Home /News /business /રોકાણકારોની બલ્લેબલ્લે થશે, ભારતીય સંશોધકોએ ક્રિપ્ટોકરન્સીના ભાવની આગાહી કરતું ડિવાઇસ બનાવ્યું

રોકાણકારોની બલ્લેબલ્લે થશે, ભારતીય સંશોધકોએ ક્રિપ્ટોકરન્સીના ભાવની આગાહી કરતું ડિવાઇસ બનાવ્યું

ક્રિપ્ટોકરન્સીના ભાવની આગાહી કરશે ભારત

IIIT-દિલ્હીના PHD સ્કોલર શાલિની શર્મા અને તેમના સુપરવાઇઝર ડૉ. અંગશુલ મજુમદાર ક્રિપ્ટોકરન્સીના ભાવની આગાહી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત અભિગમ છે.

  નવી દિલ્હી: ભારતમાં ક્રિપ્ટોમાં રસ ધરાવતા લોકો કરન્સીનું માઇનિંગ કરવા કરતાં તેનું અનુમાન લગાવી ટ્રેડિંગ કરવાને વધુ નફાકારક માને છે. જોકે, આજના સમયે ક્રિપ્ટોકરન્સી ઉત્પાદનો અને સેવાઓ સાથે સંકળાયેલી નથી, પણ મોટે ભાગે રોકાણકારોની લાગણીથી પ્રેરિત હોય છે. જેના કારણે તેનો અંદાજ લગાવવા પરંપરાગત પદ્ધતિઓ સચોટ નિવાડતી નથી.

  અલબત્ત, ભારતના કેટલાક સ્કૉલર્સ દ્વારા ક્રિપ્ટોના ભાવનું અનુમાન કરવા ડિવાઇસ વિકસાવવામાં આવી છે. IIIT-Delhiના પીએચ.ડી. સ્કોલર શાલિની શર્મા અને તેમના સુપરવાઇઝર ડો. અંગશુલ મજુમદારે ક્રિપ્ટોકરન્સીના ભાવોની આગાહી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બાબતે ઘણું કામ કર્યું છે.

  આ પણ વાંચો: આવી રહેલ ડિજિટલ રૂપિયો તમારી રાશિને કેટલો લાભ કરશે? જ્યોતિષાચાર્યે કરી મહત્વની વાત

  આ કામને તાજેતરમાં એલ્સેવિયર ઇન્ફર્મેશન સાયન્સિસમાં સ્વીકારવામાં આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીના ડેટા પર પરથી દર્શાવવામાં આવ્યું હતું કે આ પદ્ધતિ ભવિષ્યમાં ભાવ કેટલા હશે તેની આગાહી કરવામાં ખૂબ જ સચોટ છે. તે ચોકસાઈની દ્રષ્ટિએ તમામ અત્યાધુનિક પદ્ધતિઓને હરાવી શકે છે.

  IIIT-Delhiના સંશોધકોએ પરંપરાગત બાઉમ-વેલ્ચ ફ્રેમવર્કથી શરૂઆત કરી હતી અને તેમાં ડીપ લર્નિંગનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેઓ ઘટનાઓના જ્ઞાન વિના આગાહી કરી શક્યા હતા. આ ટેકનિક બૌમ-વેલ્ચના આધારે વિકસાવવામાં આવી હોવાથી તે અર્થઘટન કરી શકાય તેવી આગાહીઓ કરે છે અને આગાહીની આસપાસ અનિશ્ચિતતાનો અંદાજ પણ આપે છે.

  નાણાકીય (અથવા કોઈ પણ) આગાહી માટે બે મુખ્ય અભિગમો છે. એક 70 ના દાયકાની પરંપરાગત પદ્ધતિઓ પર આધારિત છે. જેને શેર બજારોમાં પૈસા કમાવવા માટે પ્રખ્યાત બૌમ-વેલ્ચ અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. તે અર્થઘટન કરી શકાય તેવું છે અને આપણને માત્ર આગાહી કરેલા વેલ્યૂ જ નહીં, પણ આગાહી વિશેની અનિશ્ચિતતા પણ આપે છે. નાણાકીય નિર્ણયો લેવામાં અનિશ્ચિતતા વિશેની માહિતી નિર્ણાયક છે. જો કે, આ અભિગમ માટે કિંમતમાં ફેરફારને કારણે ઘટનાઓ વિશે જાણકારીની જરૂર પડે છે. અલબત, આ માહિતી ક્રિપ્ટોકરન્સી માટે ઉપલબ્ધ નથી.

  આ પણ વાંચો: તમારી હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP, સમજો A to Z ગણતરી

  બીજો અભિગમ આધુનિક છે, જે ડીપ લર્નિંગ તરીકે ઓળખાતી AI દ્વારા મેનેજ થાય છે. ડીપ લર્નીગ અમૂર્ત છે, પરંતુ તેમાં પરિબળો વિશે જ્ઞાન/માહિતીની જરૂર પડતી નથી. અલબત, ડીપ લર્નિંગ આગાહીઓ વિશે અનિશ્ચિતતા આપી શકતું નથી; આ અર્થઘટનના પાસાઓને બાકાત રાખે છે.

  ક્રિપ્ટો વોલેટિલિટી ઇન્ડેક્સ (સીવીઆઈ) નામનો એક શબ્દ છે; તે બતાવે છે કે સમય સાથે ક્રિપ્ટોકરન્સીમાં કેટલી વધઘટ થાય છે. ઉદાહરણ તરીકે, યુએસડીટી (USDT) અથવા બિટકોઇન જેવા સ્થિર સિક્કાનું સીવીઆઇ મૂલ્ય શિબા ઇનુ અથવા ડોગકોઇનની તુલનામાં ઓછું હશે.

  સંશોધકોએ દર્શાવ્યું હતું કે, તેમની પદ્ધતિમાંથી મેળવવામાં આવેલા અનિશ્ચિતતાના અંદાજો ઇતિહાસના સીવીઆઇ મૂલ્યો સાથે સંકળાયેલા છે. આમ તેમની પદ્ધતિ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ ખરેખર અર્થઘટન કરી શકાય તેવી હોવાનો દાવો થયો છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Business New, Crypto currency

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन