Home /News /business /Money Investment: SIP માં ગુડ EMI અને બેડ EMI વિષે જાણો A to Z, બચવા માટે આ રીતે કરો પ્લાનિંગ

Money Investment: SIP માં ગુડ EMI અને બેડ EMI વિષે જાણો A to Z, બચવા માટે આ રીતે કરો પ્લાનિંગ

જીવનમાં મોજ-શોખ પણ જરૂરી છે. 20-25 વર્ષ માટે જો તમે દરેક ઈચ્છાઓનો ત્યાગ કરી દયો છો તો તમારી આર્થિક ક્ષમતા વધી જશે પણ તેનો કોઈ મતલબ રહેશે નહિ.

જીવનમાં ખર્ચ અને બચત સંદર્ભે સંતુલન જાળવવું અતિ જરૂરી છે. જો તમેં સારી બચત કરતા હોવ તો તેની સામે થોડો ખર્ચ પણ કરવો જોઈએ. જીવન માણવાના અતિ મહત્વના 20-25 વર્ષ જો તમે કઈ પણ એન્જોય કરતા નથી તો તે વ્યર્થ છે.

  Money Investment: લોકો દિવસેને દિવસે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું વધારી રહ્યા છે. તેવી જ રીતે થોડા સમયથી SIP માં ઇન્વેસ્ટમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે. પણ એસઆઈપીમાં વધતું રોકાણ લક્ઝરી કાર કંપનીઓ માટે ચિંતાનો વિષય છે. મર્સીડીસ બેન્ઝ કંપનીના ભારતના સેલ્સ માર્કેટિંગ હેડ સંતોષ ઐયરનું માનવું છે કે  SIP માં વધતા રોકાણથી ભારતમાં લક્ઝરી કાર ઇન્ડસ્ટ્રીના વિકાસમાં મુશ્કેલીઓ થઇ રહી છે. એમના મત મુજબ SIP એમનું સ્પર્ધક છે. તે પોતાની ટીમને કહે છે કે જો SIP રોકાણની ચેઇનને તોડી પાડવામાં આવે તો લક્ઝરી કાર ઈન્ડસ્ટ્રીઝમાં ઝડપી વિકાસ થઇ શકે એમ છે. તેમના મતે ભારતમાં લોકો બચત પર વધુ ધ્યાન આપે છે.

  આ પણ વાંચો:RR Kabel IPO: રુપિયા તૈયાર રાખજો, આ કંપની લાવી રહી છે તગડી કમાણીનો મોકો

  લક્ઝરી કાર કંપનીઓની સામે ઘણી મુશ્કેલીઓ છે. નવી પેઢીનું મુખ્ય ફોકસ SIP પર છે. તેમજ નવી પેઢી બચત અને રોકાણ પર પણ ધ્યાન આપી રહી છે.  જાન્યુઆરી પછી નવી 15,000 કારની ઈંકવાયરી થઇ. તેની સામે 10% કારનો ઓડર પ્રાપ્ત થયો છે. ઓક્ટોબર મહિનામાં SIP પરના રોકાણમાં મોટો વધારો જોવા મળ્યો હતો, જે રૂપિયા 12,000 કરોડ થી વધીને 13,000 કરોડ થઇ ગયો છે.

  આ પણ વાંચોઃ વધુ એક અમદાવાદી કંપનીનો IPO રોકાણકારોને માલામાલ બનાવશે, આજે એલોટમેન્ટ; લાગ્યા કે નહીં ચેક કરો

  SIP માં વધતું રોકાણ


  ચાલો પહેલા એ જાણી લઈએ કે પહેલાના આંકડા શું કહે છે. ફાઇનાન્સિયલ વર્ષ 2021 માં SIP માં 96,080 કરોડનું રોકાણ થયું હતું. તેમજ ફાઇનાન્સિયલ વર્ષ 2022 માં 1,24,566 કરોડનું રોકાણ થયું હતું અને વર્ષ 2023 માં ઓક્ટોબર સુધીમાં 87,275 કરોડનું રોકણ થયું છે. જો ફાઇનાન્સિયલ વર્ષ 2023 ની વાત કરીએ તો દર મહિને 11,000 કરોડથી વધુનું રોકાણ થયું છે.

  આ પણ વાંચો:ITR ફાઈલ નથી કરતા પણ લોનની જરૂરિયાત છે તો શું કરવું? ચિંતા કરશો નહિ આ રીતે મળશે લોન

  ગુડ અને બેડ EMI


  સંતોષ ઐયરના નિવેદનથી એ સવાલ ઉભો થયો છે કે આપણે બચત કરવી જોઈએ કે આપણા શોખ પુરા કરવા જોઈએ ? એના પર પોતાનો મત રજુ કરતા કમ્પ્લીટ સર્કલના મેનેજીંગ પાર્ટનર ગુરમીત ચઢ્ઢાએ કહ્યું કે જીવનમાં બચત કરવી જરૂરી છે. તેને કહ્યું કે જીવનમાં બેડ  EMI કરતા ગુડ EMI ની સંખ્યા વધુ હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો તમે 500000 ની SIP કરો છો તો તેમાં 14% નું વળતર મળે છે.

  જીવનમાં મોજ શોખ પણ જરૂરી


  ચઢ્ઢાએ જણાવ્યું કે જીવનમાં મોજ-શોખ પણ જરૂરી છે. 20-25 વર્ષ માટે જો તમે દરેક ઈચ્છાઓનો ત્યાગ કરી દયો છો તો તમારી આર્થિક ક્ષમતા વધી જશે પણ તેનો કોઈ મતલબ રહેશે નહિ. કેમ કે જીવનને સારી રીતે માણવાની તમારી યોગ્ય જિંદગી તો પૂર્ણ થઇ ગઈ હશે. એટલે ખર્ચ અને બચતમાં સંતુલન હોવું જોઈએ.

  આ પણ વાંચોઃ Tataના આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની બલ્લે બલ્લે, રુ.10 હજારના બની ગયા રુ.13 લાખ

  બચત અને ખર્ચમાં સંતુલન જરૂરી


  ગુરમીત ચઢ્ઢાના જણાવ્યા મુજબ કોઈ પણ તેજી પાછળ પણ નાણાં ખર્ચ જરૂરી છે તેમજ આર્થિક સંતુલન માટે બચત પણ અતિ જરૂરી છે. તેના માટે બંનેનું સંતુલન રાખવું અતિ જરૂરી છે. જો તમે સારી બચત કરવા સક્ષમ હોવ તો તેના પ્રમાણમાં ખર્ચ પણ કરવો જોઈએ.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Lifestyle જીવનશૈલી, Money Investment, SIP investment

  विज्ञापन
  विज्ञापन