Home /News /business /31 રૂપિયાથી ડાયરેક્ટ રૂ.405 પર પહોંચ્યો આ શેર, દિવસેને દિવસે આવી રહ્યો છે ઉછાળો
31 રૂપિયાથી ડાયરેક્ટ રૂ.405 પર પહોંચ્યો આ શેર, દિવસેને દિવસે આવી રહ્યો છે ઉછાળો
આ શેરે 1 લાખને બનાવી દીધા 12 લાખ
શેરબજારમાં મલ્ટીબેગર શેરના વિશે તો તમે સાંભળ્યુ જ હશે. મલ્ટીબેગર શેર હોય છે જે મઘ્યમથી લાંબાગાળાના સમયમાં રોકાણકારોને દમદાર વળતર આપે છે. શેરબજારમાં ઘણા એવા શેર ઉપલબ્ધ છે, જેણે બે ગણું, દસ ગણું, નહિ પણ 1000 ગણું વળતર આપ્યુ છે.
મુંબઈઃ શેરબજારમાં મલ્ટીબેગર શેરના વિશે તો તમે સાંભળ્યુ જ હશે. મલ્ટીબેગર શેર હોય છે જે મઘ્યમથી લાંબાગાળાના સમયમાં રોકાણકારોને દમદાર વળતર આપે છે. શેરબજારમાં ઘણા એવા શેર ઉપલબ્ધ છે, જેણે બે ગણું, દસ ગણું, નહિ પણ 1000 ગણું વળતર આપ્યુ છે. જો તમે કોઈ આવા જ મલ્ટીબેગર શેરની તપાસ કરી રહ્યા હોવ તો, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝના શેરની તરફ જોઈ શકો છો. આ તે મલ્ટીબેગર શેરોમાંથી એક છે, જેમે દલાલ સ્ટ્રીટ પર જબરદસ્ત વળતર આપ્યું છે.
આ સ્મોલ કેપ શેર માર્ચ 2020માં 31 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો, જેનો ભાવ આજે 405 રૂપિયા છે. ખાસ વાત તો એ છે કે, ગઈ કાલે બીસીએલ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમતમાં 10 ટકાનો ઉછાળો આવ્યો હતો. સામવારે પણ આમાં 20 ટકાનું અપર સર્કિટ લાગ્યુ હતું.
રૂ. 896 કરોડ માર્કેટ કેપની સાથે સ્મોલ કેપ શેરમાં કોવિડ મહામારી પછી શેરબજારમાં તેજી જોવા મળી છે. જો કે, શેર ગત એક વર્ષથી બેસ બિલ્ડિંગ મોડમાં કાયમ છે. ગત એક મહિનામાંસ આ સ્મોલ કેપ શેર લગભગ 4 ટકા ધટ્યો છે. જ્યારે ગત 6 મહિનામાં આ મલ્ટીબેગર સ્મોલ-કેપ શેર લગભગ 2 ટકા ઘટ્યો છે. એટલા માટે ગત 6 મહિનાથી આમાં નેગેટિવ સાઈડવેજ બનેલી છે. ગત એક વર્ષમાં બીએસઈ અને એનએસઈ પર સૂચીબદ્ધ આ શેર 344 રૂપિયાના સ્તર પરથી 405 રૂપિયાના સ્તર પર ચઢી ગયો છે.
જો કોઈ રોકાણકારે માર્ચ 2020માં આ મલ્ટીબેગર સ્મોલ કેપ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત, તો આજે તેના રોકાણની કિંમત 12 લાખથી વધારે થઈ ગઈ છે. આ શેર એનએસઈ અને બીએસઈ બંને પર ટ્રેડ માટે ઉપલબ્ધ છે. તેની વર્તમાન માર્કેટ કેપ 896 કરોડ રૂપિયા છે. આ શેરની 52 સપ્તાહનું હાઈ લેવલ 530 રૂપિયા છે, જ્યારે એનએસઈ પર તેની 52 સપ્તાહનું લોવર સ્તર 278.65 રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર