Home /News /business /

સ્ટોક એક્સચેન્જ 25 ફેબ્રુઆરીથી તબક્કાવાર શરૂ કરશે T+1 સેટલમેન્ટ, જાણો નવી વ્યવસ્થાથી રોકાણકારોને શું ફાયદો થશે

સ્ટોક એક્સચેન્જ 25 ફેબ્રુઆરીથી તબક્કાવાર શરૂ કરશે T+1 સેટલમેન્ટ, જાણો નવી વ્યવસ્થાથી રોકાણકારોને શું ફાયદો થશે

શેર બજાર (તસવીર બીએસઈ બિલ્ડિંગ )

T+1 settlement: આ ફેરફારને કારણે ભારત 2022 સુધીમાં સંપૂર્ણપણે T+1 સાયકલમાં સ્થાનાંતરિત કરનાર દેશોમાંથી એક દેશ બની જશે.

મુંબઈ: દેશના પ્રમુખ સ્ટોક એક્સચેન્જે (Stock Exchange) જણાવ્યું છે કે, તેમણે ટ્રેડિંગ ઈક્વિટી શેર સેટલમેન્ટ (Eiqity share settlement) માટે T+1 સિસ્ટમ તૈયાર કરી છે. જે 25 ફેબ્રુઆરી 2022થી તબક્કાવાર લાગુ કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને BSE લિમિટેડે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. આ સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ટ્રેડ સેટલમેન્ટ સર્ક્યુલરને રિકેલિબ્રેટ કરવા માટે સહમત થયું છે અને તબક્કાવાર T+1 લાગુ કરી શકે છે.

T+1 સેટલમેન્ટનો મતલબ શું?

હાલ ભારતીય શેર બજારમાં T+2 સેટલમેન્ટ પ્રથા ચાલુ છે. જેનો મતલબ એવો થાય કે શેરની ખરીદી કે વેચાણના કિસ્સામાં સેટલમેન્ટ માટે ટ્રેડિંગના દિવસ સહિત ત્રણ દિવસ લાગે છે. એટલે કે શેરની ખરીદી કરનાર વ્યક્તિના ખાતામાં ત્રણ દિવસે શેર આવે છે. સામે પક્ષે શેરનું વેચાણ કરનાર વ્યક્તિના ખાતામાં પણ ત્રીજા દિવસે રકમ આવે છે. T+1 સેટલમેન્ટ વ્યવસ્થામાં ડીમેટ ખાતામાં બીજા જ દિવસે શેર જમા થઈ જશે. જ્યારે શેર વેચનારના ખાતામાં પણ બીજા દિવસે સાંજ સુધીમાં પૈસા જમા થઈ જશે. T+1 વ્યવસ્થાને પગલે બજારમાં તરલતા વધશે.

આ ફેરફારને કારણે ભારત 2022 સુધીમાં સંપૂર્ણપણે T+1 સાઇકલમાં સ્થાનાંતરિત કરનાર દેશોમાંથી એક દેશ બની જશે. અમેરિકા પણ બે વર્ષમાં એક દિવસીય સેટલમેન્ટ સાઇકલમાં સ્થાનાંતરિત થવાની યોજના બનાવી રહ્યું છે. ભારતનું તબક્કાવાર ઈમ્પ્લીમેન્ટેશન T+1 અનસેટલ સ્વિચ બાદ આવે છે, ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો બાદ.

સેટલમેન્ટની શરૂઆત નીચલા 100 શેરથી થશે

સ્ટોક એક્સચેન્જમાં તમામ લિસ્ટેડ શેરને ઓક્ટોબર 2021ના દૈનિક સરેરાશ કેપિટાલાઈઝેશનના આધાર પર ડિસેન્ડીંગ ઓર્ડરમાં રેન્ક આપવામાં આવશે. માર્કેટ કેપિટલાઈઝેશનની ગણતરી સ્ટોક એક્સચેન્જમાં સ્ટોકની કિંમતના આધાર પર કરવામાં આવશે. ઉપર જણાવેલી ગણતરી અનુસાર રેન્કિંગના આધાર પર 25 ફેબ્રુઆરીથી T+1 સેટલમેન્ટની શરૂઆત માટે નીચલા 100 સ્ટોક ઉપલબ્ધ હશે. માર્ચ મહિનાથી દર મહિનાના છેલ્લા શુક્રવાર (ટ્રેડ ડે) ના રોજ શેરના લિસ્ટથી નેક્સ્ટ બોટમ 500 શેર T+1 સેટલમેન્ટના ઈન્ટ્રોડક્શન માટે ઉપલબ્ધ હશે.

ઓક્ટોબર 2021 બાદ લિસ્ટેડ થનાર કોઈપણ નવા સ્ટોકનું ટ્રેડિંગ શરૂ થયાના સરેરાશ 30 દિવસના ટ્રેડીંગ મૂલ્યના આધાર પર ગણના કરવામાં આવેલી માર્કેટ કેપિટલાઈઝેશનના આધાર પર લિસ્ટમાં ઉમેરવામાં આવશે. માર્કેટ કેપિટલાઈઝેશનના આધાર પર જો સ્ટોક પહેલેથી જ T+1 સેટલમેન્ટ હેઠળ સ્ટોકની શ્રેણીમાં આવે છે, તો તે સ્ટોક પણ T+1 સેટલમેન્ટ માટે યોગ્ય ગણવામાં આવે છે. જે આગામી મહિનાના અંતિમ શુક્રવાર (ટ્રેડ ડે) ના રોજ T+1 સેટલમેન્ટ સાઇકલમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં આવી શકે છે ધૂમ તેજી, બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝનું અનુમાન 

પ્રેફરન્સ શેર, વોરંટ્સ, રાઈટ એન્ટાઈટલમેન્ટ્સ, આંશિક ચૂકવણી કરેલ શેર અને ડિફરન્શીયલ વોટિંગ શેર (DVR) હેઠળ જાહેર કરવામાં આવેલ સિક્યોરિટીઝ કંપનીના સ્ટોક સાથે T+1 સેટલમેન્ટમાં મૂવ થઈ જશે. અન્ય ક્લોઝ્ડ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ, ડેબ્ટ સિક્યોરિટીઝ, કોર્પોરેટ બોન્ડ, સરકારી સિક્યોરિટીઝ, REIT તથા InvIT જેવી અન્ય તમામ સિક્યોરિટીઝને સિક્યોરિટીઝના લાસ્ટ શિડ્યુલ્ડ બેચ સાથે T+1 સેટલમેન્ટ સાયકલમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

સ્ટોક એક્સચેન્જ દ્વારા અપનાવવામાં આવેલ તબક્કાવાર ઈમ્પિલિમેન્ટેશન અપ્રોચને ધ્યાને લેતા, માર્કેટ ઓબ્ઝર્વરને આવનારી અવધિમાં માર્કેટ ડિસ્ટર્બ થવાની આશંકા નથી.

આ પણ વાંચો: આ શેરમાં રોકાણકારો થયા માલામાલ, 10,000 રૂપિયા બની ગયા 1.11 કરોડ રૂપિયા!

ઉપસ્થિત Nifty 50 કોન્સ્ટીટ્યુઅન્ટ્સ લાસ્ટ બેચ (27 જાન્યુઆરી 2023થી) T+1 સાઇકલમાં સ્થાનાંતરિત થઈ જશે. આ પ્રકારે T+1 સેટલમેન્ટ એક ક્રમિક પ્રક્રિયા હશે. નવી સેટલમેન્ટ સાઇકલને કારણે આવનારી અવધિમાં તેની અસર જોવા મળશે તેવું લાગી રહ્યું નથી. મેથોડોલોજી અનુસાર પ્રમુખ સ્ટોક (NSE અને BSE 500 કોન્સ્ટીટ્યુએન્ટ્સ) નવેમ્બર 2022 પૂર્ણ થાય તે બાદથી T+1 સેટલમેન્ટનો ભાગ હશે.
First published:

Tags: BSE, NSE, Share market, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन