એકથી વધારે બૅંકોમાં ખાતા હોય તો સાવધાન! નહીં તો મોટું નુકસાન થઈ શકે

News18 Gujarati
Updated: November 7, 2019, 11:57 AM IST
એકથી વધારે બૅંકોમાં ખાતા હોય તો સાવધાન! નહીં તો મોટું નુકસાન થઈ શકે
પ્રતિકાત્મક તસવીર

સેલેરી ખાતું બચત ખાતા (Saving Account)માં ટ્રાન્સફર થતાં જ ખાતા સાથે જોડાયેલા નિયમો પણ બદલાઈ જતા હોય છે.

  • Share this:
નવી દિલ્હી : જો તમે કોઈ બૅંકમાં ખાતું (Bank Account) ધરાવો છો અને તેનો ઉપયોગ નથી કરી રહ્યા તો તમારા માટે આવું ખાતું બંધ (Bank Account Close) કરી દેવું હિતાવહ રહેશે. કારણ કે તમારા ખાતું ચાલુ  રાખવા માટે મિનિમમ બેલેન્સ (Minimum Balance)નો નિયમ પાળવો પડે છે. આવું નહીં કરવા પર બૅંક તમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જો તમે તમારું બૅંક ખાતું બંધ કરાવો છો તો તમારે તેની સાથે જોડાયેલા તમામ ડોક્યૂમેન્ટ્સને પણ ડી-લીંક કરાવવા જરૂરી છે. કારણ કે બૅંક ખાતા સાથે રોકાણ, ટ્રેડિંગ, કાર્ડ પેમેન્ટ અને વીમા સાથે ચુકવણીની લિંકો જોડાયેલી હોય છે. તો જાણીએ તમે તમારું બૅંક ખાતું કેવી રીતે બંધ કરાવી શકો છો.

>> વર્તમાન સમયમાં લોકો ઝડપથી નોકરી બદલતા હોય છે, એવામાં દરેક સંસ્થા અલગ અલગ બૅંકમાં તમારું સેલેરી ખાતું ખોલાવે છે. આ કારણે પાછળની કંપનીનું બૅંક ખાતું મોટા ભાગે નિષ્ક્રિય રહેતું હોય છે. જો કોઈ સેલેરી
ખાતામાં સતત ત્રણ મહિના સુધી પગાર જમા ન થાય તો તે આપોઆપ બચત ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

>> સેલેરી ખાતું બચત ખાતા (Saving Account)માં ટ્રાન્સફર થતાં જ ખાતા સાથે જોડાયેલા નિયમો પણ બદલાઈ જતા હોય છે. નિયમ પ્રમાણ તમારે બૅંક ખાતામાં મિનિમમ બેલેન્સ પણ રાખવું પડે છે. જો આવું નહીં કરો તો
બૅંક તમારી પાસેથી પેનલ્ટી વસૂલ કરશે. આ રકમ તમારા ખાતામાંથી કાપી લેવામાં આવે છે.

>> અનેક બૅંકોમાં ખાતું હોવાથી આવકવેરા રિટર્ન ભરતી વખતે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી તમામ બૅંક ખાતાની વિગતો આપવી પડે છે.

>> સાથે સાથે તમામ બૅંક ખાતાના સ્ટેટમેન્ટ પણ જોડવા પડે છે. નિષ્ક્રિય ખાતાઓને યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તમારે નાણાકીય નુકસાન પણ સહન કરવું પડે છે. ધારો કે તમે 4 સેવિંગ ખાતા ધરાવો છો તો તમારે
ચારેય બૅંક ખાતામાં મિનિમન 10-10 હજાર બેલેન્સ રાખવું પડશે.

>> બચત ખાતા પરત તમને 4 ટકાની આસપાસ વ્યાજ મળે છે. એ હિસાબે તમને લગભગ 1600 જેટલું વ્યાજ મળે છે. જો તમે આ તમામ ખાતાઓને બંધ કરીને આટલી રકમનું રોકાણ સારા મ્યુચ્યુઅલ ફંડમાં કરો તો તમને 10
ટકાની આસપાસ વ્યાજ મળે છે.બૅંક ખાતાને કેવી રીતે બંધ કરશો?

બૅંક ખાતું બંધ કરતી વખતે તમારે ડી-લિન્કિંગ એકાઉન્ટ ફોર્મ ભરવું પડે છે. બૅંકની બ્રાંચમાં એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ઉપલબ્ધ હોય છે.

>> આ ફોર્મમાં તમારે ખાતું બંધ કરવાનું કારણ જણાવવું પડશે. જો તમારું ખાતું જોઈન્ટ ખાતું છે તો તમામ ખાતા ધારકોની સહી જરૂરી છે.

>> સાથે સાથે તમારે બીજું ફોર્મ પણ ભરવું પડશે. આ ફોર્મમા તમારે બીજા ખાતાની વિગતો આપવી પડશે. ખાતું બંધ થયા બાદ બચેલી રકમ આ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

>> ખાતું બંધ કરાવવા માટે તમારે જાતે જ બૅંકની બ્રાંચ પર જવું પડે છે.

ખાતું બંધ કરવા માટે કેટલો ચાર્જ ચુકવવો પડે?

ખાતું ખોલવાના 14 દિવસમાં જ તેને બંધ કરવા પર બૅંક કોઈ પણ ચાર્જ વસૂલ કરતી નથી. જો તમે ખાતું ખોલાવ્યાના 14 દિવસથી એક વર્ષ સુધી બંધ કરાવો છો તો તમારે ક્લોઝર ચાર્જ ભરવો પડી શકે છે. સામાન્ય રીતે એક
વર્ષથી વધારે જૂના ખાતા બંધ કરવા માટે કોઈ ચાર્જ આપવો પડતો નથી.કયા દસ્તાવેજ આપવા પડશે?

ખાતું બંધ કરતી વખતે બૅંક તમને ક્લોઝર ફોર્મની સાથે સાથે તમને ઉપયોગમાં ન લીધેલી ચેકબુક તથા ડેબિટ કાર્ડ જમા કરવાનું કહી શકે છે.

ખાતામાં પૈસા હોય તો શું થાય?

બૅંક તમારા ખાતામાં રહેલી રકમની ચુકવણી રોકડમાં (ફક્ત 20 હજારૂ રૂપિયા સુધી) કરી શકે છે. તમે આ રકમને તમારા બીજા ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકો છો.

આટલી વાતનું ધ્યાન રાખશો

જો તમારા બૅંક ખાતામાં વધારે રકમ જમા હોય તો ક્લોઝર પ્રોસેસ શરૂ કરતા પહેલા તેને બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દો. એકાઉન્ટનું અંતિમ સ્ટેટમેન્ટ તમારી પાસે રાખો, જેમાં ખાતું બંધ થયાનો ઉલ્લેખ હોય.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading