Home /News /business /હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો તમામ લિમિટ, નહીંતર ફાયદો ઓછો થશે અને ખિસ્સામાંથી રૂપિયા ચૂકવવા પડશે

હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો તમામ લિમિટ, નહીંતર ફાયદો ઓછો થશે અને ખિસ્સામાંથી રૂપિયા ચૂકવવા પડશે

હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી દરેક વ્યક્તિની મહત્વની જરૂરિયાત બની ગઈ છે.

Health Insurance: તમે સ્વાસ્થ્ય વીમા પૉલિસીનો સંપૂર્ણ લાભ ત્યારે જ લઈ શકો છો જ્યારે તમે પૉલિસી લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરો. તમને ખબર હોવી જોઈએ કે વીમા કંપની કયા કામ માટે કેટલી રકમ ચૂકવશે.

Health Insurance Policy: આજે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી દરેક વ્યક્તિની મહત્વની જરૂરિયાત બની ગઈ છે, કારણકે મેડિકલ સારવારનો ખર્ચ ઘણો વધી ગયો છે. લોકો પણ બિમારીઓનો શિકાર બનવા લાગ્યા છે. આવી સ્થિતિમાં હેલ્થ પોલિસીનું મહત્વ અને આવશ્યકતા બંને પહેલા કરતા વધુ બની ગયા છે. જો તમે પણ વીમા પોલિસી લેવા માંગો છો, તો પોલિસી લેતા પહેલા તમારે નિયમો, શરતો અને વીમાની પરિભાષા સમજવાની જરૂર છે. જો તમે આ નહીં કરો, તો તમે પોલિસીનો સંપૂર્ણ લાભ લઈ શકશો નહીં. સબ લિમિટ પણ એક એવો નિયમ છે, જે જાણવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો પોલિસી લેતી વખતે સબ લિમિટ વિશે માહિતી લેતા નથી અને પછી ક્લેમ સેટલમેન્ટ સમયે પસ્તાવો કરે છે.

સબ લિમિટએ વીમા પૉલિસીમાં આપવામાં આવેલા કવરેજની રકમ પરની મર્યાદા છે. દેખીતી રીતે આ કેપ પોલિસીમાં નિશ્ચિત રકમ તરીકે દર્શાવવામાં આવી છે. અમુક રોગો અથવા સારવાર તેમજ અમુક સેવાઓ માટે સબ લિમિટ મૂકવામાં આવે છે. કેટલીકવાર સબ લિમિટને વીમા રકમની ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે અને કેટલીકવાર તેનો ઉલ્લેખ નિશ્ચિત રકમ તરીકે કરવામાં આવે છે.

આ પણ વાંચો:LICની આ પોલિસીએ દેશમાં મચાવી ધમાલ, લોન્ચિંગના 15 દિવસમાં જ 50,000થી વધારે વેચાણ

સબ લિમિટના કન્સેપટને આ રીતે સમજો


ધારો કે તમારી પોલિસીની વીમાની રકમ 5 લાખ છે. પરંતુ પોલિસીમાં કોઈપણ રોગની સારવાર માટે સબ લિમિટ રાખવામાં આવી છે. જો પેટા મર્યાદા રૂ. 50,000 છે અને બીમારીની સારવાર માટેનો તમારો ખર્ચ રૂ.100,000 થઈ ગયો છે. આ સ્થિતિમાં વીમા કંપની માત્ર 50,000 રૂપિયા ચૂકવશે. કારણ કે પોલિસીમાં તેણે પહેલાથી જ તે રોગની સારવાર માટે સબ લિમિટનો ઉલ્લેખ કર્યો હતો. હવે ભલે તમારી પોલિસીની વીમા રકમ 5 લાખ રૂપિયા છે, પરંતુ સબ લિમિટને કારણે તમારે બાકીના 50,000 રૂપિયા તમારા ખિસ્સામાંથી ચૂકવવા પડશે.

આ પણ વાંચો:નવી કર વ્યવસ્થામાં પણ તમે ઘણી છૂટનો લાભ લઈ શકો છો, રિટર્ન ફાઈલ કરતી વખતે ભૂલ કરતા નહીં, હજારો રૂપિયાની બચત થશે

સેવાઓ પર પણ પેટા મર્યાદા


માત્ર રોગો જ નહીં, વીમા કંપનીઓ કેટલીક સેવાઓ પર પણ સબ લિમિટ રાખે છે. સામાન્ય રીતે તે હોસ્પિટલના રૂમનું ભાડું, ICU ચાર્જ, એમ્બ્યુલન્સ ફી અથવા OPD ફી સહિતની ઘણી સેવાઓ પર લાગુ થાય છે. દાખલા તરીકે, વીમા કંપની પેટા મર્યાદાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના રૂમના ભાડા પર એવી શરત રાખી શકે છે કે તે ભાડા તરીકે પ્રતિ દિવસ માત્ર રૂ.3000 ચૂકવશે. જો તમે હોસ્પિટલમાં આવો રૂમ લો છો, જેનું ભાડું 5 હજાર રૂપિયા છે, તો તમારે ઉપરના બે હજાર રૂપિયા તમારા ખિસ્સામાંથી ચૂકવવા પડશે.

પેટા મર્યાદા સમ એશ્યોર્ડની ટકાવારીમાં પણ હોઈ શકે છે. ધારો કે તમારી વીમાની રકમ રૂ. 5 લાખ છે અને રૂમ ભાડાની પેટા મર્યાદા વીમાની રકમના 2% છે, તો તમે રૂમના ભાડા તરીકે રૂ. 10,000 સુધીનો દાવો કરી શકો છો. આનાથી વધુ નહીં. ભલે તમારી પોલિસી 5 લાખ રૂપિયાની હોય.


આ જરૂર જાણી લ્યો


વીમા પોલિસી લેતા પહેલા, તમારે તેમાં સમાવિષ્ટ તમામ પેટા મર્યાદાઓ વિશે માહિતી લેવી જોઈએ. તમારે એવી પોલિસી પસંદ કરવી જોઈએ, જેમાં તમામ મર્યાદા ઓછી હોય. સામાન્ય રીતે, ઊંચી પેટા મર્યાદા ધરાવતી પોલિસીનું પ્રીમિયમ ઓછું હોય છે. ઓછા પ્રીમિયમને કારણે આપણે ખરીદી લઈએ છીએ. હોસ્પિટલમાં બીલ ભરવાની વાત આવે ત્યારે ખબર પડે છે કે આપણાથી ભૂલ થઈ ગઈ છે.
First published:

Tags: Business news, Health insurance, Policy

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો