Home /News /business /એક ટાઇપિંગ ભૂલથી સુઝલોનના શેરમાં રોકેટ ગતિ, સોમવારે લાગી હતી 20%ની અપર સર્કિટ

એક ટાઇપિંગ ભૂલથી સુઝલોનના શેરમાં રોકેટ ગતિ, સોમવારે લાગી હતી 20%ની અપર સર્કિટ

સોમવારે સુઝલોનના શેરમાં આવી રોકેટ ગતિ, એક ટાઇપિંગ મિસ્ટેકથી 20%ની અપર સર્કિટ

Suzlon Share Price: સુઝનોલ એનર્જી લિ.ના શેરમં સોમવારે શરુઆતના કારોબારમાં જ જોરદરા તેજી જોવા મળી હતી. બીએસઈ પર આ શેર 20 ટકાની અપર સર્કિટ સાથે 10.57 રુપિયા પર પહોંચી ગયો હતો. પાછલા એક મહિનામાં જોવા જઈએ તો સુઝલોન એનર્જીના શેરમાં લગભગ 37 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જોકે આજે શેર 4 ટકાથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock Market)ના સૌથી લોકપ્રિય સ્ટોક પૈકીના એક સુઝલોન એનર્જીના શેરમાં આજે તોફાની તેજી (Hike in Suzlon Energy Stock) જોવા મળી છે. સોમવારે પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં બીએસઈ (BSE) પર સુઝલોન એનર્જી લિમિટેડનો શેર 20% ઉપલી સર્કિટ સાથે વધીને 10.57 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સ્ટૉકમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 26 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

છેલ્લા એક મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં લગભગ 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે બીએસઈ પર એનર્જી શેર 19.98 ટકાના વધારા સાથે અપર સર્કિટ પર હતો. છેલ્લા એક સપ્તાહમાં તે લગભગ 32 ટકા વધ્યો છે. બજારમાં તેને પેની સ્ટૉક માનવામાં આવે છે.

DreamFolks Servicesનું આજે લિસ્ટિંગ, એક્સપર્ટ મુજબ રોકાણકારોને કેટલો તગડો ફાયદો થઈ શકે?

આ કારણે આવી તેજી

સુઝલોનના શેરમાં ઉછાળાનું કારણ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ ટ્રસ્ટીનો ખુલાસો હોવાનું મનાય છે. ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે રહેલા વધારાના શેર અદાણી ગ્રીન એનર્જીના નથી પરંતુ સુઝલોન એનર્જીના છે. આ પહેલા એસબીઆઈના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, તેની પાસે જે વધારાના શેર છે તે અદાણી ગ્રીન એનર્જીના છે. હવે ટ્રસ્ટીએ કહ્યું છે કે તે ટાઇપિંગ ભૂલ હતી. સ્પષ્ટતાના આ સમાચાર સામે આવ્યા બાદ સુઝલોનના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી અને શેરને અપર સર્કિટ લાગી હતી.

સુઝલોન એનર્જીએ 5 સપ્ટેમ્બરે એક્સચેન્જને માહિતી આપી હતી કે એસબીઆઈના ટ્રસ્ટીએ પ્રમોટર્સના શેર વિશે જાહેરાત કરી હતી, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ હતી. હવે આ અંગે સ્પષ્ટતા થઇ ગઇ છે.

Stock Market: શેરબજારમાં ધોમ તેજીની શક્યતા, શું ફરી સેન્સેક્સ 60 હજારની ઉપર જશે?

ટાર્ગેટ કંપનીનો ઉલ્લેખ ખોટો

કંપનીએ કહ્યું છે કે, એસબીઆઈ ટ્રસ્ટીએ જાહેરાત કરી હતી કે સેબીના નિયમો મુજબ તેની પાસે અદાણી ગ્રીનના શેર છે. હકીકતમાં, ટાર્ગેટ કંપનીનો ઉલ્લેખ તેમાં ખોટો હતો. તે કંપની સુઝલોન હતી. એસબીઆઈ કેપ ટ્રસ્ટી આરઈસી લિમિટેડ અને ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. કન્સોર્ટિયમના ટ્રસ્ટી છે, જેણે સુઝલોનને નાણાં પૂરાં પાડ્યાં છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: BSE Sensex, Business news, Indian Stock Market, Nifty50, Stock market Tips

विज्ञापन
विज्ञापन