Home /News /business /Investing in 2023: નવા વર્ષમાં કમાણી માટે આ ચાર થીમ પર મદાર, બ્રોકરેજ હાઉસે આપી સલાહ
Investing in 2023: નવા વર્ષમાં કમાણી માટે આ ચાર થીમ પર મદાર, બ્રોકરેજ હાઉસે આપી સલાહ
વૈશ્વિક અફરાતફરી વચ્ચે ભારતીય બજાર અત્યારે તો મજબૂતીથી ઊભું છે પરંતુ આગામી વર્ષ 2023માં તમારે નુકસાનથી બચવા શું કરવું જોઈએ?
Investing in 2023: આ આખું વર્ષ રશિયા યુક્રેન યુદ્ધ અને કેન્દ્રિય બેંકો દ્વારા વ્યાજ દર વધારાના નિર્ણયની અસર માર્કેટ પર જોવા મળી હતી. તેવામાં આગામી વર્ષમાં શું કરવું અને શું નહીં? કઈ સ્ટ્રેટેજી અપનાવવાથી તમને કમાણી થઈ શકે છે. આ બ્રોકરેજ હાઉસે સમજાવી આખી ગણતરી.
મુંબઈઃ 2022નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને વૈશ્વિકથી લઈને સ્થાનિક દરેક બજારમાં રોકાણકારોએ અલગ અલગ રંગ આ વર્ષમાં જોયા છે. 2021માં આખલા પર સવાર થયેલા બજારને 2022માં રશિયા યુક્રેનનું યુદ્ધ શરું થતાં જ જાણે કે રીંછની થપાટ લાગી હોય તેમ નીચે પડ્યું હતું. વૈશ્વિક સ્તરે જિયોપોલિટિકલ અને મેક્રો ઇકોનોમિક સ્તરે અનિશ્ચિતતાની સ્થિતિ બનેલી છે. જોકે આ બધા વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત થઈને બહાર આવ્યું છે અને છેલ્લા કેટલાક દિવસમાં બજારે પોતાનો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવતા પહેલીવાર 64 હજારની સપાટી પણ પાર કરી છે. તેવામાં આગામી વર્ષમાં રોકાણ માટે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અને અને તેને લઈને તમારે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. અહીં વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકો અને ફંડ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલ આઉટલુક નોટ્સના આધારે ચાર એવી થીમ અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આગામી વર્ષે રોકાણકારો દાવ રમી શકે છે.
આ વર્ષે વૈશ્વિક માર્કેટમાં મોટા ઘટાડાની શક્યતા જોવા મળી છે પરંતુ કેટલાક એનાલિસ્ટોનું માનવું છે કે આગામી વર્ષે વધુ ખરાબ સ્થિતિ આવી શકે છે. ડચ એસેટ મેનેજમેન્ટ ફર્મ રોબેકો મુજબ આગામી વર્ષે 2023માં અમેરિકામાં મંદી આવી શકે છે. ભારતની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે નબળા પરિણામ વચ્ચે પણ ભારત પોતાને મજબૂત રાખવામાં સફળ રહ્યું છે. જોકે જે રીતે શેરબજાર ઉપર ચડી રહ્યું છે તેમાં જબરજસ્ત ઘટાડાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
આ વર્ષે માર્કેટ તેના નિચલા સ્તરેથી ખૂબ જ ઝડપથી રિકવર થયું તેનું એક જ કારણ રહ્યું, અમેરિકન ફેડરલ રિઝર્વ. ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગનના કહ્યા મુજબ આગામી વર્ષે અમેરિકા અને યુરોપમાં મંદીની પૂરી આશંકા છે. જેના કારણે ફેડરલ રિઝર્વ 2023ના શરુઆતના કેટલાક મહિના રેટ હાઈક પર બ્રેક લગાવી શકે છે. જેની અસર ભારત સહિત દુનિયાભરના બજાર પર જોવા મળશે.
ચીનની નીતિ
કોરોનાને લઈને ચીને ઝીરો કોવિડ નીતિ અપનાવી છે. જેના કારણે વૈશ્વિક સ્તરે તેની સપ્લાઈ ચેન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જેપી મોર્ગન મુજબ જો ચીન પોતાની કોવિડ પોલિસીમાં થોડી ઢિલાશ આપે છે તો માર્કેટ પર તેની પોઝિટીવ ઇફેક્ટ પડશે. ઝીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપવાથી એશિયામાં રોકડનો પ્રવાહ વધશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રિકવરી ફાસ્ટ થશે.
અમેરિકન સોવરેન બોન્ડ માર્કેટમાં ચાલી રહેલી તેજી આ વર્ષે 2022માં અટકી ગઈ છે. હવે મોર્ગન સ્ટેન્લીના એનાલિસ્ટોનું માનવું છે કે આગામી વર્ષે બોન્ડમાં ખૂબ જ સારું યીલ્ડ મળી શકે છે. કેમ કે મોંઘવારીમાં સુસ્તી અને અમેરિકામાં મંદીનાના કારણે કેન્દ્રિય બેંકનું વલણ પલટી શકે છે અને તે રેટ હાઈક પર બ્રેક લગાવી શકે છે. જેના કારણે બોન્ડ એક આકર્ષક રોકાણ બની જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર