Home /News /business /Budget 2023: આ ફિસ્કલ ડેફિસિટ શું છે અને તેની તમારા પર શું અસર પડે છે?
Budget 2023: આ ફિસ્કલ ડેફિસિટ શું છે અને તેની તમારા પર શું અસર પડે છે?
જાણો શું છે ફિસ્કલ ડેફિસિટ, તેનાથી તમારા બજેટ પર કેવી અસર પડે છે?
What is the meaning of fiscal deficit: ધારો કે જીડીપી રૂ. 100 લાખ કરોડ છે. અને આપણે ઉપરના ઉદાહરણમાં જોયું કે 2 લાખ કરોડ વધુ ખર્ચાઈ રહ્યા છે. તેથી આપણે રૂ. 100 લાખ કરોડના જીડીપીમાંથી રૂ. 2 લાખ કરોડનો વધારાનો ખર્ચ જોશું. આ બે ટકા છે. તેથી અમે કહીશું કે રાજકોષીય ખાધ 2 ટકા હતી.
ફિસ્કલ ડેફિસિટ એક એવો શબ્દ છે, જે સાંભળવામાં જ એટલો ભારે લાગે છે કે, લોકો તેના વિશે સમજવા પણ માંગતા નથી. “आमदनी अट्ठन्नी, खर्चा रुपैया”, જેને અંગ્રેજીમાં ફિસ્કલ ડેફિસિટ કહીએ તો ખોટું નથી. આવક કરતા વધારે ખર્ચો થાય તો તેને ફિસ્કલ ડેફિસિટ કહે છે.
જો માનવામાં આવે કે, સરકારની આવક 10 લાખ કરોડ રૂપિયા છે 12 લાખ કરોડ રૂપિયા ખર્ચો છે. જે અનુસાર 2 લાખ કરોડ રૂપિયાનો વધુ ખર્ચો થયો છે, તો તેને ફિસ્કલ ડેફિસિટ કહેવાય છે. તમે ફિસ્કલ ડેફિસિટ હંમેશા ટકાવારીમાં સાંભળ્યું હશે, જેમ કે, સાડા છ ટકા કે સાત ટકા.
આવકની સરખામણીએ જેટલો વધુ ખર્ચ થાય છે, તે રકમની સરખામણી GDP સાથે કરવામાં આવે છે. ત્યારબાદ જોવામાં આવે છે કે, ફિસ્કલ ડેફિસિટની રકમ GDPની કેટલા ટકા છે.
જો GDP 100 લાખ કરોડ રૂપિયા માનવામાં આવે અને વધારાનો ખર્ચ 2 લાખ કરોડ રૂપિયા છે. ત્યારબાદ આ 100 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ વધારાના ખર્ચ 2 લાખ કરોડ રૂપિયાની ટકાવારી કાઢવામાં આવે તો ફિસ્કલ ડેફિસિટ 2 ટકા ગણાય છે.
જો આવક કરતા ખર્ચો વધારે થઈ જાય તો અનેક લોકો સંભળાવે છે કે, ‘આડો અવળો ખર્ચો કરશો તો આ જ પરિણામ આવશે. ખર્ચા પર કોઈપણ જાતની બાંધછોડ હોતી નથી, કંઈ સમજ પડતી નથી.’
સરકારમાં શા કારણે ફિક્સલ ડેફિસિટની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યાં તો દિગ્ગજ IAS અધિકરી અને આર્થિક સલાહકાર હોય તે છતાં આ પરિસ્થિતિ ઊભી થાય છે.
નાનામાં નાના ખર્ચો કરતા પહેલાં મોટી મોટી બેઠકો કરવામાં આવે છે. તેમ છતાં આવક કરતા ખર્ચા વધારે થઈ જાય છે. છેલ્લા વર્ષના બજેટ પરથી જાણવા મળ્યું છે કે, વાર્ષિક સાડા સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
તમારો સવાલ સ્વાભાવિક છે, આવકવેરાના ભાગરૂપે દર મહિને તમારા પગારમાંથી એક મોટી રકમ કપાઈ જાય છે. સામાન ખરીદવામાં આવે તો તેના પર GST લગાવી દેવામાં આવે છે, તેમ છતાં સરકારનો ખર્ચો પૂરો થતો નથી.
સરકારનો ખર્ચો પૂરો થતો નથી
સરકાર જ્યારે પણ ફિસ્કલ ડેફિસિટનું વિશ્લેષણ કરે છે, ત્યારે તેમાં ત્રણથી ચાર પ્રકારની આવક ઉમેરવામાં આવે છે. જેમાં ટેક્સ રેવન્યૂ, દેવાની વસૂલી અને અન્ય સ્ત્રોતમાંથી થતી આવકનો સમાવેશ થાય છે.
આવકવેરામાંથી વસૂલવામાં આવે તે અને GSTમાંથી જે રકમ આવે તેને ટેક્સ રેવન્યૂ કહે છે. આયાત નિકાસ કર અથવા અન્ય પ્રકારના ટેક્સમાંથી જે આવક થાય તેને પણ ટેક્સ રેવન્યૂ કહે છે.
સરકારની તમામ આવક કર વસૂલવાથી નથી થતી, સરકાર જે દેવું આપે છે, તેના પર પણ સરકારને વ્યાજ આપવામાં આવે છે. કંપનીઓ ડિવિડન્ડ આપે છે, વિદેશમાંથી પણ સારી ગ્રાન્ટ મળે છે. આ તમામ આવક નોન ટેક્સ રેવન્યૂમાં આવે છે.
ગયા વર્ષની બજેટની ગણતરીથી આ તમામ બાબતો મળીને અંદાજે 23 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. આ આવકની સામે 39 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થઈ ગયો છે. આવકની સરખામણીએ 16 લાખ 61 હજાર કરોડથી વધુનો ખર્ચ થયો છે. સરકારે આ આંકડા ચાલુ કારોબારી વર્ષ માટે બજેટ રજૂ કરતા સમયે આપ્યા હતા.
તમને કદાચ એવું થતું હશે કે, સરકારની ફિસ્કલ ડેફિસિટ સાથે આપણને શું લેવા દેવા છે. પરંતુ આ બાબતો તમામ નાગરિકો સાથે જોડાયેલી છે. આપણી ફિસ્કલ ડેફિસિટ વધે તો આપણે શું કરીએ છીએ?
પહેલા લોકો ઉનાળાની રજાઓમાં યૂરોપમાં અને ન્યૂ યરમાં દુબઈ જતા હતા. હવે લોકો શિમલા મનાલીથી કામ ચલાવી લે છે. દર અઠવાડિયે લોકો આઉટીંગ પર જતા હતા. હવે મહિનામાં માત્ર એકવાર જાય છે. જો પગારમાં પૂરું ના થાય તો લોકો દેવુ લઈને પણ ઘર ચલાવે છે.
સરકારની ફિસ્કલ ડેફિસિટ વધી જાય તો તેમની પણ આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને ખર્ચા પર કંટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવામાં આવતો નથી. જો તો પણ વાત ના બને તો ઉધાર લેવામાં આવે છે. જ્યારે વધુ ઉધાર લેવામાં આવે તો બચત પર વ્યાજ ઓછું થવાનું જોખમ રહે છે.
આ કારણોસર જો સરકાર બજેટ રજૂ કરે તો ફિસ્કલ ડેફિસિટ કેટલી રહેશે, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલુ કારોબારી વર્ષ માટે છેલ્લા બજેટમાં 6.4 ટકા ફિસ્કલ ડેફિસિટ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આશા રાખવામાં આવી રહી છે કે, આગામી વર્ષ માટે ફિસ્કલ ડેફિસિટ 6 ટકાથી ઓછી રાખવાનું અનુમાન છે.
ફિસ્કલ ડેફિસિટની સાથે સાથે તમે વધુ એક શબ્દ સાંભળતા હશો, જેમ કે, રેવન્યૂ ડેફિસિટ. રેવન્યૂ ડેફિસિટ ફિસ્કલ ડેફિસિટ સાથે સંકળાયેલ છે.
સરકારે અલગ અલગ વિભાગો ચલાવવામાં, સર્વિસ આપવામાં, દેવા પર વ્યાજ ચૂકવવામાં, સબસિડી આપવામાં, તથા રાજ્ય સરકારને ગ્રાંટ આપવામાં ખર્ચો કરવો પડે છે. જેને રેવન્યૂ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. સરકારના ટેક્સ અને નોન ટેક્સ રેવન્યૂની આવક કરતા રેવન્યૂ એક્સપેન્ડિચર વધુ થઈ જાય તો તેને રેવન્યૂ ડેફિસિટ કહે છે. રેવન્યૂ રિસિપ્ટની સરખામણીએ રેવન્યૂ એક્સપેન્ડિચર વધુ હોય છે. ચાલુ કારોબારી વર્ષ માટે રેવન્યૂ ડેફિસિટ 3.8 ટકા રહેવાનું અનુમાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર