Home /News /business /

પ્રાઇવેસી પોલિસી પર WhatsAppએ દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું - ભારતમાં બંધ કરી દઈશું અમારી દુકાન

પ્રાઇવેસી પોલિસી પર WhatsAppએ દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું - ભારતમાં બંધ કરી દઈશું અમારી દુકાન

પ્રતિકાત્મક તસવીર

કોર્ટે કહ્યું, "તમે તેનો ભલે અમલ નથી કરી રહ્યા, પરંતુ નીતિ તો હજી પણ અસ્તિત્વમાં છે અને કોઈ પણ દિવસ તે પાછી આવી શકે છે."

  નવી દિલ્હી : પ્રાઈવેસી પોલીસી (Whatsapp privacy Policy)ને લઈ વોટ્સઅપ પર વારંવાર સવાલો હેઠળ છે. શુક્રવારે, દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમારા પર આરોપ છે કે, તમારી ગોપનીયતા પોલીસી યુરોપ માટે અલગ છે અને ભારત માટે અલગ છે. તમને એજ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, શું તમે આ સવાલનો જવાબ ક્યાંય આપ્યો છે? શું આ પિટિશનમાં પણ ક્યાંય આજ વાત કહેવામાં આવી છે? કોર્ટે કહ્યું કે, આ એક અડચણ છે. શું તમે ક્યાંય જવાબ આપ્યો છે કે બંને વચ્ચે કોઈ ફરક નથી?

  આનો જવાબ આપતા વોટ્સએપએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે, જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થાય ત્યાં સુધી તે નવી ગોપનીયતા નીતિ અપનાવવા માટે વપરાશકર્તાઓને દબાણ કરશે નહીં અને આ નીતિને સ્થગિત કરી દેવામાં આવશે અને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવશે પછી જ અમલમાં મૂકીશું. વ્હોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, અમે આ (નીતિ) પર રોક લગાવવા તૈયાર થઈ ગયા છીએ. અમે લોકોને તે સ્વીકારવા દબાણ નહીં કરીએ. સાલ્વેએ કહ્યું કે, WhatsApp તેના વપરાશકર્તાઓને અપડેટ્સનો વિકલ્પ આપવાનું ચાલુ જ રાખશે. આ મામલે કોર્ટે કહ્યું કે, ભલે તેનો અમલ અટકી ગયો હોય પરંતુ નીતિ હજી અસ્તિત્વમાં છે.

  આ પણ વાંચોકમાણીની તક: આ કંપનીના શેરમાં રોકો પૈસા, મસમોટું વળતર મળી શકે છે, જુઓ શું કહે છે નિષ્ણાંતો

  વોટ્સએપ વતી સાલ્વેએ કહ્યું કે, પહેલા સંસદને પર્સનલ પ્રોટેકશન બિલ રજૂ કરવાની છૂટ આપવી જોઈએ. જો તે અમને અમારી નીતિની મંજૂરી આપે છે, તો અમે ભારતમાં કામ કરીશું, નહીં તો અમારી દુકાન બંધ કરી દઈશું. પરંતુ જ્યાં સુધી સંસદે કાયદો નથી બનાવ્યો તો તેમના પર કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે.

  કોર્ટે કહ્યું, "તમે તેનો ભલે અમલ નથી કરી રહ્યા, પરંતુ નીતિ તો હજી પણ અસ્તિત્વમાં છે અને કોઈ પણ દિવસ તે પાછી આવી શકે છે."

  આ મામલે સાલ્વેએ કહ્યું હતું કે, જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ કાયદાનું સ્વરૂપ નથી લેતો, ત્યાં સુધી કંપની તેને વળગી રહેશે. તેમણે કહ્યું કે, 'વચન આપીએ છીએ કે, સંસદ આ અંગે કાયદો નહીં બનાવે ત્યાં સુધી હું કંઈપણ કરીશ નહીં."

  આ પણ વાંચોZomato IPO: 14 જુલાઇએ આ આઇપીમાં લગાવો પૈસા અને કરો બંપર કમાણી, 72-76 રૂપિયામાં ખરીદો શેર

  પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા કોઈપણ વ્યક્તિના ડેટાના ઉપયોગના નિયમનથી સંબંધિત છે. આ બિલની તપાસ કરતી સંસદની સંયુક્ત સમિતિને તેનો અહેવાલ સુપરત કરવા ચોમાસુ સત્ર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

  કોર્ટ ફેસબુક અને તેની સહાયક કંપની વોટ્સએપની અપીલો પર સુનાવણી કરી રહી છે, જે વોટ્સઅપની નવી ગોપનીયતા નીતિ અંગે તપાસના ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ)ના આદેશ પર રોક લગાવવાના ઇનકાર કરવા માટેના એકલ પીઠના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. ગયા મહિને, વોટ્સએપે તપાસ પર વચગાળાના સ્ટેની માંગ સાથે આ અરજી આપી હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: Delhi High Court, Whatsapp, Whatsapp features, WhatsApp News, Whatsapp update

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन