'હાલના તબક્કે માર્કેટમાં છે ઘણી અનિશ્ચિતતા'

બાસુ નિવેશ (Basu nivesh) નાણાંકીય સમસ્યાઓના ઉકેલ માટે ચલાવવામાં આવે છે. આ બ્લોગ તમાને તમારી નાણાંકીય સમસ્યાઓ મામલે માર્ગદર્શન આપે છે. સાથે જ બ્લોગ તમને ખોટા રોકાણ માટે જાગરૂત કરે છે.

સુનીલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે હાલમાં માર્કેટમાં ઘણી અનિશ્ચિતતા છે. સારી કંપનીઓના શેર્સ ખરીદીની લાંબાગાળે હોલ્ડ કરવાથી સમૃદ્ધી વધશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : વૈશ્વિક સ્તરે બજારોની વિપરીત સ્થિતિને કારણે દેશના બજારો ઉપર પણ ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. કદાચ આ કારણે જ સેન્સેક્સ અને નિફ્ટીએ નબળાઈની સાથે શરૂઆત કરી છે. આ માન્યતા છે, સુન્દરમ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ સુનીલ સુબ્રમનિયમની. આ અંગે તેમણે સીએનબીસી બજાર સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું.

  સુનીલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે હાલમાં માર્કેટમાં ઘણી અનિશ્ચિતતા છે. સારી કંપનીઓના શેર્સ ખરીદીની લાંબાગાળે હોલ્ડ કરવાથી સમૃદ્ધી વધશે. આવનારા સમયમાં કઈ કંપનીઓ સારી રહેશે તે અનુસાર સ્ટોક્સ પસંદ કરવાની અત્યારે આવશ્યકતા છે.

  સુનીલ સુબ્રમણ્યમના મતે સુંદરમ સિલેક્ટ ફોકસ ફંડ લાર્જ કેપ ફોકસ ફંડ છે. હાલમાં એફઆઈઆઈએસ વેચવાલી આવી રહી છે એટલે વેલ્યુએશન આકર્ષક છે. હાલના તબક્કે આઈટી, કન્ઝમ્પશન અને સર્વિસ સેક્ટરને પસંદ કરવા.આગામી દિવસોમાં યુએસનું અર્થકતંત્ર મજબૂત થશે એટલે ડોલર મજબૂત થશે.

  તેમના મતે પ્રાઈવેટ બેન્કનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. એનબીએફસીએસમાં અમે પણ અંડર વેઈટ છીએ. આવનારા સમયમાં કોર્પોરેટ બેન્કમાં ટોપ લાઈન ગ્રોથ જોવા મળશે. ઓટોની ડિમાન્ડ વધતી જ રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published: