Home /News /business /જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?

જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?

જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?

What is Tan Card: ટેક્સ વસૂલવા માટે અને ટેક્સ કલેક્શનને યોગ્ય રીતે મેનેજ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા દરેક વ્યક્તિને પાન અન ટેન કાર્ડ નંબર આપવામાં આવે છે. પાન કાર્ડ અંગે તો લગભગ ઘણા લોકો જાણે છે પરંતુ ટેન કાર્ડ અંગે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ત્યારે આવો અહીં આજે બંને વચ્ચેનો ફરક સમજીએ અને બંને ક્યાં ઉપયોગી થાય છે તે સમજીએ.

વધુ જુઓ ...
    પાન કાર્ડ (PAN Card) વિશે લગભગ બધા લોકો જાણતા હશે. પરંતુ શું તમે ક્યારેય ટેન કાર્ડ વિશે (What is TAN Card) સાંભળ્યું છે? જી હાં, ઘણા લોકોને આ નામ સાંભળીને થશે કે હવે આ શું નવું આવ્યું છે. પરંતુ અમે આપને જણાવી દઇએ કે મોટા ભાગના લોકો પાન કાર્ડ અને ટેન કાર્ડ બંને વચ્ચે થોડા મૂંઝવણમાં મૂકાઇ જાય છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે ટેન કાર્ડ પાન કાર્ડથી કઇ રીતે અલગ (Difference Between PAN & TAN) છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં (Uses of TAN Card) આવે છે.

    આ પણ વાંચોઃ Expert Advice on Small Cap Stocks: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

    શું છે ટેન કાર્ડ?


    TANનું પુરૂ નામ Tax Deduction and Collection Account Number થાય છે. આ કાર્ડ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જાહેર કરે છે. આ એક 10 નંબરનો આલ્ફાન્યૂમેરિક કોડ હોય છે. આ કાર્ડ ટેક્સ કપાત કે તેને જમા કરતા દરેક વ્યક્તિ માટે આવશ્યક છે. ટેનનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો પાન ટેક્સ ભરનાર લોકો માટે બને છે. જ્યારે ટેન કાર્ડ ટેક્સ કપાત કરાવનારા લોકો માટે બને છે. આપને જણાવી દઇએ કે એવા લોકો કે જે કોઇ કામના બદલામાં પૈસા આપે છે, તેમની જવાબદારી હોય છે કે તે ટેક્સ કાપીને પૈસા આપે. તમારી કંપની આ જ કેટેગરીમાં આવે છે. ટેક્સ કાપનાર આવા લોકો અને કંપનીઓએ ટેન કાર્ડ બનાવવાનું હોય છે.

    જાણો કઇ રીતે મેળવવું કાર્ડ?


    ફોર્મ 49B દ્વારા તમે TAN માટે ઓનલાઇન કે ઓફલાઇન અપ્લાઇ કરી શકો છો. તેના માટે 62 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે. આ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે નેટ બેંકિંગ દ્વારા કરી શકો છો. જો તમે ઓનલાઇન બનાવવા ઇચ્છો છો તો તેના માટે NSDLની ઓફિશ્યલ વેબસાઇટ પર એપ્લાઇ કરી શકો છો.

    આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, ભારતમાંથી મોટાપાયે થાય છે એક્સપોર્ટ

     પાન કાર્ડ


    પર્મેનન્ટ એકાઉન્ટ નંબર એક 10 આંકડાનો કોડ હોય છે. જે ઇન્કમ ટેક્સ જાહેર કરે છે. સામાન્ય રીતે નોકરી કરતા લોકોને તેની ખાસ જરૂરિયાત પડે છે. કાર્ડ હોલ્ડર્સ દ્વારા કરવામાં આવતી લેણદેણ પર ખાસ નજર રાખવા માટે સરકાર આ કાર્ડ ઇશ્યૂ કરે છે.

    PAN અને TAN વચ્ચે તફાવત


    પાન કાર્ડનો અર્થ થાય છે પર્મનેન્ટ એકાઉન્ટ નંબર જ્યારે ટેન કાર્ડનો અર્થ થાય છે ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર. જેનો પણ ટેક્સ કપાય છે કે જમા થાય છે, તેની પાસે ટેન નંબર હોવો જરૂરી છે. ટીડીએસ સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ્સ અને ઇનકમ ટેક્સ વિભાગ તરફથી ટીડીએસ સંબંધિત તમામ વ્યવહારો માટે ટેન નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
    First published:

    Tags: Business news, Income tax department, Pan card

    विज्ञापन
    विज्ञापन