Home /News /business /દેશમાં નથી ઘઉંની અછત, આયાત સંબંધી સમાચાર ફગાવી કહ્યું - સ્ટોક પર્યાપ્ત છે

દેશમાં નથી ઘઉંની અછત, આયાત સંબંધી સમાચાર ફગાવી કહ્યું - સ્ટોક પર્યાપ્ત છે

ઘઉંની અછતને લઈ સરકારનો ખુલાસો

wheat shortage india : જો ઘઉં (wheat) મોંઘા થશે તો ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે. પેકેટેડ લોટ, રોટલી, નાન, પરાઠા, બ્રેડ અને બિસ્કિટ વગેરે પણ મોંઘા થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના માસિક બજેટ પર પડશે

    નવી દિલ્હી : ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે કહ્યું છે કે, દેશમાં ઘઉંની કોઈ અછત (wheat shortage) નથી અને તેની આયાત કરવામાં આવશે નહીં. ડિપાર્ટમેન્ટનું નિવેદન મીંટના એક અહેવાલ પછી આવ્યું છે કે ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસે ઘઉંનો પૂરતો સ્ટોક નથી અને સરકાર તેની આયાત કરવાનું વિચારી શકે છે.

    સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ઓગસ્ટમાં ઘઉંનો સ્ટોક 14 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે અને ઘઉંની કિંમતમાં 12 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ગરમીના કારણે ઘઉંના પાકને અસર થઈ છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના અહેવાલો છે. જેના કારણે ભાવ ઝડપથી વધી રહ્યા છે.

    ટ્વીટ માહિતી

    ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ટ્વિટર પર જ આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “ભારતમાં ઘઉંની આયાત કરવાની કોઈ યોજના નથી. દેશમાં જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે અને FCI પાસે પણ જાહેર વિતરણનો પૂરતો સ્ટોક છે. તમને જણાવી દઈએ કે મિન્ટ પહેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ વેબસાઈટ બ્લૂમબર્ગે પણ કહ્યું હતું કે, ભારત સરકાર વિદેશથી ઘઉં ખરીદવા પર વિચાર કરી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, 2021-22 માટે ઘઉંનું ઉત્પાદન 107 મિલિયન ટન થઈ શકે છે, જે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા 111 મિલિયન ટનના અંદાજ કરતાં ઘણું ઓછું છે. તો, વેપારીઓ અને મિલ માલિકોનું માનવું છે કે ઉત્પાદન 9.8 કરોડથી 102 મિલિયન ટન થઈ શકે છે.

    ઘઉંના ભાવમાં વધારો

    સરકારી આંકડા મુજબ જુલાઈમાં ઘઉંના ભાવમાં 11.7 ટકાનો વધારો થયો છે. તો, જથ્થાબંધ ભાવમાં 13.6 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારત ઘઉંનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં તે વધુ નિકાસ કરતું નથી. જ્યારે દેશમાં ઘઉંના વાર્ષિક ઉત્પાદનના 0.02 ટકા વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

    આ પણ વાંચોVIDEO: દેશી જુગાડથી બચાવ્યું ખેડૂતનું 'ડ્રીમ હોમ', 500 ફૂટ દૂર ખસેડવામાં આવી રહ્યું ઘર

    ઘઉં મોંઘા થવાની શું અસર થશે

    જો ઘઉં મોંઘા થશે તો ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે. પેકેટેડ લોટ, રોટલી, નાન, પરાઠા, બ્રેડ અને બિસ્કિટ વગેરે પણ મોંઘા થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના માસિક બજેટ પર પડશે. સરકારે, અલબત્ત, આયાતના અહેવાલોને ફગાવી દીધા છે, પરંતુ ઘઉંના ભાવમાં થયેલા વધારા અંગેના સરકારી આંકડા અલગ કહાની કહે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati, Wheat, બિઝનેસ સમાચાર

    विज्ञापन
    विज्ञापन