ભારતમાં પહેલીવાર WhatsApp શરૂ કરશે પૈસાથી જોડાયેલી આ સર્વિસ

ભારતમાં પહેલીવાર WhatsApp શરૂ કરશે પૈસાથી જોડાયેલી આ સર્વિસ
વોટ્સઅપ

પેમેન્ટ સર્વિસ Whatsapp Payનો ટેસ્ટ ભારતમાં 2018માં જ શરૂ કર્યો હતો.

 • Share this:
  વોટ્સઅપ (Whatsapp) એ ભારતમાં પોતાની સેવા વધારવાની તૈયારી કરી લીધી છે. આ ક્રમે તે જલ્દી જ ભારતમાં તે પેમેન્ટ સર્વિસ શરૂ કરશે. વોટ્સઅપે દેશની સૌથી મોટી બિઝનેસ ચેનલ CNBC TV18ને જણાવ્યું કે NPCI, RBIની તરફથી જાહેર ડેટા (સર્વર ભારતમાં હોવા જોઇએ) અને પેમેન્ટ ગાઇડલાઇન્સ પર સહમતિ મળી ગઇ છે. તમને જણાવી દઇએ કે વોટ્સઅપે પોતાની પેમેન્ટ સર્વિસ Whatsapp Payનો ટેસ્ટ ભારતમાં 2018માં જ શરૂ કર્યો હતો. જેમાં UPI આધારિત સર્વિસથી યુઝર્સ રૂપિયાની લેવડ દેવડની સુવિધા મળતી હતી. આ પ્રમાણે પેટીએમ, ફ્લિપકાર્ટ અને ફોન પે તથા ગૂગલ પે સેવાઓ આપી રહ્યું છે. પણ તેમ છતાં હજી સુધી રેગ્યુલેટર્સની તરફથી વોટ્સઅપને આની મંજૂરી નથી મળી શકી.

  હવે શું પ્લાન છે? Whatsappએ CNBCTV18ને જણાવ્યું કે અમારી ટીમે તમામ સ્ટાન્ડર્સને પૂરા કરી લીધા છે. અને ગત વર્ષે અમે આ પર ખૂબ મહેનત કરી છે. વોટ્સઅપે ભારતમાં નિવેશના કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના પ્રોગ્રામને આગળ વધારવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે અમે ફાઇનેંશિયલ ઇન્કલૂઝનમાં તેજી લાવવાની માટે એક મહત્વપૂર્ણ ચેનલ બનીને એક મજબૂત ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ડિજિટલ ઇન્ડિયા હેઠળ અમે ભારતમાં પહેલા જ અમારા તમામ યુઝર્સને જલ્દી જ પેમેન્ટ સેવા આપવા માટે ઉત્સાહિત છીએ.  વધુ વાંચો :  કોરોના પરાઠા પછી હવે લોકો મન ભરીને ખાઇ રહ્યા છે 'કોરોના કરી' અને માસ્ક નાન

  CNBC TV18એ NPCIથી પણ આ મામલે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ખબર લખાઇ ત્યાં સુધીમાં તેમનો કોઇ રિપ્લાય નહતો આવ્યો.
  વોટ્સઅપના (Whasapp) ભારતીય વેપારના પ્રમુખ અભિજીત બોસને પહેલા જણાવ્યું હતું કે કંપની જલ્દી જ માઇક્રોફાઇનેંસ સર્વિસ લઇને એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. આ તમને પ્લેટફોર્મ પર વીમો, પેન્શન અને માઇક્રો ફાઇનેંસ જેવી સેવા આપશે.

  વોટ્સઅપ પણ આ તમામ સર્વિસને સરળ બનાવવા માટે બેંક અને નાણાંકીય સંસ્થાઓ સામે સમજૂતીની કરીને મળીને કામ કરી રહ્યું છે. આને લઇને પણ એક પાયલટ પ્રોજેક્ટ શરૂ થઇ શકે છે. વોટ્સઅપના ભારતીય વેપારના પ્રમુખ અભિજીત બોસ આ મામલે જાણકારી આપી છે.
  Published by:Chaitali Shukla
  First published:August 04, 2020, 12:19 pm