Home /News /business /NRI ભારતમાં મિલકત વેચે તેવા કિસ્સામાં લાયબલિટી અને TDS સહિતના નિયમો શું હશે? અહીં જાણો
NRI ભારતમાં મિલકત વેચે તેવા કિસ્સામાં લાયબલિટી અને TDS સહિતના નિયમો શું હશે? અહીં જાણો
પ્રોપર્ટી માટેના નિયમો
ભારતમાં વડવાઓ એટલે કે બાપદાદાની મિલકત (Property)ના વેચાણમાં આવકવેરા (Income tax)ના કાયદાને લઈ ઘણી અસમંજસ જોવા મળે છે. ત્યારે અહીં આવી એક દાખલો આપીને અસમંજસને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભારતમાં વડવાઓ એટલે કે બાપદાદાની મિલકત (Property)ના વેચાણમાં આવકવેરા (Income tax)ના કાયદાને લઈ ઘણી અસમંજસ જોવા મળે છે. ત્યારે અહીં આવી એક દાખલો આપીને અસમંજસને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રશ્ન: હું એક NRI છું. મારી પાસે ભારતીય પાસપોર્ટ છે. હું ભારતમાં મારા વડવાની સંપત્તિ વેચવા માંગુ છું. આ પ્રોપર્ટી 1961માં ખરીદવામાં આવી હતી. હવે તે કાયદાકીય રીતે મારી માલિકીની છે અને મારે તે મિલકત વેચવી છે. શું કોઈ લાયબલિટી હશે? શું હું ઇન્ડેક્સેશનનો દાવો કરી શકું? શું આવા કિસ્સામાં ટીડીએસ લાગુ પડે છે? જો લાગુ પડે તો તે કેટલા ટકા છે?
જવાબ: એનઆરઆઈ અને ભારતના રહેવાસી માટે વારસાગત મિલકતના વેચાણ માટેની ટેક્સની જોગવાઈઓ સમાન છે. આ મિલકત 1961માં હસ્તગત કરવામાં આવી હોવાથી તેના વેચાણ પર જે પણ નફો થાય તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ટેક્સ લાગશે. કેપિટલ ગેઇનની ગણતરી કરવાના હેતુથી તમારે મિલકતની વાજબી બજાર કિંમત 1 એપ્રિલ, 2001 મુજબ ગણવી પડશે. તમારે રજિસ્ટર્ડ વેલ્યુઅર પાસેથી 1 એપ્રિલ 2001 મુજબ મિલકતની વાજબી બજાર કિંમત માટે વેલ્યુએશન રિપોર્ટ મેળવવો પડશે.
વાજબી બજાર કિંમત તે તારીખના સંપત્તિના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય કરતા વધારે હોઈ શકે નહીં. સંપત્તિની વાજબી બજાર કિંમતને વેચાણના વર્ષના કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ સાથે અનુક્રમિત કરવામાં આવે છે. વેચાણને આનુષંગિક ખર્ચ બાદ કર્યા પછીની ચોખ્ખી વેચાણ કિંમત અને ઇન્ડેક્સ કરેલ ખર્ચ દ્વારા ઘટાડવામાં આવેલી ચોખ્ખી વેચાણ કિંમત એ તમારી કરપાત્ર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન છે. જેના પર 20 ટકા (સરચાર્જ અને સેસ પણ ખરા) કર ચૂકવવાપાત્ર છે
આ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ડિડક્શન લાગુ થશે. તમે કરવેરાના બાબતે NRI હોવાથી ખરીદનારે મિલકતના સેલ્સ વેલ્યુને ધ્યાનમાં લીધા વિના કલમ 195 મુજબ સોર્સ પર કર કપાત કરવાની રહેશે. જે 20 ટકા હશે. ખરીદનારને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનની કરપાત્ર રકમની યોગ્ય ગણતરી કરવા માટે તમારે વેલ્યુએશન સર્ટિફિકેટ અને સેલ્સ ટ્રાન્જેક્શન માટે કરવામાં આવેલા ખર્ચ જેવા સંબંધિત દસ્તાવેજો શેર કરવા પડશે.
તમે ખરીદનાર સોર્સ પર કરની કપાત ન કરે તેવું ઇચ્છતા હોવ તો તમે લાગતા વળગતા આવકવેરા અધિકારી સંપર્ક કરી સોર્સ પર નોન-ડિડક્શન ટેક્સ માટે સર્ટિફિકેટ મેળવી શકો છો.
અહીં ઉલ્લેખનીય છે કે, જો તમે નિયત સમયગાળાની અંદર રહેણાંક મિલકત ખરીદો કે મિલકતના વેચાણથી છ મહિનાની અંદર કેપિટલ ગેઇન બોન્ડમાં ઇન્ડેક્સ્ડ લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું રોકાણ કરો છો તો તમે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનની બચત કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર