Home /News /business /આજકાલ ઈન્સ્ટન્ટ કરોડપતિ બનવાના સપના જોતા રોકાણકારોની ફેવરિટ ક્રિપ્ટો કરન્સીથી કેમ દૂર રહેતા હતા ઝુનઝુનવાલા
આજકાલ ઈન્સ્ટન્ટ કરોડપતિ બનવાના સપના જોતા રોકાણકારોની ફેવરિટ ક્રિપ્ટો કરન્સીથી કેમ દૂર રહેતા હતા ઝુનઝુનવાલા
રાકેશ ઝુનઝુનવાલા ફાઇલ તસવીર
Amazing Fact about jhunjhunwala: CNBC TV-18ને આપેલા એક ઇન્ટર્વ્યુમાં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે દુનિયાભરના બજારમાં શેરના ભાવ અને તેમની દિશા-દશા કંપનીના કેશફ્લો અને કમાણી પર નિર્ભર કરે છે. પરંતુ ક્રિપ્ટોમાં તેવું નથી, આ ગમે ત્યારે ધડામ કરતી નીચે પડશે.
મુંબઈઃ શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટના રોજ સવારે મુંબઈમાં નિધન થયું. તેમની રોકાણ પેટર્ન અમેરિકાના જાણીતા રોકાણકાર વૉરેન બફેટ જેવી જ રહી છે. આ કારણે જે તેમને ભારતના વૉરન બફેટ કહેવામાં આવતા હતા. આ સમાનતા ફક્ત રોકાણ પેટર્ન પૂરતી જ સિમિત નથી ક્રિપ્ટો કરન્સીથી લઈને આધુનિક યુગના સ્ટાર્ટઅપ મામલે પણ ઝુનઝુનવાલા અને બફેટના વિચારો એકબીજા સાથે ખૂબ મળે છે. રોકણની દ્રષ્ટીએ બિગ બુલ ક્રિપ્ટોકરન્સી અને સ્ટાર્ટઅપથી એક અંતર બનાવી રાખવાના પક્ષમાં હતા. આવો જાણીએ તેની પાછળનું કારણ શું હતું?
વોરન બફેટની જેમ ઝુનઝુનવાલા પણ કંપનીઓના પોઝિટિવ કેશ ફ્લો પર ખૂબ મહત્વ આપતા હતા. આ વર્ષે જ સીએનબીસી ટીવી-18ને આપેલા એક ઇન્ટર્વ્યુમાં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે દુનિયાભરના બજારોમાં શેરના ભાવ તેની દશા અને દિશા કંપનીઓના કેશ ફ્લો અને કમાણી પર નિર્ભર કરે છે. એક ઇન્ટર્વ્યુમાં રાકેશે કહ્યું હતું કે વેલ્યુએશન પર બહુ વધારે ફોકસ ન કરતા કોઈ કંપનીની કારોબારી શક્યતાઓ તેની કાર્યક્ષમતા, તેનું કોર્પોરેટ ગવર્નન્સ, તેની ટેક્નિકલ કુશળતાઓ, તેમજ સમસ્યાઓ અને નવા ફેરફારો સામે ઉભા રહેવાની તેની ક્ષમતા પર નિર્ભર કરે છે. આ એક એવી દોડ છે જેમાં ધીમી પરંતુ લાંબી અને મજબૂત ચાલ ચાલતા કાચબા જ જીતે છે.
સ્ટાર્ટ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપે પોતાના બિઝનેસ મોડેલ પર વધુ ધ્યાન આપવું જોઈએ. મજબૂત બિઝનેસ મોડેલથી જ કેશ ફ્લો આવે છે. કંપનીઓએ વેલ્યુએશન વધારીને 2 અબજ ડોલર, 3 અબજ ડોલર કરવાની જગ્યાએ પોતાના બિઝનેસ મોડેલને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. પોતાના આ તર્કો સાથે જ રાકેશ ઝુનઝુનવાલા નવા જમાનાની ભારે રોકાણ માગી લેતી સ્ટાર્ટઅપ કંપનીઓથી દૂર રહેતા હતા.
લગભગ 32000 હજાર કરોડના રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં નવા જમાનાની સ્ટાર્ટઅપ કંપનીઓની ભાગીદારી ખૂબ જ ઓછી છે. રાકેશ ઝુનઝુનવાલા ઝોમેટો, પોલિસી બજાર, નાયકા જેવા મલ્ટીમિલિયન ડોલર આઈપીઓથી દૂર રહ્યા હતા. જોકે વ્યક્તિગત રીતે તેઓ ભારતના ડિજિટલીકરણ અભિયાનને લઈને ખૂબ જ બુલિશ હતા.
ઝુનઝુનવાલાએ સ્ટાર્ટઅપ પર વાત કરતા એકવાર કહ્યું હતું કે સ્ટાર્ટઅપમાં ભાગ નથી લેવા મગાતો. તેનું હેંગઓવર ફક્ત 2 દિવસ સુધી જ રહેશે. સીએનબીસી ટીવી-18ને ગત સપ્તાહે આપેલા તેમના એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે પહેલાથી જ મલ્ટી ઈયર લો પર ચાલી રહેલા નવા જમાનાનાના સ્ટાર્ટઅપમાં હજુ વધુ ઘટાડો જોવા મળી શકે છે.
ઝુનઝુનવાલા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણને લઈને હંમેશા બિયરિશ રહ્યા છે. તેમનું કહેવું હતું કે ક્રિપ્ટોકરંસીમાં દરરોજ થતા ભારે ઉતાર ચઢાવ તેમને પસંદ નથી. જો બિટકોઈન મને 5 ડોલરમાં મળે તો પણ હું તેમાં રોકાણ કરું નહીં. આ ઇન્ટર્વ્યુમાં તેમણે કહ્યું કે દુનિયામાં ફક્ત સંપ્રભુત્વ ધરાવતા દેશે જ કરન્સી પ્રિન્ટ કરવાનો અધિકાર ધરાવે છે. આ રીતે તો કાલે કોઈપણ 5 લાખ બિટોઈન બનાવી લે તો થોડું ચાલે. આ એક એવી કરન્સી છે જેમાં કોઈ દિવસ 5 ટકા તો બીજા દિવસે 10 ટકાનો ઉતાર ચઢાવ જોવ મળે છે. મને તેમાં કોઈ વિશ્વાસ નથી. જો ડોલર એક દિવસમાં 1 ટકા ઉપર જાય છે તો એ સમાચાર બની જાય છે. જ્યારે બિટકોઈનમાં દરરોજ 10-15 ટકાનો ઉતાર ચઢાવ આવે છે તો તે કોઈ સમાચાર નથી. મારું માનવું છે આ ફક્ત એક સટ્ટાબજારી છે. હું આમાં કોઈ રુપિયા લગાવી શકું નહીં. એક વધુ ઇન્ટર્વ્યુમાં તેમણે કહ્યું હતું કે ઈક્વિટી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા લોકોનો વર્ગ અલગ અલગ છે. એક દિવસ ક્રિપ્ટો કરન્સી ધડામ કરતી નીચે પડશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર