સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય! હવે સરળતાથી મળશે ફર્ટિલાઈઝર યૂરિયા

સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય! હવે સરળતાથી મળશે ફર્ટિલાઈઝર યૂરિયા
નવી યૂરિયા પોલિસી લાગૂ થવાથી ખર્ચના આધાર પર સબસિડી મળશે અને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે

નવી યૂરિયા પોલિસી લાગૂ થવાથી ખર્ચના આધાર પર સબસિડી મળશે અને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અદ્યક્ષતામાં સોમવારે થયેલી મંત્રીમંડળની આર્થિક મામલાઓની સમિતીની બેઠકમાં ઉર્વરક વિભાગની નવી યૂરિયા નીતિ-2015ની અવધીને એક એપ્રિલ, 2019થી અલગ આદેશ સુધી વિસ્તારથી આપવાની મંજૂરી આપી. આ નિર્ણયથી ખેડૂતોને સરળતાથી યૂરિયાની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે છે. આવો જાણો અને શું-શું ફાયદો મળી શકે છે.

  ફોર્મ્યૂલામાં ફેરફાર - આ પોલિસી બાદ યૂરિયા કંપનીઓને સબસિડી આપવાની ફોર્મ્યૂલામાં ફેરફાર કરવામાં આવ્યો છે. યૂરિયા કંપનીઓને ખર્ચના આધાર પર સબસિડી આપવાને મંજૂરી આપી દેવામાં આવી છે. આના કારણે યૂરિયા સેક્ટરમાં રોકાણ વધારવામાં મદદ મળવાની આશા છે. નવી યૂરિયા પોલિસી લાગૂ થવાથી ખર્ચના આધાર પર સબસિડી મળશે અને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. સાથે જ ઈમ્પોર્ટેડ પ્રાઈસની ચિંતા ઓછી તશે.  ઘરેલુ ઉત્પાદન વધશે - ખેડૂતો માટે યૂરિયાની 50 કિલો બેગના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. નીમ લેપિત યૂરિયા માટે ખેડૂતોને પ્રતિ બેગ 14 રૂપિયા વધારાની રાશીની ચૂકવણી કરવી પડશે.

  સબસિડીની બચત - આ નીતિથી ફર્જા ખપતના નવા નિયમો પર અમલ કરવા અને આયાતની જગ્યા પર બીજા વિકલ્પ અપનાવવાથી અગામી 4 વર્ષ દરમ્યાન પ્રત્યક્ષ રૂપથી 2618 કરોડ અને અપ્રત્યક્ષરૂપથી 2211 કરોડની સબસિડીની બચત થશે. કુલ મિલાવીને 4829 કરોડની સબસિડીની બચત થશે.

  દર કાયમ - કેન્દ્ર સરકારે કોમ્પલેક્સ ખાદ્ય ડાઈઅમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) તથા મ્યૂરેટ આપ પોટાશ (એમઓપી) માટે સબસિડીના દરને કાયમ રાખ્યું છે. ડીએપી માટે સબસિડીના દર 12350 રૂપિયા અને એમઓપી માટે 9300 રૂપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવી છે.
  Published by:News18 Gujarati
  First published:April 16, 2019, 15:53 pm

  ટૉપ ન્યૂઝ