વેપાર શરૂ કરવા માટે Whatsappની નવી સ્કીમ, ફેસબુક પર જાહેરાત આટલામાં...

News18 Gujarati
Updated: November 27, 2019, 2:31 PM IST
વેપાર શરૂ કરવા માટે Whatsappની નવી સ્કીમ, ફેસબુક પર જાહેરાત આટલામાં...
સ્ટાર્ટ અપ

ઘરેલુ સ્ટાર્ટઅપ કંપનીઓના વેપારને મદદ કરવાનો પ્રયાસ

  • Share this:
ફેસબુક (Facebook) ના માલિકીવાળી કંપની વોટ્સઅપ (Whatsapp) દેશની 500 સ્ટાર્ટઅપ કંપનીઓ (Start up Companies)ને ફેસબુક પર 500 ડૉલર સુધીની જાહેરાત મફતમાં આપવાની સુવિધા આપશે. જેની પાછળ ઘરેલુ સ્ટાર્ટઅપ કંપનીઓના વેપારને મદદ કરવાનો રહેશે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઉદ્યોગ સંવર્દ્ધન અને આંતરિક વેપાર વિભાગ (DPIIT)ની માન્યતા પ્રાપ્ત 500 સ્ટાર્ટઅપ કંપનીઓને આ સુવિધા ફેસબુક એડ ક્રેડિટની રીતે આપવામાં આવશે.

આ કંપનીઓ વેપાર વધારવા માટે ફેસબુક પર વોટ્સઅપથી જોડાયેલી જાહેરાત કરવામાં તેનો ઉપયોગ કરી શકશે. આ જાહેરાતો પર ક્લિક કરવાથી ગ્રાહક કંપનીથી સીધી Whatsapp ચેપ કરી શકશે.

વોટ્સઅપ ઇન્ડિયાના પ્રમુખ અભિજીત બોસે કહ્યું કે સ્ટાર્ટઅપ અને નાના વેપાર દેશના લોકોની જીવનરેખા છે. સાથે જ સ્થાનિક અર્થવ્યવસ્થાનું શક્તિશાળી સંચાલન પણ. ભારતમાં ઉદ્યમ, સામાજીક અને આર્થિક બદલ લાવવામાં અમે મદદરૂપ થવા હંમેશા આગળ આવ્યા છીએ. વોટ્સઅપમાં અને તેમની સફળતામાં મદદરૂપ થવા પ્રતિબદ્ધ છીએ.

આ પહેલા વોટ્સઅપે સ્ટાર્ટઅપ ઇન્ડિયા વોટ્સઅપ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કર્યું હતું. જે હેઠળ તેણે ભારતીય બજારના હિસાબે સામાજીક અને આર્થિક સમાધાન રજૂ કરનાર 5 ઉદ્યમીઓને 50-50 હજાર ડોલર એટલે કે લગભગ 35 લાખ રૂપિયા આપ્યા હતા.
First published: November 27, 2019, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading