તેજીમાં પણ 'મહારથી' સ્ટોકમાં રોકાણ કરવાનો Warren Buffettનો વિચાર યોગ્ય ગણાય? Portfolioને શું અસર થઈ શકે?

શેર બજારમાં રોકાણ (પ્રતીકાત્મક તસવીર)

Investment Mantra: વોરેન બફેટ હંમેશાં સંભવિત રોકાણોનું મૂલ્યાંકન કરતી વખતે કંપનીની Moat પર નજર નાંખે છે. સામાન્ય શબ્દોમાં Moat એટલે એવો સ્પર્ધાત્મક લાભ, જેની નકલ કરવી અથવા અનુકરણ કરવું મુશ્કેલ છે.

  • Share this:
મુંબઈ: વોરેન બફેટ (Warren Buffett)ને વિશ્વના શ્રેષ્ઠ રોકાણકાર (Investor) માનવામાં આવે છે. તેમણે રોકાણકારોને સફળતાના અનેક મંત્ર આપ્યા છે. વોરેન બફેટ હંમેશાં સંભવિત રોકાણોનું મૂલ્યાંકન કરતી વખતે કંપનીની Moat પર નજર નાંખે છે. સામાન્ય શબ્દોમાં Moat એટલે એવો સ્પર્ધાત્મક લાભ, જેની નકલ કરવી અથવા અનુકરણ કરવું મુશ્કેલ છે. જેનાથી અન્ય કંપનીઓની સ્પર્ધામાં અવરોધ ઊભો થાય છે. સામાન્ય આર્થિક Moatમાં પેટન્ટ, બ્રાન્ડ, ટેકનોલોજી, ખરીદીની શક્તિ અને ઓપરેશનલ કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે. એકંદરે આવી કંપનીઓની ઓળખ અલગ હોય છે અને તેમની સામે સ્પર્ધાનું પ્રમાણ નીચું હોય છે.

બફેટ કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલા આ બધી બાબતોનું ધ્યાન રાખે છે. આવી કંપનીઓનું ભવિષ્ય ખૂબ ઊજળું ગણવામાં આવે છે. જેથી ઘણી વખત રોકાણકારો આ કંપનીઓમાં આંખ બંધ કરીને રોકાણ કરી દે છે. પરંતુ શું આવું કરવું હિતાવહ છે? ના. આવા એકમોમાં પણ રોકાણ કરતા પહેલા અનેક બાબત તપાસવી જરૂરી છે. આજના સમયમાં માર્કેટમાં બે જ પ્રકારના કરેકશન થાય છે. એક કરેક્શન સમયનું અને બીજું કરેક્શન કિંમતનું હોય છે.

કિંમતનું કરેક્શન એટલે શું? (Price correction)

શેર્સમાં કિંમતનું કરેક્શન થાય છે. ટોચની સપાટીએ પહોંચેલો શેર નીચે આવે તેને કરેક્શન કહેવાય છે. જોકે, Moat પ્રકારના બિઝનેસમાં પૈસા રોકવાથી કે શેર્સ ખરીદવાથી કિંમતમાં કરેક્શનની શક્યતા ઓછી રહે છે. પરિણામે તમારી મૂડી સુરક્ષિત રહે છે. આવું થવા પાછળનું કારણ એ છે કે, આ બિઝનેસ તેમના સેગમેન્ટ્સમાં ટોચના આગેવાનો તરીકે ઉભરી આવ્યા છે, તેમના ઉત્પાદનો વધુ રોકડ ઉત્પન્ન કરે છે. તેને કેશ કાઉઝ (કામધેનુ) તરીકે પણ ઓળખવામાં આવે છે. સતત પૈસા રળતા બિઝનેસ એકંદરે Moat પ્રકારના હોય છે. પરંતુ દરેક Moat બિઝનેસ પૈસા રળતા નથી. આપણી સામે તેનું ઉત્તમ ઉદાહરણ ઝોમેટોનું છે.

ધમધમતા બજારો Moat બિઝનેસને પાછળ છોડશે નહીં. જેના કારણે અસામાન્ય ભાવ વધારો અને પ્રાઈઝ ટુ અર્નિંગ (P/E)માં વધારો થશે. જેથી Moat હોય અને તેજીમાં યોગ્ય કિંમતે ઉપલબ્ધ હોય તેવો બિઝનેસ શોધવો લગભગ અશક્ય છે. આવી સ્થિતિમાં બુલ માર્કેટમાં Moat બિઝનેસમાં પૈસા રોકવાનું ટાળવું જોઈએ. કારણ કે શેરના ભાવ ખૂબ જ ઊંચા સ્તરે હોય છે. છતાં પણ જો તમે ખરીદી કરો તો કિંમતના કરેક્શનનો ભોગ બની શકો છો.

સમયનું કરેક્શન (Time correction)

લાંબાગાળે પ્રાઈઝમાં કોઈ હલચન ન થાય, ભાવ ન વધે અને ઘટે પણ નહીં તો ટાઈમ કરેક્શન થવા લાગે છે. ઘણી વખત આવું વૃદ્ધિના અભાવના કારણે થાય છે. જો તમે જ્યાં પૈસા રોક્યા છે, તે Moat બિઝનેસ પોતાના વિકાસમાં રોકાણ ન કરતો હોય અથવા તો ટાઈમ કરેક્શન તમારા વળતર પર અસર કરશે.

આ પ્રકારના બિઝનેસ સતત વૃદ્ધિ પામે છે, સેલ્સમાં વધારો કરે છે અને બજારનો મોટો ભાગ કબજે કરે છે. પરંતુ એક સમયે આવા બિઝનેસની વૃદ્ધિ પણ સ્થિર થઈ જાય છે. સેલ્સ અને કમાણી ઊંચી હોવાથી વૃદ્ધિ માટે જગ્યા બચતી નથી.

આ પણ વાંચો: શું 150ccથી વધુની ક્ષમતાનું બાઈક ચલાવવા પર વીમા કંપની તમારો દાવો રદ કરી શકે? 

ઇન્ફોસીસના ઉદાહરણથી સમજો

આ વાતને સરળતાથી સમજવા ઈન્ફોસીસનું ઉદાહરણ લઈએ. કંપની 2000ના દાયકાની શરૂઆતમાં કામધેનુ સમાન હતી. તેણે લગભગ 100 P/E પર વેપાર શરૂ કર્યો હતો. તેથી પાંચ વર્ષમાં શેરનો ભાવ એટલો આગળ વધ્યો નહીં. વધતી જતી મોંઘવારીના સમયમાં સ્ટોક સારું પ્રદર્શન ન કરે તો રોકાણકારની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું હોવાનું કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, કેશ કાઉઝ કહેવાતી કંપનીઓ રિટેલ રોકાણકારો માટે નહીં, પ્રમોટરો માટે નફાકારક બને છે. રોકાણકાર તરીકે આપણે તે કંપનીના સ્ટોકનો ભાવ સતત ઊંચો જાય તેવું ઈચ્છીયે છીએ, પણ આવી કંપનીઓ અગાઉથી જ સારું રિટર્ન આપી ચૂકી હોય છે.

આ પણ વાંચો: મહિલાઓ માટે બિઝનેસ આઇડિયા: આ બિઝનેસથી કરી શકો છો અઢળક કમાણી, સરકાર પણ કરશે મદદ

કોઈ એક જગ્યાએ અટકી ન જવાય તે માટે કંપનીએ વૃદ્ધિ લાવવી પડશે. બિઝનેસ એવન્યુને વિસ્તૃત કરવા પડશે અને રોકડ પ્રવાહના અન્ય પ્રવાહો ઉત્પન્ન કરવા પડશે. ટૂંકમાં એમ કહી શકાય કે, જો કંપની ધંધાકીય વિકાસ કરી રહી હોય તો તે મૂડી બનાવવા માટે યોગ્ય છે, જો આવું ન હોય તો તેનાથી માત્ર તમારા પોર્ટફોલિયોનું રક્ષણ થઈ રહ્યું છે. (KOUSHIK MOHAN, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published: