PPF એકાઉન્ટ મેચ્યોર થયા બાદ તમારી પાસે શું વિકલ્પ છે? જાણો શું-શું કરી શકો છો તમે

PPF એકાઉન્ટ મેચ્યોર થયા બાદ તમારી પાસે શું વિકલ્પ છે? જાણો શું-શું કરી શકો છો તમે
પ્રતિકાત્મક તસવીર

15 વર્ષ બાદ PPF ખાતુ મેચ્યોર થયા બાદ તે ખાતાનું શું કરવું? તે માટે અહીં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો.

  • Share this:
નવી દિલ્હીઃ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ને સુરક્ષિત રોકાણ (Secure investment) માટેનો વિકલ્પ માનવામાં આવે છે. લાંબાગાળાનું રોકાણ કરવા માટે PPF શ્રેષ્ઠ વિકલ્પ છે અને તેમાં ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. દર મહિને રોકાણ કરીને તમે લાંબાગાળે મોટી રકમ મેળવવા માંગો છો, તો તમે PPFમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ વાર્ષિક 7.1% વ્યાજનો લાભ મળે છે. PPF ખાતુ 15 વર્ષે મેચ્યોર થાય છે, મેચ્યોર થયા બાદ તમારી પાસે 3 ઓપ્શન રહે છે.

PPF જેટલી જલ્દી શરૂ કરવામાં આવે તેટલો વધુ ફાયદો મળે છે


PPFમાં રોકાણ, તેના પર મળતુ વ્યાજ અને મેચ્યોરિટીનો સમયગાળો પૂર્ણ થવા પર જે રકમ મળે છે તે ટેક્સ ફ્રી ગણાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેટલો જલ્દી શરૂ કરવામાં આવે તેટલો વધુ ફાયદો મળે છે. 15 વર્ષ બાદ PPF ખાતુ મેચ્યોર થયા બાદ તે ખાતાનું શું કરવું? તે માટે અહીં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો.

પહેલો ઓપ્શન- એકાઉન્ટ બંધ કરો અને રકમ મેળવી લો
PPF એકાઉન્ટ મેચ્યોર થયા બાદ પૂરેપૂરી રકમનો ઉપાડ કરીને એકાઉન્ટ બંધ કરાવી શકો છો. જે પણ રકમ તમને મળે છે તે ટેક્સ ફ્રી રહેશે. આ રકમને તમે તમારા બેન્ક ખાતામાં જમા કરાવી શકો છો. તે માટે તમારે બેન્કને અથવા પોસ્ટ ઓફિસને એક ફોર્મ ભરીને આપવાનું રહેશે.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

બીજો ઓપ્શન- નવા PPF રોકાણ સાથે 5 વર્ષની અવધિ વધારો
PPF એકાઉન્ટ મેચ્યોર થયા બાદ જો તમે ઈચ્છો તો તમે ખાતુ ચાલુ રખાવી શકો છો. તમે આ એકાઉન્ટની અવધિ 5 વર્ષ સુધી વધારી શકો છો. આ માટે તમે થોડી રકમ જમા કરાવીને રોકાણ કરી શકો છો. PPF એકાઉન્ટની અવધિ વધારવા માટે મેચ્યોરિટીના એક વર્ષ પહેલા ફોર્મ જમા કરાવવાનું રહે છે. આ 5 વર્ષ દરમિયાન જરૂર ઊભી થવા પર તમે આ રકમ મેળવી શકો છો.



ત્રીજો ઓપ્શન- એકાઉન્ટની અવધિ વધારો, રોકાણ નહીં
PPF એકાઉન્ટ મેચ્યોર થયા બાદ ડિએક્ટિવેટ થતું નથી, આ એકાઉન્ટ એક્ટિવ રહે છે અને પેનલ્ટી લેવામાં આવતી નથી. જો તમે આ રકમ ઉપાડવા નથી માંગતા અને રોકાણ પણ નથી કરવા માંગતા, તો તમે આ ખાતાની અવધિ 5 વર્ષ સુધી વધારી શકો છો. આ માટે તમારે રોકાણ કરવાની જરૂર નથી અને કોઈ પેપરવર્કની પણ જરૂરિયાત નથી. પાંચ વર્ષ સુધી તે રકમ પર તમને વ્યાજ મળતુ રહેશે.
Published by:News18 Gujarati
First published:May 06, 2021, 19:25 pm

ટૉપ ન્યૂઝ