Home /News /business /ઈલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદવું હોય તો પહેલા બેટરી વિશે આ 5 બાબતો જાણી લેવી
ઈલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદવું હોય તો પહેલા બેટરી વિશે આ 5 બાબતો જાણી લેવી
ઈલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદતા પહેલા બેટરી સંબંધિત 5 મુદ્દાઓ જાણવા જરૂરી
જયારે ઈ વેહિકલ (electronic Vehicle) ખરીદવાની વાત આવે છે, ત્યારે બેટરી માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સવાલ એ થાય છે કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? આ પાંચ પોઈન્ટથી સમજો.
જયારે ઈ-બાઈક (electronic bike) ખરીદવાની વાત આવે છે, ત્યારે બાઇક અને બેટરી બંને માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સવાલ એ થાય છે કે તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? એવામાં અમે તમને ઈલેકટ્રીક બાઇકની બેટરી સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે જાણવી જરૂરી છે.
પહેલા બેટરી વિશે જાણીએ
બેટરીપેક વ્યક્તિગત બેટરી "સેલ્સ" થી બનેલા હોય છે. સેલ્સને નળાકાર સેલ્સ અને પ્રિઝમેટિક સેલ્સમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બેટરીના દરેક વર્ગનું ઉત્પાદન વિવિધ સ્વરૂપ અને પરિબળોમાં થાય છે (બેટરી વિશ્વમાં આ શબ્દ સરેરાશ કદ માટે વપરા ય છે). ઈ-બાઈક બેટરી પેકમાં સેલનું સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ફોર્મ-ફેક્ફેટર 18650 છે.
શ્રેષ્ઠ ઈ-બાઈક બેટરી (electric bike battery) કઈ છે?
યોગ્ય બેટરી પસંદ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? શું તમે એવી બેટરી ઇચ્છો છો કે જેની લાંબી રેન્જ હોય, પછી ભલે તે યોગ્ય પાવર ધરાવતી ન હોય? અથવા શું તમને એવી બેટરી જોઈએ છે, જેમાં વધુ પાવર હોય પણ તે લાંબો સમય ચાલે? ઈ-બાઇક (electronic bike) માટે લિથિયમ-આયન (લિ-આયન) બેટરી બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. બેટરીની કિંમત અને ગુણવત્તા વચ્ચે પણ મજબૂત સંબંધ છે.
તેથી દરેક બ્રાન્ડની લિથિયમ-આયન બેટરી સારી હોય તે શક્ય નથી. બેટરી ઉદ્યોગમાં ઘણી જાણીતી કંપનીઓનું સારું નામ છે. તેમની કિંમત ઊંચી હોય છે, પરંતુ ગુણવત્તા પણ સારી હોય છે. જો તમે ઈ-બાઈક ખરીદવા જઈ રહ્યા છો, તેમાં જો સેલ ઉત્પાદકની માહિતી ન હોય તો તેને ખરીદવાનું ટાળવું જોઈએ. તેજ રીતે એ પણ ધ્યાનમાં રાખો કે જો યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો સારી બેટરી પણ ખરાબ થઈ શકે છે.
બેટરી પેકની રેન્ઝ તેની અંદર ભરેલી ઊર્જાના જથ્થા પર આધારિત છે અને તેને વોટ-કલાક (Wh)માં માપવામાં આવે છે. વોટ-કલાકોની ગણતરી બેટરી વોલ્ટેજ દ્વારા બેટરીની ક્ષમતાને ગુણાકાર કરીને કરવામાં આવે છે. ધારો કે સરેરાશ, 1 માઇલ માટે લગભગ 25 Wh ઉર્જા જરૂરી છે. તેથી 14Ah, 36V બેટરી તમને ચાર્જ દીઠ લગભગ 25-માઇલની રેન્જ આપે છે. સાથે તેમાં ચલાવનારનું વજન બહારના તાપમાનની સ્થિતિ અને પેડલિંગની માત્રા રેન્જમાં નોંધપાત્ર તફાવત લાવે છે.
ઈ-બાઈક બેટરીની લાઈફ કેટલી હોય છે?
લિથિયમ આયર્ન બેટરીની લાઈફ લગભગ 1.5થી 2 વર્ષની હોય છે. જો તમે તેને નિયમિત ચાર્જ અને ડિસ્ચાર્જ કરો અને તેની કાળજી રાખો તો તે બેટરી સારી ચાલશે. બેટરીના જીવનકાળને સાયકલ કે રાઉન્ડની સંખ્યા દ્વારા માપવામાં આવે છે. સામાન્ય રીતે બેટરીની 250થી 400 જેટલી સાયકલ કે રાઉન્ડની સંખ્યા પર આધારિત હોય છે. તેની ક્ષમતા 80% પૂર્ણ થવાથી બેટરીનો જીવનકાળ પૂરો થઈ ગયેલો માનવામાં આવે છે.
ઊંચું તાપમાન તમારી બેટરીને અન્ય કોઈપણ વસ્તુ કરતાં ઝડપથી ખતમ કરી નાખે છે. જો તમારી ઈ-બાઈક સંપૂર્ણપણે ચાર્જ થઈ ગઈ હોય અને એવી જગ્યાએ પાર્ક કરેલી હોય જ્યાં તાપમાન ખૂબ વધારે હોય, તો તેને ઘરની અંદર લઈ જાઓ. શક્ય તેટલીવાર ઓરડાના તાપમાને તમારી બેટરી ચાર્જ કરો.
બેટરીના જીવનને અસર કરતા પરિબળો
ચાર્જિંગને ડિસ્ચાર્જિંગ દરમિયાન તાપમાન. બેટરી કેટલી ઝડપી અથવા ધીમી ચાર્જ થાય છે. બેટરી કેટલા વોલ્ટેજ પર ચાર્જ થાય છે. કેટલા વોલ્ટેજ પર બેટરી ડિસ્ચાર્જ થાય છે.
બેટરી ખરીદતી વખતે આ બધી બાબતોની માહિતી અવશ્ય લો જેથી તમારી બેટરી લાંબી ચાલે અને સુરક્ષિત રહે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર