Home /News /business /

Mutual fund : જાણો બજારમાં સતત થતા વધારા-ઘટાડા વચ્ચે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ શું કરવું

Mutual fund : જાણો બજારમાં સતત થતા વધારા-ઘટાડા વચ્ચે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ શું કરવું

મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો (Mutual fund investors) એ આ સમય દરમિયાન તેમના રોકાણના મૂલ્યમાં 10%થી વધુનો ઘટાડો થતો જોયો છે. ટૂંકાગાળાના રોકાણોમાં આ નુક્શાન વધુ પણ હોઈ શકે છે. જો કે રોકાણકરોએ એ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બીયર અને બુલ સાયકલ તદ્દન અસ્થિરતાથી ભરેલા છે.

વધુ જુઓ ...
  છેલ્લા કેટલાય સમયથી શેરબજાર (stock market)માં જે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને હાલ રોકાણકારો ચિંતિત છે. આ ઘટાડા પાછળ કેટલાક મુખ્ય કારણોને જવાબદાર ગણી શકાય છે, જેમાં મોંધવારી, ફુગાવો, વ્યાજદરમાં વધારો, રૂપિયાની કિંમતમાં આવતો ઘટાડો, જીડીપી કોન્ટ્રેક્શન, વિદેશી રોકાણકારોની લિક્લિડીટી અને રશિયા- યુક્રેનનુ યુધ્ધ સામેલ છે. આ તમામ પરિસ્થિતીઓને કારણે રોકાણકારો હાલ હેરાન છે.

  મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો (Mutual fund investors) એ આ સમય દરમિયાન તેમના રોકાણના મૂલ્યમાં 10%થી વધુનો ઘટાડો થતો જોયો છે. ટૂંકાગાળાના રોકાણોમાં આ નુક્શાન વધુ પણ હોઈ શકે છે. જો કે રોકાણકરોએ એ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બુલ સાયકલ તદ્દન અસ્થિરતાથી ભરેલા છે. જો મૂળભૂત બાબતો અને સ્વસ્થ નાણાકીય વર્તણૂકને સારી રીતે નેવિગેટ કરવામાં આવે તો આ તબક્કાઓ રોકાણકારોને મદદ કરી શકે છે.

  જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો રોકાણ તો આ બાબતો જાણવી છે જરૂરી

  બજારમાં પ્રવર્તતી અસ્થિરતાને સમજો


  શેરબજારોમાં વોલેટિલિટી એટલે કે અસ્થિરતાનુ નિર્માણ થાય તે એક સામાન્ય બાબત છે. ક્યારેક આ અસ્થિરતાનુ જોખમ મધ્યમ હોય છે તો ક્યારેક તે ઘણું વધારે હોય છે. જ્યારે વોલેટિલિટી ડાઉનવર્ડ પૂર્વગ્રહની પેટર્નને અનુસરે છે, ત્યારે તે કરેક્શન છે. જો કે, કોઈપણ સમયે 2-5% કરેક્શન સામાન્ય છે. કોઈપણ રોકાણ સ્ટ્રેટેજી આમાં મુખ્ય પરિબળ હોવી જોઈએ. જ્યારે તે 10% કરતા વધી જાય, ત્યારે વ્યક્તિ પરિસ્થિતિનો મહત્તમ ઉપયોગ કરવા માટે યુક્તિઓ પર વિચાર કરવાનું વિચારી શકે છે. ડીપ કરેક્શન પછી મજબૂત બાઉન્સ-બેક જોવા મળે છે. 2000 માં ડોટ કોમના બસ્ટ પછી મજબૂત રેલી, 2009માં લેહમેન કટોકટી પછી નોંધપાત્ર બાઉન્સ-બેક, મિડ- અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં સુસ્તી પછી 2017-18 દરમિયાન બદલાવ અને કોવિડ- પછી નવીનતમ બુલ રેલીમાં ટર્ન અરાઉન્ડ જોવા મળ્યું છે. કોવિડ 19ને કારણે છેલ્લા 2 વર્ષ દરમ્યાન ઘણા ફેરફારો જોવા મળ્યા છે. જો કે આ સમય દરમિયાન જે રોકાણકારોએ ગભરાઈને રોકાણ કરવાનુ બંધ ન કર્યુ અને પોતાનુ રોકાણ યથાવત તે વધુ સમૃધ્ધ બન્યા છે. ઓછા વેલ્યુએશન પર ખરીદી કરવા માટે જે રોકાણકારોએ જોખમ ઉઠાવ્યો હતા તે આજે વેલ્ધી બન્યા છે.

