Home /News /business /રોકાણ અને લગ્નની વાત આવે ત્યારે મોટાભાગે લોકોને વિરોધાભાષ આકર્ષે, તમારી સાથે પણ આવું જ થયું છે?

રોકાણ અને લગ્નની વાત આવે ત્યારે મોટાભાગે લોકોને વિરોધાભાષ આકર્ષે, તમારી સાથે પણ આવું જ થયું છે?

લગ્ન અને નાણાં, વિરોધી બાબતો તરફ વધુ આકર્ષણ !

અમેરિકામાં આવેલી પ્રતિષ્ઠિત ઇન્ડિયાના યુનિવર્સિટી દ્વારા કરવામાં રિસર્ચમાં સામે આવ્યું કે જ્યારે જ્યારે લગ્ન અને રુપિયાની વાત આવે ત્યારે લોકો વિરોધાભાષી બાબતે વધુ આકર્ષિત થાય છે.

  મેરેજ રિસર્ચર્સ જણાવે છે કે, એક સરખી બાબતો, આદતો અને સમાનતાના આધાર પર જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે. ઈન્ડિયાના યુનિવર્સિટીમાં માર્કેટિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર જેની ઓલ્સન જણાવે છે કે, મની મેનેજમેન્ટ સ્ટાઈલ્સ એક એવી બાબત છે, જેમાં વિરોધી પ્રવૃત્તિઓના કારણે એકબીજા તરફ આકર્ષાય છે. એક કપલ નાણાંકીય નિર્ણય લેવા માટે સ્ટડી કરે છે.

  પ્રો. ઓલ્સન જણાવે છે કે, આપણે એવી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ છીએ, જેઓ નાણાં વિશે આપણા નિયમો નિયમોની તપાસ કરે છે. કોઈ વ્યક્તિ એવી હોય છે, જે બચત કરવા પર વધુ ધ્યાન આપે છે અને જીવનનો આનંદ લેવા માટે પૈસાનો ઉપયોગ કરતા નથી. આ પ્રકારના વ્યક્તિ એવા સાથીની તલાશ કરે છે, જેમની સાથે તેઓ કમ્ફર્ટેબલ ફીલ કરી શકે.

  થોડા સમય પછી પતિ-પત્ની એક જેવા જ થઈ જાય છે. મિશિગન યુનિવર્સિટી માર્કેટિંગ પ્રોફેસર સ્કોટ રિક જણાવે છે કે, જે લોકોના લગ્ન કંજૂસ વ્યક્તિ સાથે થાય છે, તેઓ વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરે છે.

  આ પણ વાંચોઃઆ બિઝનેસ એટલે કુબેરનો ખજાનો, એકવાર રોકો રૂપિયા અને જીવનભર કરો કમાણી; 30% સબસિડી પણ મળશે

  પ્રોફેસર રિકે 1,303 કપલનો સર્વે કર્યો છે, તેઓ જણાવે છે કે, ‘જે પતિ-પત્ની એકબીજાની બાબતોને સમજી શકતા નથી, તે લોકો માટે ખૂબ જ ખરાબ સમય હોય છે. તે લોકોનું લગ્નજીવન વધુ ટકી શકતું નથી અને એકબીજાથી અલગ થઈ જાય છે.’

  રિસર્ચર્સ જણાવે છે કે, લગ્ન બાદ જ્યારે દંપતી પર જવાબદારી આવે છે, ત્યારે બંને એકબીજાની સંપત્તિને ભેગી કરી દે છે. ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ સેન્ટ લુઈસના રિસર્ચ અનુસાર વર્ષ 2019માં 25થી 34 વર્ષના વિવાહિત કપલની સંપત્તિ 9 ગણી હતી, જ્યારે વર્ષ 2010માં તેમની સંપત્તિ ચાર ગણી હતી.

  33 વર્ષીય ક્રિસ્ટન જેમ્સ ટેક્સાસના ઓસ્ટીનમાં પ્રોડક્ટ મેનેજર છે. તેઓ જણાવે છે કે, તેમણે બેનને ડેટીંગ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ લગ્ન કર્યા હતા. બંને તદ્દન અલગ અલગ નાણાંકીય ક્રાઈટેરિયા ધરાવતા હતા. ક્રિસ્ટનના પતિ હાલમાં સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર છે. ક્રિસ્ટન જેમ્સે નાણાંકીય જોખમ લેવાનું પસંદ કર્યું અને યોગ્ય પ્રકારે મેનેજ કરવાનું પસંદ કર્યું.

  આ પણ વાંચોઃ ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર નાણાંકીય સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં?

