ શટર સ્ટોક)

કેન્દ્રિય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupendra Yadav)એ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે લેબર કોડના નિયમો લાગુ કરવા પાછળ સરકારનું પ્લાનિંગ શું છે? તેમણે કહ્યું કે નવા લેબર કોડથી રોજગારની તકોમાં વધારો થશે. સાથે જ કર્મચારીઓના સ્કિલ વિકાસમાં વધારો થશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નવા લેબર કોડ(Labour Code) નિયમોને ખૂબ જલ્દી લાગુ કરવા માગે છે. એવી આશા છે કે આ લેબર કોડના નિયમો ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવશે. જોકે આ અંગે કેન્દ્રિય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) વાત કરતા જણાવ્યું કે સરકાર શું પ્લાનિંગ ધરાવે છે. તેમણે કહ્યું કે આ નવા લેબર કોડથી રોજગારની વધુ તકો ઉપલબ્ધ થશે અને સાથે સાથે કર્મચારીઓની સ્કિલનો વિકાસ થશે અને પુંજીનું નિર્માણ થશે.

  Sovereign Gold Bondની નવી સ્કીમમાં તમારે રોકાણ કરવું જોઈએ? શું કહે છે જાણકારો

  કેન્દ્રીય મંત્રી આપી મોટી જાણકારી

  નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ પૂણેમાં આયોજીત એખ કાર્યકર્મ દરમિયાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે નવા લેબર કોડનો ઉદ્દેશ એવો સમાજ બનાવવાનો છે જેનાથી અપરાધીઓને પ્રોત્સાહન ન મળે. તેમણે કહ્યું કે સરકારે જૂના કાયદાઓને યુક્તિસંગત બનાવવા પર કામ કર્યું છે. સાથે જ પુરુષો અને મહિલાઓ બંનેને એક સમાન મહેનતાણુ મળે તેના પર ફોકસ કર્યું છે. સાથે જ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વેજ સ્ટાન્ડર્ડ પર ધ્યાન આપવામાં આવ્યું છે. 29 કાયદાઓને ચાર નવા લેબર કોડમાં બદલવામાં આવ્યા છે. જોકે તેમણે સ્પષ્ટ ન કર્યું કે તેને લાગુ ક્યારથી કરવામાં આવશે. ચારેય લેબર કોર્ડના લાગૂ થવાથી દેશમાં રોકાણને પ્રોત્સાહન મળશે અને તેનાથી રોજગાર વધશે. લેબર કાયદો દેશના બંધારણનો મહત્વનો ભાગ છે. અત્યાર સુધીમાં 23 રાજ્યોએ લેબર કોડના નિયમો બનાવી લીધા છે.

  Hot Stocks: માર્કેટના ધબડકા વચ્ચે આ શેર્સમાં ટૂંકાગાળામાં તગડું રિટર્ન મળવાની શક્યતા, જાણો કેમ?

  4 કોડમાં વહેંચાયો કાયદો

  ભારતમાં 29 જેટલા કેન્દ્રિય લેબર કાયદાને 4 લેબર કોડમાં વહેંચવામાં આવ્યા છે. કોડના નિયમોમાં પગાર, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ (Industrial Relations) અને વ્યવસાય સુરક્ષા (Occupation Safety) તેમજ આરોગ્ય અને કામ કરવાની સ્થિતિ એમ 4 કોડ સામેલ છે. અત્યાર સુધીમાં 23 રાજ્યોએ આ ડ્રાફ્ટ કાયદાને તૈયાર કરી લીધા છે. સંસદ દ્વારા આ ચાર વિધેયકને પસાર કરવામાં આવ્યા છે. પરંતુ કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોએ પણ આ વિધેયકો અને નિયમોને અધિસૂચિત કરવા જરુરી છે. જે બાદ આ નિયમો રાજ્યોમાં લાગૂ થઈ જશે. આ નિયમો ગત વર્ષે 1 એપ્રિલ 2021માં જ લાગુ કરવામાં આવનાર હતા પરંતુ રાજ્યોની તૈયારી ન હોવાથી તેને ટાળવામાં આવ્યા હતા.

  Explainer: ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ કઈ FDમાં રોકાણ કરવું છે વધુ ફાયદાકારક?

  બેઝિક સેલેરી કુલ પગારના 50 ટકા

  નવા ડ્રાફ્ટ રુલ અનુસાર બેઝિક સેલેરી કુલ વેતનના 50 ટકા અથવા વધારે હોવી જોઈએ. જેનાથી ખૂબ મોટા પ્રમાણમાં કર્મચારીઓના પગારનું સ્ટ્રક્ચર બદલી જશે. બેઝિક સેલેરી વધવાથી પીએ અને ગ્રેચ્યુટીના રુપીયા પહેલા કરતા વધુ કપાશે. પીએફ બેઝિક સેલેરીના આધારે હોય છે. પીએફ વધતા ટેક હોમ અથવા હાથ પર આવતી સેલેરી ઓછી થઈ જશે. જોકે આ સાથે પીએફ અને ગ્રેચ્યુટીમાં યોગદાન વધતા રિટાયરમેન્ટ પછી મળતા રુપિયામાં વધારો થશે. જેનાથી કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી વધુ સારું જીવન જીવવામાં સરળતા રહેશે.

  કામકાજના કલાક વધશે

  રોજના કામ કરવાના કલાકની સમય મર્યાદા વધીને 8થી 12 કલાક સાથે સાપ્તાહિક કામના કલાક 48 સુધી સિમિત રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ કંપનીઓ સપ્તાહમાં 4 દિવસ કામકાજના દિવસો માટે પણ આગળ વધી શકે છે. એટલે કે સપ્તાહમાં 3 દિવસ રજા મળશે જોકે દૈનિક કામના કલાક 8થી વધીને 12 કરવાની મંજૂરી પણ મળશે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Labour minister, New Labour Code

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन