Home /News /business /હવે WhatsApp યૂઝર્સને મળશે નવી સુવિધા, ડેસ્કટૉપ વર્ઝન માટે રજૂ કરવામાં આવ્યુ આ ફીચર્સ

હવે WhatsApp યૂઝર્સને મળશે નવી સુવિધા, ડેસ્કટૉપ વર્ઝન માટે રજૂ કરવામાં આવ્યુ આ ફીચર્સ

વ્હોટ્સએપે રજૂ કર્યુ નવુ ફીચર

વ્હોટ્સએપે આ મહિને ઘણા નવા ફિચર્સ રજૂ કર્યા છે. આમાં WhatsApp Desktop વર્ઝન માટે એક નવુ ફીચર્સ જોડવામાં આવ્યુ છે. તેની મદદથી ડેસ્કટોપ યૂઝર્સ વીડિયો, ફોટો, GIFs અને દસ્તાવેજો ફોરવર્ડ કરતી વખતે તેની સાથે કેપ્શન પણ એડ કરી શકે છે. જો કે, આ ફીચર હાલમાં કેટલાક લકી બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
    આ ફીચરની મદદથી ડેસ્કટોપ યૂઝર્સ વીડિયો, ફોટો, GIFs અને દસ્તાવેજો ફોરવર્ડ કરતી વખતે તેની સાથે કેપ્શન પણ એડ કરી શકે છે. જો કે, આ ફીચર હાલમાં કેટલાક લકી બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.


    WABetainfo ની રિપોર્ટ પ્રમાણે, વ્હોટ્સએપમાં Forward media with a caption ફીચરને થોટા જ બીટા ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવ્યુ છે.


    WhatsApp Desktop Beta ના લેટેસ્ટ વર્ઝનને ઈન્સ્ટોલ કરવા વાળા યૂઝર્સ જ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં હજુ પણ ધમાલ ફીચર્સ આવવાના છે.


    રિપોર્ટમાં એક સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે તે, કોઈ પણ ફોટો, વીડિયો અને ડોક્યૂમેન્ટને ફોરવર્ડ કરવા પર યૂઝરને કેપ્શન આપવાનો વિકલ્પ મળી રહ્યો છે.


    જાણકારી અનુસાર, હાલ તો આ ફીચર માત્ર કેટલાક યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. જો તમને આ વિકલ્પ નથી મળી રહ્યો તો, અપડેટની રાહ જુઓ. કારણકે, આવનારા સમયમાં આ ફીચર બધા જ યૂઝર્સ માટે જારી કરવામાં આવશે.





    Whatsapp એ હાલમાં જ Polls ફીચલ રજૂ કર્યુ છે. તેનો ઉપયોગ ગ્રુપ અને ચેટ બંને માટે કરવામાં આવી શકે છે. તમે પોલ દ્વારા સવાલ પૂછવાની સાથે સાથે લોકોને જવાબ આપવા માટે ઘણા વિકલ્પ આપી શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, New-feature, Whatsapp feature

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन