Home /News /business /Property Document: તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ ગયા છે? આટલી સરળ રીતે પાછા મેળવી શકો; જાણો A to Z સ્ટેપ્સ

Property Document: તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ ગયા છે? આટલી સરળ રીતે પાછા મેળવી શકો; જાણો A to Z સ્ટેપ્સ

તમારે મિલકતના દસ્તાવેજ ખોવાઈ જવાની જાણ પોલીસને કરવી પડશે

Property Document: દસ્તાવેજો ગુમાવ્યા પછી તમારે તમારી તરફથી થોડા કામ જરૂર કરવા પડશે, જેથી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય.

    નવી દિલ્હીઃ મિલકત ખરીદવા અને વેચવા માટે સૌથી જરૂરી વસ્તુ તે મિલકત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં સંપૂર્ણ જાણકારી હોય છે કે, મિલકત ક્યારે ખરીદવામાં આવી સાથે જ મિલકત કેટલામાં, કોના દ્વારા અને કોને વેચવામાં આવી રહી છે, આ બધી જ બાબતો મિલકત દસ્તાવેજ પર લખાયેલી હોય છે. જો તમારી પાસે આ દસ્તાવેજ નથી તો તમે આ કામ નહિ કરી શકો.

    પરંતુ આપણે બધા જ માણસો છીએ અને માણસોની ભૂલ થવી સામાન્ય વાત છે. ઘણી વાર લોકો મિલકત દસ્તાવોજ ગુમાવી દે છે. એવામાં તેમણે શું કરવુ જોઈએ તે આજે અમે તમને જણાવીશું. દસ્તાવેજો ગુમાવ્યા પછી તમારે તમારી તરફથી થોડા કામ જરૂર કરવા પડશે, જેથી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. તેની સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે, તમે નવા દસ્તાવેજ કેવી રીતે મેળવી શકો છો.

    આ પણ વાંચોઃ સોનું ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ તરફ ભાગ્યા, તમારા શહેરની કિંમતો ચેક કરો

    FIR નોંધાવો

    સૌથી જરૂરી કામ છે કે, તમારે મિલકતના દસ્તાવેજ ખોવાઈ જવાની જાણ પોલીસને કરવી પડશે. ત્યારબાદ જો તમારી મિલકતના દસ્તાવેજનો દુરુપયોગ થાય છે તો પણ તમે સુરક્ષિત રહેશો.

    આ પણ વાંચોઃ Kaynes Technology IPO: દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ, ગ્રે માર્કેટ આપી રહ્યુ છે મોટા સંકેત

    નવા માન્ય દસ્તાવેજો બનાવો

    જો તમારી મિલકતના પેપર ખોવાઈ ગયા પછી, જો તમે બીજા પેપર બનાવો છો, તો તેના માટે તમે એક સ્ટેમ્પ પેપર પર પ્રમાણિત કરાવો. આમાં મિલકતની વિગતો, FIRની નકલ લગાવો. આ પૂરા કાગળને રજિસ્ટ્રાર પાસે જમા કરાવો. આ દસ્તાવેજ નોટરી દ્વારા નોંધાયેલ, પ્રમાણિત અને નોટરાઈઝ્ડ હોવા જોઈએ.


    નવી નકલ પ્રાપત કરો

    બધી જ વસ્તુઓ પૂરી કર્યા બાદ તમને એક પ્રોપર્ટી દસ્તાવેજની ડુપિલીકેટ નકલ મળે છે. તેના માટે FIRની નકલ, નોટરાઇઝ્ડ ચકાસણી દસ્તાવેજોને રજિસ્ટ્રાર પાસે જમા કરાવવા પડશે. બધી જ વસ્તુઓ જમા કર્યા પછી તમારે એક નક્કી ફીની ચૂકવણી કરવી પડશે અને પછી રજિસ્ટ્રાર ઓફિસમાંથી જ ડુપ્લિકેટ પેપર મળી જાય છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Document, Property

    विज्ञापन
    विज्ञापन