RBI ગવર્નર શક્તિકાંત દાસે લોન EMIમાં છૂટ વિશે કરી આ વાત

પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે મોરેટોરિયમ કોને આપવું અને કોને નહીં તેનો નિર્ણય બેંકોએ લેવાનો છે.

  • Share this:
    નવી દિલ્હી : રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) કહ્યું છે કે મોરેટોરિયમ (loan moratorium) કોને આપવું છે અને કોને નહીં તે બેંકોએ નક્કી કરવાનું છે. તેમણે કહ્યુ કે KV Kamath કમિટીનો રિપોર્ટ આવ્યા પહેલા જ બેંકો નિર્ણય લઇ શકે છે. બિઝનેસ ખાતું હોય કે પછી વ્યક્તિગત ખાતું હોય, મોરેટોરિયમ કોને આપવું છે તેનો નિર્ણય બેંકો લેશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે KV Kamath સમિતિ અમુક નાણાકીય માપદંડો અંગે તેમના સૂચનો કરશે. જેમ કે ડેથ સર્વિસ કવરેજ રેશિયો કેટલો હોવો જોઈએ, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કેટલો હોવો જોઇએ. આ પ્રકારના નાણાકીય માપદંડો અંગે તેઓ ભલામણ કરશે. પંરતુ કોને કોને આનો લાભ મળવો જોઈએ તે અંગેનો નિર્ણય બેંકો આજે પણ લઈ શકે છે.

    કેવી કામથ સમિતિના રિપોર્ટમાં કેટલો સમય લાગશે?

    કેવી કામથ સમિતિના રિપોર્ટ અંગે આરબીઆઈને ગવર્નરે કહ્યું કે, "લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે સમિતિનો રિપોર્ટ આવવા માટે 30 દિવસનો સમય લાગી શકે છે. જે બાદમાં આરબીઆઈ વધુ 30 દિવસનો સમય લેશે. આ વાત બિલકુલ ખોટી છે. થોડા દિવસનો સમય લાગશે, જે બાદમાં આરબીઆઈ નોટિફિકેશન બહાર પાડી દેશે."

    આ પણ વાંચો : તેજી બાદ ઓગસ્ટમાં સોના-ચાંદીના ભાવમાં 8 હજાર સુધીનો ઘટાડો

    મોરેટોરિયમ પર વાત કરતા આરબીઆઈને ગવર્નરે કહ્યુ કે, આ એક હંગામી સમાધાન હતું. મોરેટોરિયમને બદલે કાયમી સમાધાન જરૂરી છે. મોરેટોરિયમ કોને આપવું છે તેનો નિર્ણય બેંક કરશે. વાતચીત દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે, કેવી કામથ સમિતિની ભલામણ બિઝનેસ લોન પર હશે. રિઝોલ્યૂશન ફ્રેમવર્ક રિપોર્ટ છઠ્ઠી સપ્ટેમ્બર સુધી આવી જશે. પર્સનલ લોન પર બેંક રિસ્ટ્રક્ચરિંગ કરી શકે છે.

    કોવિડ સંકટમાં જ રિઝોલ્યૂશન ફ્રેમવર્ક લાગૂ થશે. રિઝોલ્યૂશન ફ્રેમવર્ક તમામ બાબતોમાં લાગૂ નહીં થાય. સરકારે લેનારાઓને રાહત આવા માટે અનેક પગલાં લીધા છે. રિયલ એસ્ટેટ અંગે પણ સરકારે બેંન્કર્સ અને નિષ્ણાતો સાથે ચર્ચા બાદ અનેક મહત્ત્વના નિર્ણય લીધા છે. અનેક એવા બિઝનેસ જે સંકટમાં હતા તેમને રાહત આપવામં આવી છે. PSUમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે સરકાર યોગ્ય નિર્ણય લેશે. આ અંગે સરકાર કોઈ પ્રસ્તાવ આપશે તો અમે વિચાર કરીશું.
    Published by:Vinod Zankhaliya
    First published: