Home /News /business /આનંદ મહિન્દ્રા વારંવાર જુએ છે આ એક વીડિયો, જોઈને તમારું પણ જીવન બદલાઈ જશે
આનંદ મહિન્દ્રા વારંવાર જુએ છે આ એક વીડિયો, જોઈને તમારું પણ જીવન બદલાઈ જશે
આનંદ મહિન્દ્રા વારંવાર જુએ છે આ વીડિયો
દેશના દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઘણા સક્રિય રહેતા હોય છે. પોતાની મઝાની પોસ્ટના કારણે તેમની ફેન ફોલોવિંગ પણ સારી છે. તેઓ હંમેશા મજેદાર ફોટો અને વીડિયો શેર કરતા હોય છે. જેને યૂઝર્સ દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ દેશના દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઘણા સક્રિય રહેતા હોય છે. પોતાની મઝાની પોસ્ટના કારણે તેમની ફેન ફોલોવિંગ પણ સારી છે. તેઓ હંમેશા મજેદાર ફોટો અને વીડિયો શેર કરતા હોય છે. જેને યૂઝર્સ દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવે છે. આ કડીમાં એક ‘ગૂઢ જ્ઞાન’ આનંદ મહિન્દ્રા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જે તેજીથી વાઈરલ થઈ રહી છે. આ વખતે તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટને લઈને એક મોટિવેશનલ વીડિયો શેર કર્યો છે.
જાણકારી અનુસાર, તણાવ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો સમય રહેતા તેને મેનેજ ન કરવામાં આવે તો તેની ખરાબ અસર પડી શકે છે. એવામાં આનંદ મહિન્દ્રાએ નવા વર્ષની શરૂઆતમાં સટ્રેસ મેનેજમેન્ટને લઈને એક મોટિવેશનલ ટ્વીટ પોસ્ટ કર્યું છે.
An old video, but I never tire of seeing it…Put the glass down. Especially on Monday mornings. Don’t walk into work still holding it and letting it get heavier… #MondayMotivationpic.twitter.com/SWJFuj6CKu
વીડિયોને શેર કરતા મહિન્દ્રાએ કહ્યુ તે, આ એક જૂનો વીડિયો છે, પરંતુ હું તેને વારંવાર જોઉ છું. ગ્લાસને નીચે મૂકી દો. ખાસ કરીને સોમવારની સવારે
વીડિયોમાં શુ કહેવામાં આવ્યુ છે
વીડિયોમાં એક પ્રોફેસન ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’નો એક પાઠ ભણાવતા જોવા મળી રહ્યા છે. તે એક ગ્લાસમાં પાણી ભરીને શરૂઆત કરે છે અને પછી વિદ્યાર્થીઓને પૂછે છે કે, ‘આ પાણીનો ગ્લાસ કેટલો વજનદાર છે?’. વિદ્યાર્થીઓ એક એક કરીને ગ્લાસના વજનનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ પ્રોફેસર સંતુષ્ટ થતા નથી.
પછી તેઓ કહે છે કે, ગ્લાસનો વજન મહત્વપૂર્ણ નથી, કારણ કે તે આ વાત પર નિર્ભર કરે છે કે, તમે ગ્લાસને કેટલી વાર સુધી પકડેલા રહો છો. તેઓ આગળ જણાવે છે કે, ‘જો હું એક મિનિટ માટે રોકાઉ છું, તો કંઈ નહિ થાય. પર જો હું એક કલાક માટે આને પકડી રહું છું, તો મરા હાથમાં દુખાવો થશે. જો હું તેને દિવસભર પકડેલો રહુ, તો મારો હાથ લકવાગ્રસ્ત લાગશે. ગ્લાસનો વજન ભલે નથી બદલાતો, પણ તેને જેટલી વાર સુધી હું પકડી રાખું, તે તેટલો જ ભારે થતો રહેશે.’
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર