UPIનું પૂરું નામ યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવાયેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે, જે RBI દ્વારા રેગ્યુલેટ થાય છે. UPI એ IMPS ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે, જે તમને એક બેંકથી બીજી બેન્કના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં મદદરૂપ થાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો UPI એક એવી સિસ્ટમ છે, જે એક કરતા વધુ બેન્ક એકાઉન્ટને એક જ મોબાઈલ એપ્લિકેશનમાં મર્જ કરી શકે છે. જેમાં ઘણા બધા બેન્કિંગ ફીચર્સ, સિમલેસ ફંડ રાઉટીંગ અને મર્ચન્ટ પેમેન્ટ એક જ મોબાઈલ એપ દ્વારા કરી શકાય છે. સાથે જ તેમાં 'પીઅર ટુ પીઅર' રિકવેસ્ટ દ્વારા પેમેન્ટ શિડ્યુઅલ કરીને ચુકવણી પણ કરી શકાય છે.
UPI એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા યુઝર 24*7 એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, UPI એ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે. અહીં અમે તમને UPI વિશે 5 બાબતો જણાવી છે, જે તમારે જાણવી જોઈએ.
1. શું UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે ગ્રાહક પાસે બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ?