Home /News /business /RBI એ આપી જાણકારી, જલ્દીથી પતાવો આ બેંકિંગ કામ નહિ તો અટકી જશે ખાતાના તમામ વ્યવહાર
RBI એ આપી જાણકારી, જલ્દીથી પતાવો આ બેંકિંગ કામ નહિ તો અટકી જશે ખાતાના તમામ વ્યવહાર
આજે જ અપડેટ કરાવો RE-KYC
RE-KYC Update: આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, હવે રી-કેવાયસી માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠા જ તેને કરી શકાય છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, જો કોઈ ગ્રાહક રી-કેવાયસી નહિ કરાવે તો, ખાતામાંથી તમામ વ્યવહારો અટકાવી દેવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ સૌથી પહેલા તમારે RE-KYC વિશે જણાવીએ છીએ. બેંકમાં ખાતુ ખોલવવાવાળા ગ્રાહકોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. સૌથી વધારે જોખમવાળુ એકાઉન્ટ, મીડિયા રિસ્ક અને એકદમ ઓછું કે જોખમ વગરના એકાઉન્ટ. તેના આધાર પર ખાતામાં કેવાયસી અપડેટ કરાવવામાં આવે છે. તેને જ રી-કેવાયસી કહે છે. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, હવે રી-કેવાયસી માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠા જ તેને કરી શકાય છે.
બેંકની વેબસાઈટ પર આપવામાં આવી જાણકારી
CNBC TV18 HINDIના અહેવાન મુજબ, બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, જો કોઈ ગ્રાહક રી-કેવાયસી નહિ કરાવે તો, ખાતામાંથી તમામ વ્યવહારો અટકાવી દેવામાં આવી શકે છે. તેના માટે ગ્રાહકોએ નવા કેવાયસી દસ્તાવેજોની સાથે બેંક જઈને કે પછી ઓનલાઈન અપડેટ કરીને તેને પૂરુ કરવામાં આવે છે.
ગ્રાહકોની રેટિંગ તેમના જોખમના આધારે કરવામાં આવે છે. બેકંના હાઈ રિસ્કવાળા ગ્રાહકોને દર વર્ષે ઓછામાં ઓછું 1 વાર કેવાયસી અપડેટ કરાવવું પડે છે.
જે પણ ગ્રાહકોનું રિસ્ક મીડિયમ હોય છે. તેમને દર 8 વર્ષમાં એકવાર કેવાયસી અપડેટ કરાવવાનું હોય છે. જે ગ્રાહકોનું રિસ્ક એકદમ ઓછું હોય છે, તેમને પણ દર વર્ષે એક વાર કેવાયસી અપડેટ કરાવવું પડે છે.
કેવાયસી એક પ્રકારે ગ્રાહકને ઓળખવાની પ્રક્રિયા છે, જેના માટે કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના હોય છે. જે દસ્તાવેજ જમા કરાવવામાં આવે છે, તેમને કેવાયસી દસ્તાવેજ કે કેવાયસી ડોક્યૂમેન્ટ કહેવામાં આવે છે.
વીડિયો કેવાયસી દ્વારા કોઈ પણ ગ્રાહક તેના ધર કે ઓફિસમાં બેઠા-બેઠા બચત ખાતું ખોલાવી શકે છે અને કેવાયસી માટે બેંકમાં પણ નહિ જવું પડે. વીડિયો કેવાયસી બચત ખાતું ખોલવા માટે એક ઝડપી અને સરળ રીત છે.
બેંકની શાખામાં જવાની જરૂર પડતી નથી
તેના દ્વારા ઓનલાઈન જ કેવાયસી થઈ જવાના કારણે બેંકની શાખામાં જવાની જરૂર પડતી નથી. સાથે જ કેવાયસીને સમયાંતરે અપડેટ કરાવવા માટે વીડિયો કેવાયસી સુવિધાની અનુમતિ પણ આપવામાં આવી છે. RBI ના નવા નિયમો પછી હવે KYC માટે ફેસ-ટૂ-ફેસ મોટની જરૂર નહિ પડે. આધાર e-KYC દ્વારા પ્રમાણિત કરવામાં આવશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર