Home /News /business /

Stock Market: RBIની નવી પોલિસી બાદ માર્કેટ પોઝિટિવ નોટ પર બંધ થયું, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

Stock Market: RBIની નવી પોલિસી બાદ માર્કેટ પોઝિટિવ નોટ પર બંધ થયું, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

આગામી સપ્તાહમાં નિષ્ણાતોની સલાહ મુજબ શેરબજારમાં રમશો તો ફાયદામાં રહેશો.

Stock Market Update: શુક્રવારે RBIએ પોતાની નવી નાણા નીતિની જાહેરાત કરી હતી. જેમાં તેણે રેપ રેટને 50 બેઝ પોઈન્ટથી વધાર્યો હતો. કેન્દ્રીય બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં આ સતત ત્રીજો વધારો હતો. RBIની જાહેરાત બાદ ગઈકાલે આખો દિવસ માર્કેટ ચઢાવ ઉતારમાંથી પસાર થયા બાદ લીલા રંગમાં બંધ થયું હતું ત્યારે આગામી સપ્તાહમાં બજારનો રંગ કેવો રહેશે આવો સમજીએ.

વધુ જુઓ ...
  મુંબઈઃ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય બજાર આંશિક ઉછાળા સાથે લીલા રંગમાં બંધ થયું હતું. આ પહેલા સવારે આરબીઆઈએ પોતાની નાણા નીતિ જાહેર કરતા રેપ રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો જે અનુમાન કરવામાં આવતું હતું 30-40 ટકાના વધારા કરતા થોડો વધારે હતો. જોકે આરબીઆઈ દ્વારા આર્થિક નીતિમાં કડકાઈ વધારવા છતા માર્કેટે પોઝિટિવ સંકેત આપ્યા હતા અને આખા દિવસના ચઢાવ ઉતારવાળા કારોબાર પછી દિવસના અંતે વધીને બંધ થયું હતું. આ એક રીતે જોતા માર્કેટના આગામી કારોબાર માટે પોઝિટિવ સંકેત માની શકાય છે. શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ 89.13 અંક વધીને 0.15 ટકાના વધારા સાથે 58,387.93ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી પણ 5.80 અંક એટલે કે 0.03 ટકાના આંશિક વધારા સાથે 17,387.80ના સ્તરે બંધ થઈ હતી. બજારમાં આ રીતે સતત ત્રીજા સપ્તાહના અંતમાં વધારા સાથે સાપ્તાહિક બંધ જોવા મળ્યો છે. હવે આ સ્થિતિમાં બજાર આગામી સપ્તાહમાં કેવું રહેશે તે અંગે Geojit Financial Servicesના વિનોદ નાયર કેટલીક મહત્વની વાતો જણાવી રહ્યા છે.

  આ PSU Bankએ એક વર્ષમાં આપ્યું 44 ટકા રિટર્ન, હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

  જીયોજિત ફાઈનાન્શિયલના એક્સપર્ટનું શું માનવું છે?

  Geojit Financial Servicesના વિનોદ નાયરે કહ્યું કે બજારે ધાર્યા કરતા વધારે વ્યાજ દરોના વધવા છતા બોન્ડ યીલ્ડ સાથે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા આ વધારેને વધાવ્યો છે. જોકે મેટલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, છતા પણ આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023માં મોંઘવારીના લક્ષ્યને 6.7 ટકા યથાવત રાખ્યો છે જે તેની ટોલરેન્સ લિમિટ કરતા વધુ છે. વિનોદ નાયરે કહ્યું કે જોકે ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી 4-4.1 ટકા વચ્ચે રહેવાનું અનુમાન છે પરંતુ બજાર ભવિષ્યને લઈને ખૂબ જ આશાસ્પદ દેખાઈ રહ્યું છે.

  ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ પ્રાઈવેટ બેંકનો શેર એક મહિનામાં 43 ટકા ઉછળ્યો, તમારે શું કરવું?

  સોમવારે 8 ઓગસ્ટે બજારમાંથી શું આશા રાખી શકો?
  HDFC Securitiesના દીપક જસાણીનું કહેવું છે કે શુક્રવારે એશિયાઈ બજારોમાં તેજી જોવા મળી હતી. તો યુરોપિય બજારોમાં દિશાહીનતાની સ્થિતિ જોવા મળી છે. તેમજ અમેરિકાના જુનાઈ મહિનાનો નોન ફોર્મ ડેટા પણ રીલિઝ થયો છે જેની અસર અમેરિકા સહિત બીજા માર્કેટ પર પણ પડી શકે છે. જોકે નિફ્ટી આ સપ્તાહમાં કુલ 1.39 ટકાની તેજી મેળવવામાં સફળ રહી છે. જોકે પાછલા ત્રણ સપ્તાહની વાત કરવામાં આવે તો ઇન્ટ્રાડે ઉતાર ચઢાવ વચ્ચે નિફ્ટી એક સિમિત મર્યાદામાં જ ફરતી જોવા મળી છે. તેવામાં હવે આગામી દિવસોમાં માર્કેટમાં બુલ અને બીઅરની રમત અટકતી જોવા મળશે અને શોર્ટ ટર્મ માટે બજારની દિશા સાફ થતી જોવા મળશે. હવે ઉપરની તરફ નિફ્ટીી માટે 17595 પર અવરોધ નજર આવી રહ્યો છે જ્યારે નીચેની તરફ 17161 પર સપોર્ટ દેખાઈ રહ્યો છે.

  Stock Market Expert આશીષ કચોલિયાના આ શેરે પાંચ વર્ષમાં 1 લાખના 7 લાખ કર્યા

  ShareKhanના માર્કેટ એનાલિસ્ટ શું કહે છે?
  માર્કેટના આગામી સપ્તાહના વલણ અંગે ShareKhanના માર્કેટ એનાલિસ્ટ ગૌરવ રત્નપારખી કહે છે કે નિફ્ટી સતત ત્રીજા સપ્તાહમાં વધારા સાથે બંધ થવામાં સફળ થઈ છે. જોકે આ સપ્તાહમાં નિફ્ટીની આગાળ વધવાની ગતિ થોડી ધીમી રહી છે. પાછલા કેટલાક કારોબારી સત્રમાં નિફ્ટી 17500ની આસપાસ સ્થિત એપ્રિલ જૂનના ઘટાડાના 78.6 ટકા રિટ્રેસમેન્ટ આસપાસ જ ફરી રહી છે. આ સ્તરે નિફ્ટીએ 4 ઓગસ્ટના રોજ એક બિયરિશ આઉટસાઇડ બાર અને હેગિંગ મેન કેન્ડલ બનાવી છે. તો 5 ઓગસ્ટના રોજ આ જ સ્તરે તેણે ચાર્ટ પર એક ઇનસાઇડ બાર બનાવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે નિફ્ટી એકવાર શોર્ટ ટર્મ માટે કંસોલિડેશન માટે તૈયાર થાય છે. શોર્ટ ટર્મમાં નિફ્ટીમાં 17000-17500ના સ્તર વચ્ચે કંસોલિડેશન થતું જોઈ શકાય છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Share bazar, Share market, Stock market Tips, શેરબજાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन