Home /News /business /Budget 2023: કાલે કેટલા વાગ્યે રજૂ થશે બજેટ, ક્યાં જોઈ શકાશે Live ભાષણ; જાણો સંપૂર્ણ વિગતો

Budget 2023: કાલે કેટલા વાગ્યે રજૂ થશે બજેટ, ક્યાં જોઈ શકાશે Live ભાષણ; જાણો સંપૂર્ણ વિગતો

બજેટ લાઈવ પ્રસારણ

તમે નાણામંત્રી નિર્મલા સિતારમણનું બજેટ ભાષણ CNBC આવાઝ અને NEWS18 ગુજરાતી પર લાઈવ જોઈ શકો છો. સત્તાવાર યૂટ્યૂબ ચેનલ અને ટ્વિટર પર પણ પ્રસારણ થશે. અહીં તમને બજેટ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વિગતો મળી જશે.

  • CNBC
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24નું કેન્દ્રીય બજેટ કાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. વર્ષ 2023માં થનારી સામાન્ય ચૂંટણી પહેલા બજેટ 2023 મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સિતારમણ સરકારને બજેટ રજૂ કરશે. નાણામંત્રીના બજેટ ભાષણથી નવા નાણાકીય વર્ષ માટે સરકારની આર્થિક નીતિઓનો ખુલાસો થશે. સંસદનું બજેટ સત્ર આજે એટલે કે 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. તેની સાથે જ આર્થિક સર્વે પણ સંસદમાં રજૂ થઈ ગયો છે. બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે. મીડલ ક્લાસ, ટેક્સપેયર્સ, કોર્પોરેટ્સ અને અર્થતંત્રના અન્ય ક્ષેત્રોને બજેટથી ઘણી આશાઓ છે.

ક્યારે શરૂ થશે બજેટ?


CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, બજેટ 2023નું ભાષણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં શરૂ થશે. નાણામંત્રી નિર્મલા સિતારમણ દેશના વાર્ષિક એકાઉન્ટ સ્ટેટમેન્ટનું અનાવરણ કરશે. આ 2 કલાક સુધી ચાલું રહેવાની આશા છે.

આ પણ વાંચોઃ 3-3 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, બજેટ પહેલા ખરીદી લો આ શેર; ટૂંકાગાળામાં જ 57% કમાણી કરાવી દેશે

બજેટ 2023ની કેવી રીતે જોઈ શકાશે લાઈવ?


તમે નાણામંત્રી નિર્મલા સિતારમણનું બજેટ ભાષણ CNBC આવાઝ અને NEWS18 ગુજરાતી પર લાઈવ જોઈ શકો છો. સત્તાવાર યૂટ્યૂબ ચેનલ અને ટ્વિટર પર પણ પ્રસારણ થશે. અહીં તમને બજેટ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વિગતો મળી જશે.

આ પણ વાંચોઃ 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર


ક્યાંથી મળશે દસ્તાવેજ?


ગત બે બજેટની જેમ આ વર્ષે યૂનિયન બજેટ પણ પેપરલેસ ફોર્મમાં રજૂ થઈ શકે છે. પહેલા નાણામંત્રી તરફથી બ્રીફકેસમાં બજેટ લાવવામાં આવતું હતું, પરંતુ પછી વર્ષ 2019માં નિર્મલા સિતારમણે બ્રીફકેસને ખાતાવહી સાથે બદલ્યું. વર્ષ 2021માં નાણામંત્રીએ પહેલી વાર ટેબલેટથી બજેટ વાંચ્યું હતું. આ વર્ષે નિર્મલા સિતારમણ તેમનું પાંચમું બજેટ રજૂ કરશે. નાણામંત્રીના ભાષણ પછી યૂનિયન બજેટ મોબાઈલ એપ્લીકેશનથી તમે બજેટ દસ્તાવેજ ડાઉનલોડ કરી શકો છો. આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
First published:

Tags: Budget 2023, Business news, Finance Minister

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો