Home /News /business /

Explained: બેંક ખાતામાંથી પૈસા કપાયા છે પરંતુ ATMમાંથી બહાર નથી નીકળ્યા? આવા કિસ્સામાં શું કરવું?

Explained: બેંક ખાતામાંથી પૈસા કપાયા છે પરંતુ ATMમાંથી બહાર નથી નીકળ્યા? આવા કિસ્સામાં શું કરવું?

નવી દિલ્હી. બેંકના ગ્રાહકો ટૂંક સમયમાં કોઈપણ બેંકના ATMમાંથી કાર્ડલેસ રોકડ ઉપાડ કરી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરીને તમામ બેંકો અને ઓટોમેટેડ ટેલર મશીન (ATM) નેટવર્કમાં કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા પ્રદાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Cash not received from ATM: તમે અનુભવ્યું હશે અથવા સાંભળ્યું હશે કે એટીએમમાં ક્યારેક પૈસા ઉપાડવામાં મુશ્કેલી આવે છે. એટલે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાય જાય છે પરંતુ એટીએમમાંથી બહાર આવતા નથી.

  મુંબઈ: દિવસેને દિવસે લોકો ચૂકવણી માટે UPI અથવા ડિજિટલ પેમેન્ટ (Digital Payment)ને પ્રાથમિકતા આપતા થયા છે. કોવિડ-19ના કહેર વચ્ચે ઓનલાઇન ચૂકવણી (Online payments) અથવા ડિજિટલ પેમેન્ટમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. જોકે, આ તમામ વચ્ચે ATMનો 'દબદબો' એટલે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની (ATM cash withdrawal) પ્રથા જેમની તેમ જ રહી છે. જોકે, એવું બની શકે કે તમે એટીએમ જવાનું બંધ કર્યું હોય અથવા ઓછું કરી દીધું હોય. જોકે, ભારતમાં તમામ લોકો માટે હાલ આ વ્યવસ્થા ચાલુ જ છે. જે જગ્યાએ ઇન્ટરનેટની કનેક્ટિવિટી (Internet connectivity) સારી નથી ત્યાં કેશનો રોલ ખૂબ મહત્ત્વનો બની રહે છે. જોકે, તમે અનુભવ્યું હશે અથવા સાંભળ્યું હશે કે એટીએમમાં ક્યારેક પૈસા ઉપાડવામાં મુશ્કેલી આવે છે. એટલે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાય જાય છે પરંતુ એટીએમમાંથી બહાર આવતા નથી. આવા કિસ્સામાં શું કરવું તેના વિશે માહિતી મેળવીએ.

  એટીએમમાં સમસ્યા

  તમે એટીએમની તમામ ફંક્શન જાણતા હોય તેવા કિસ્સામાં પણ અનેક વખત તમારું ટ્રાન્ઝેક્શન રિજેક્ટ (Transaction reject) થાય છે. શક્ય છે કે કોઈ ટેક્નિકલ સમસ્યા કે પછી એટીએમમાં પૈસા ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન રદ થાય છે. જોકે, આવા કિસ્સામાં તમને મોબાઇલ પર એક એસએમએસ મળે છે કે તમારા ખાતામાંથી ચોક્કસ રકમ કાપવામાં આવી છે. હકીકતમાં તમને પૈસા મળ્યા જ નથી હોતા. આવું થવા પાછળના મુખ્ય બે કારણ છે.

  કોઈ પણ એટીએમમાં તમારું કાર્ડ અને પિન કોડ દાખલ કરતા પહેલા હંમેશા એટીએમ ચાલુ રહ્યું છે કે નહીં તેની તપાસ કરી લો. જોકે, બેંક પણ નિયમિત પોતાના એટીએમની તપાસ કરતી જ હોય છે. જો ટેક્નિકલ ખામીને કારણે પૈસા કપાયા હોય પરંતુ તમને મળ્યા ન હોય તો આવા કિસ્સામાં એક ચોક્કસ સમય બાદ બેંક આ રકમ તમારા ખાતામાં પરત જમા કરી દે છે. આ અંગે બેંક તમને જાણ પણ કરે છે.

  બીજા એક કિસ્સામાં તમારી સાથે છેતરપિંડી થઈ હોઈ શકે છે. અમુક કેસમાં એટીએમમાં કાર્ડ રિડરની જગ્યાએ સ્કીમર ડિવાઇસ લગાવી દેવામાં આવ્યું હોય છે. જેનાથી તમારા લોગીન અને પાસવર્ડ એક મેગ્નેટિક સ્ટ્રીપમાં રેકોર્ડ થઈ જાય છે. જેની મદદથી તમારું કાર્ડ ક્લોન થઈ શકે છે. જે બાદમાં તમારી જાણ બહાર જ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવી શકે છે.

  આ પણ વાંચો: SBI alert: ATMમાંથી પૈસા ઉપાડવા અંગે મોટો ફેરફાર, SBIએ ટ્વીટ કરીને આપી માહિતી

  એટીએમ ટ્રાન્ઝેક્શન વખતે તમારા ખાતામાંથી પૈસા કપાયા છે પરંતુ તમને નથી મળ્યા તો તમે નીચેના પગલાં ભરી શકો છો:

  1) બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો

  આવા કિસ્સામાં તમારે સૌથી પહેલા તમારી બેંકના કસ્ટમર કેરમાં સંપર્ક કરવો જોઈએ. એક વખત ફરિયાદ દાખલ થયા બાદ બેંક તરફથી ચોક્કસ સમયમં જે તે રકમ જમા કરવાની જવાબદારી બેંકની છે. જો આવું ન કરવામાં આવે તો આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે બેંકને પ્રત્યેક દિવસ લેખે 100 રૂપિયા લેટ પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે. ફરિયાદ દાખલ કરતી વખતે બેંકના કસ્ટમર કેર પ્રતિનિધિ પાસેથી ટ્રેકિંગ નંબર લેવાનું ભૂલશો નહીં. ફરિયાદ દાખલ થયા બાદ બેંક તરફથી આ મામલે તપાસ કરવામાં આવશે અને ચોક્કસ સમયમાં રકમ પરત આપી દેવામાં આવશે.

  2) બ્રાંચ મેનેજરને મળો

  આવા કેસમાં તમે તમારી બેંકની બ્રાંચ ખાતે જઈને બ્રાંચ મેનેજરનો પણ સંપર્ક કરી શકો છો. ઘણી વખત વ્યક્તિગત મુલાકાતથી ફરિયાદનું નિવારણ વહેલું આવી જતું હોય છે.

  આ પણ વાંચો: Alert! પહેલી જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવાનો ચાર્જ વધશે- જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે

  3) રેગ્યુલેટરનો સંપર્ક કરો

  જો નિર્ધારિત સમયમાં બેંક તરફથી તમારી ફરિયાદનું નિવારણ લાવવામાં નથી આવતું તો તમે બેંક રેગ્યુલેટર એટલે કે RBI અથવા ફિનાન્સિયલ ઑથોરિટીઝનો સંપર્ક કરી શકો છો. આવી ફરિયાદ લેખિતમાં કરી શકાય છે. ઇન્ટરનેટ મારફતે પણ ઇ-મેઇલથી આવી ફરિયાદ કરી શકાય છે. એક વખત ફરિયાદ દાખલ થયા બાદ તમારે પૈસા પરત આવવામાં 30 દિવસની રાહ જોવી પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Digital payment, આરબીઆઇ, એટીએમ

  આગામી સમાચાર