  આ મામલે દંપતી વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ થયો નહોતો. જેમ્સ પર તેના પતિના દ્રષ્ટિકોણની સારી અસર પડી હતી અને પોતાના કરિઅરનો પાથ બદલવા માટે વિચાર કર્યો હતો. ત્યારબાદ તેમણે ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવાનું વિચાર્યું અને ઉચ્ચ વેતન મેળવવા લાગ્યા. તેઓ જણાવે છે કે, ‘હું મારા પતિના પ્રોત્સાહન વગર આગળ આવી શકી ન હોત. તેમણે મને જોખમ લેવા માટે અલગ અલગ પ્રકારે પ્રેરણા આપી.’

  ટ્રિબેકા થેરાપીના મનોવૈજ્ઞાનિક અવે ક્લિનિકલ ડયરેક્ટર મૈટ લુંડકિસ્ટ જણાવે છે કે, જે દંપતી વચ્ચે નાણાંકીય બાબતો અંગે ચર્ચા કરવામાં આવે છે. તેઓ એક યોગ્ય નિર્ણય લઈ શકે છે. શરૂઆતમાં આ બાબતને કારણે તકલીફ થઈ શકે છે, પરંતુ આગળ જતા તેનું સારું પરિણામ આવે છે.

  અનેક દંપતી સપ્તાહના અંતે ફરવા જાય છે અને નાણાંકીય બાબતો અંગે ચર્ચા કરે છે. બાળકો પાછળની સીટમાં બેસીને બજેટની સમીક્ષા કરે છે અને દંપતી લાંબાગાળાના ટાર્ગેટ વિશે ચર્ચા કરે છે.

  આ પણ વાંચોઃ Tax Saving: 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસ FD કે NSC, વધુ ફાયદા માટે શેમાં રોકાણ કરાય?

  ઓસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીના માર્કેટીંગ પ્રોફેસર એડ્રિયન વોર્ડ જણાવે છે કે, ‘જે દંપતી નાણાંકીય બાબતો અંગે ચર્ચા કરે છે, તેમના વચ્ચે સંતુલન જળવાય છે. દંપતીમાં એક વ્યક્તિ એવું હોય છે, નાણાંને મેનેજ કરે છે. તેના પાસે નોકરી માટે વધુ સમય હોવાને કારણે તે વ્યક્તિ નાણાંને યોગ્ય રીતે મેનેજ કરી શકે છે.’ પ્રોફેસર વોર્ડ આ હાઉસ મની મેનેજરને ડોમેસ્ટીક CFO કહે છે અને નિર્ણય લેવા દેતા નથી. અન્ય વ્યક્તિને આ તમામ બાબતોથી રાહત મળે છે. સમયની સાથે સાથે અન્ય વ્યક્તિની પણ નાણાંકીય ક્ષમતા વિકસે છે.

  ‘બંને વ્યક્તિ એકસાથે નિર્ણય લઈ શકતી નથી. પરંતુ બેમાંથી એક વ્યક્તિ સરળતાથી તે બાબતે નિર્ણય લઈ શકે છે. એકબીજાની સારસંભાળ રાખવા માટે આ સૌથી બેસ્ટ રીત છે.’

  માર્સેલા મોલોન વિલિયમ્સ બોવીમાં એમ.ડી છે અને દંપતીને નાણાંકીય મેનેજમેન્ટ માટે કાઉન્સેલિંગ સેસન ચલાવે છે. અનેક સંબંધમાં એવું જોવા મળે છે કે, એક પાર્ટનર પોતાના નાણાં બચાવવા માંગે છે. જ્યારે સામે તેનું પાર્ટનર તેની સાથે નાણાંકીય બાબતોને લઈને એન્જોય કરવાનું વિચારે છે.

  જ્યારે દંપતીનું સપનું એક જ હોય ત્યારે, ત્યારે તે પૈસાથી શું ખરીદી શકાય તે સરળતાથી વિચારી શકાય છે. ઉપરાંત તે અંગે દંપતી કામ કરવાનું પણ શરૂ કરી દે છે.

  આ પણ વાંચોઃ ઓનલાઈન લોન એપ્સનો ઉપયોગ કરતા પહેલા આ સાવધાની વર્તો અને છેતરપિંડીથી બચો

  ક્રિસ્ટન અને બેન જેમ્સે એક નાણાંકીય બાબતો અંગે મીટિંગ કરી હતી અને તેઓ માસિક કેટલી કમાણી કરે છે, તે અંગે ચર્ચા કરી હતી. તેમણે પોતાના ટાર્ગેટ વિશે વાત કરી અને હવે કેટલા નાણાંની જરૂર રહેશે અને તે માટે કેટલો સમય મળશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારે વાતચીત કરવાથી તમારો ટાર્ગેટ ક્લિઅર થઈ જાય છે અને રિલેશનશીપ જળવાઈ રહે છે. રિઅલ એસ્ટેટ બાબતે ક્રિસ્ટન જેમ્સ પોતાના પતિ પર આધાર રાખે છે. અમે એકબીજા એવી વાત કરી શકીએ છીએ કે, ‘આપણે હમણાં નવું ઘર કે કાર ખરીદવી નથી.’  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Earn money, Investment tips, Marriage, Share market

  विज्ञापन