  તમારે ઈક્વિટીમાં રોકાણ કરવુ જોઈએ કે કેમ?


  સ્ટોક્સ સૌથી જોખમી એસેટ ક્લાસમાંનો એક છે, જો કે લાંબાગાળે આ ખૂબ જ ફાયદાકારક પણ બની રહે છે. સામાન્ય રીતે ઇક્વિટીમાં રોકાણ કરેલી રકમને ઓછામાં ઓછા 3થી 5 વર્ષ સુધી એમ જ રાખવાની હોય છે. આ સાથે જ ધ્યાનમાં રાખવું કે ઇક્વિટી એક્સપોઝર તમારી રિસ્ક એપેટાઈટ અને ઉંમર પર આધારિત હોવું જોઈએ. રોકાણ એ એક પરપેચ્યુઅલ પ્રોસેસ છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે બજારમાં વધુ સમય પસાર કરો છો. રોકાણ અટકાવવું અથવા રોકાણ બંધ કરવું કોઇ પણ પરિસ્થિતી સામે લડવા માટેનો ઉકેલ ન હોઈ શકે. રોકાણકારોએ ઇક્વિટીમાં પ્રવાહનું વ્યૂહાત્મક રીતે સંચાલન કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે 40 વર્ષની વય સુધીના રોકાણકારો તેમના કુલ પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 70% ઇક્વિટી રાખી શકે છે; 40-55 ની વચ્ચેના લોકો રિસ્ક પ્રોફાઇલના આધારે 30-60%ની ઓછી ઇક્વિટી ફાળવણીને ધ્યાનમાં લઈ શકે છે. 55થી વધુ વયના લોકો નિવૃત્તિની નજીક આવતાની સાથે ઓછી ફાળવણી પર ભારપૂર્વક વિચાર કરી શકે છે.

  SIP કરવાનું ન કરો બંધ


  સિસ્ટમેટિક રૂટમાં કરવામાં આવતા રોકાણોને જાળવી રાખવાની સલાહ મોટા પ્રમાણમાં આપવામાં આવતી હોય છે. ઓછા ભાવે એકત્ર કરવામાં આવેલી એકમો લાંબાગાળે સંપત્તિ બનાવવા મદદ કરે છે. SIP એ તમારા લાંબા ગાળાના ધ્યેયોને પરિપૂર્ણ કરવા માટે સિસ્ટમેટિક આદત જેવું છે. જો સારી ટેવો બંધ કરવામાં આવે, તો તેને ફરીથી શરૂ કરવી ઘણી વાર મુશ્કેલ હોય છે, જેના પરિણામે લાંબાગાળાના સ્પાઈરલને નુકસાન થાય છે.

  પૈસાની જરૂર ન હોય તો રિડીમ કરશો નહીં


  જ્યાં સુધી તમને પૈસાની કે ફંડની જરૂર ન હોય અથવા તમારા દ્વારા નક્કી કરવામાં આવેલુ નિશ્ચિત નાણાંકીય ધ્યેય તમને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તમારે તમારા રોકાણને રિડીમ કરવાથી બચવું જોઈએ. સામાન્ય માર્કેટ ક્રેકીંગ (market cracking) બજારમાંથી તમારા રીડેમ્પશનનું કારણ ન હોવું જોઈએ. બને ત્યાં સુધી લાંબા સમય માટે ઈન્વેસ્ટેડ રહો. જો તમે તમારા નક્કી કરેલા ગોલ સુધી એક વર્ષમાં પહોંચી રહ્યાં હોવ અને તે જ સમયે તમારે ફંડની જરૂરીયાત ઉભી થાય છે તો તમારે આખુ ફંડ રિડીમ કરવાને બદલે પાર્શિયલ રિડીમ્શન માટે જવું જોઈએ.

  આ પણ વાંચો -ચીન છોડીને ભારત આવવાની તૈયારીમાં એપલ, નિર્માણ અને વેપારની સંભાવનાઓ પર વિચાર

  વધારાની ખરીદી કરો


  કરંટ માર્કેટ પરિસ્થિતીમાં એડિશનલ પર્ચેસ દ્વારા તમે તમારા વર્તમાન રોકાણોમાં સરળતાથી વધારો કરી શકો છો. જો તમારી પાસે સરપ્લસ કેશ બેલેન્સ હોય તો આ પ્રકારની વધારાની ખરીદીઓ દ્વારા રોકાણ કરવા માટેનો પ્રયત્ન તમે કરી શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તમને કોસ્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટને સરેરાશ કરવામાં મદદ કરશે સાથે જ તમને વધારાના લાભ અપાવવામાં પણ ઉપયોગી સાબિત થશે.

  સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનનો કરો ઉપયોગ


  એસટીપી (STP) રોકાણની એક અસરકારક રીત છે. તમે ઇક્વિટીમાં રોકાણ કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરવા અંગેનો વિચાર કરી શકો છો. અહીં જો ઇક્વિટીમાં તમારું રોકાણ અટકી ગયું હોય તો પણ તમે પરિસ્થિતિને સારી રીતે નેવિગેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમારું કેશ લિક્વિડ ફંડમાં રોકવું છે તો લો રિસ્ક સ્કિમમાંથી ઈક્વિટીને ધીરે ધીરે ટ્રાન્સફર કરવાથી તમે સિસ્ટમેટિકલી વેલ્થ ક્રેટ કરી શકો છો.

  બેલેન્સ્ડ ઈનવેસ્ટમેન્ટ અપ્રોચ


  કોઈપણ વ્યક્તિ ઈક્વિટી અને ડેટના એક્સપોઝર સાથે તેમના પોર્ટફોલિયોને બેલેન્સ કરવો વિચાર કરી શકે છે. હાઇબ્રિડ ફંડ્સ અને ડાયનેમિક એસેટ ફંડ્સ આવુ કરવા માટે યોગ્ય ગણાશે. આ સ્ટ્રેટેજી એ બાબત સુનિશ્ચિત કરે છે કે તમારું રિસ્ક એક્સપોઝર મર્યાદિત છે અને તમને કેટલાક એસેટ ક્લાસમાં ડાયવર્સીફિકેશન કરીને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન મેળવી શકાય છે.

  આ પણ વાંચો -UPI payments: હવે ઇન્ટરનેટ વગર પણ થઇ શકે છે UPI પેમેન્ટ, જાણો આ ટ્રીક

  એકસાથે મોટી રકમનુ રોકાણ કરવાથી બચો


  આપણાંમાંથી મોટાભાગના રોકાણકરો પાસે એક્સ્ટ્રા ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે સરપ્લસ કેશ હાજર હોઈ શક છે. જો કે કોઈપણ રોકાણકારોએ એકસાથે ખૂબ મોટા પ્રમાણમાં રકમનુ રોકામ કરવાથી બચવું જોઈએ. કોઈ એક વખતમાં મોટી રકમનુ રોકાણ કરવાને બદલે તમે તેને નાના નાના રોકાણોમાં વિભાજીત કરી શકો છો. આવુ કરવાથી સમયની સાથે તમારા રોકાણોનો પણ વિસ્તાર વધશે.

  અસ્થિરતાનો કરો ઉપયોગ


  બજારમાં પ્રવર્તતી અસ્થિરતા જોખમ તો વધારે જ છે સાથે જ તે સંપત્તિ બનાવવાની તક પણ આપે છે. રોકાણકારોએ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્થિર બજારમાં સંપતિનુ નિર્માણ થઈ શકતું નથી. બજારમાં આવતી ઉઠા પટક દરમ્યાન જ સંપતિ બનાવવાનો શ્રેષ્ઠ સમય હોય છે, આ દરમ્યાન આ અસિથરતાને જોઈને દૂર જવાને બદલે રોકાણકારોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારની વ્યૂહાત્મક રોકાણનીતિથી તમે વેલ્થ ક્રિએશન કરી શકશો.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Indian Stock Market, Share market, SIP, SIP investment

  આગામી સમાચાર