નવી દિલ્હી: જો તમે પણ રોકાણ માટે સારા મોકાની શોધ (investment opportunity)માં છો, જ્યાં ઓછા જોખમ સાથે વધારે સારું વળતર મળે તો તમારે માટે ખુશખબર છે. તમે ભારતીય સ્ટેટ બેંકમાં એસબીઆઈ સેવિંગ પ્લસ એકાઉન્ટ (SBI Saving Plus Account) ખોલાવી શકો છો. અહીં તમને ઓછા જોખમમાં વધારે વ્યાજ મળશે. નોંધનીય છે કે SBI સેવિંગ પ્લસ એકાઉન્ટમાં સેવિંગ ખાતાની સરખામણીએ 2.7 ટકા વધારે વ્યાજ (Rate of Interest) મળે છે.
કેવી રીતે મળે છે વ્યાજ?
SBIની અધિકૃત વેબસાઇટ પ્રમાણે સેવિંગ પ્લસ એકાઉન્ટ મલ્ટી ઑપ્શન ડિપોઝિટ સ્કીમ (Multi Option Deposit Scheme – MODS) સાથે લીંક છે. જેમાં સેવિંગ એકાઉન્ટના સરપ્લસ રૂપિયા 1,000 રૂપિયાના મલ્ટીપલમાં ટર્મ ડિપોઝિટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ટર્મ સમયગાળો એકથી પાંચ વર્ષ સુધી રહે છે. આ માટે તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડશે. જેમાં ગ્રાહકોને સેવિંગની સરખામણીમાં વધારે વ્યાજ મળે છે.
કેવી રીતે ખોલવું ખાતું?
SBI Saving Plus Account કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે માન્ય દસ્તાવેજો હોય તે ખોલાવી શકે છે. આ ખાતું વ્યક્તિગત અથવા ભાગીદારીમાં ખોલાવી શકાય છે.
SBI સેવિંગ પ્લસ એકાઉન્ટના ફાયદા
>> જેમાં અવધિ એકથી પાંચ વર્ષ રહે છે. >> ATM કાર્ડ મળે છે. >> મોબાઇલ અને ઇન્ટરનેટ બેન્કિંગની પણ સુવિધા મળે છે. >> SMS એલર્ટ આવે છે. >> MOD પર લોન પણ મળી જાય છે. >> 1000 રૂપિયાથી 10,000 રૂપિયાના મલ્ટીપલમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. >> 25 પાનાની ચેકબુક પણ મળે છે.
જો તમારી પાસે SBIનું આ એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે બે લાખનો વીમો
જો તમે ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)ના ગ્રાહક છો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. SBI પોતાના ગ્રાહકોને બે લાખ રૂપિયાનો ફ્રી વીમો (Free insurance) આપી રહી છે. હકીકતમાં બેંક આ સુવિધા જન ધન (Jan Dhan Accounts) ખાતાધારકોને આપે છે. SBIના જે ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ (RuPay)છે, તેમને બે લાખ રૂપિયા સુધીનો મફત અકસ્માત વીમો મળે છે. રૂપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો મોતનો વીમો, ખરીદ સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન ખાતું ધરાવતા લોકો મફત વીમાનો લાભ ઉઠાવી શકે છે.
આ યોજના અંતર્ગત વ્યક્તિગત દુર્ઘટના પૉલિસી ભારત બહાર થયેલા અકસ્માતને પણ કવર કરે છે. જરૂરી દસ્તાવે જ જમા કર્યા બાદ વીમા રકમ પ્રમાણે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવામાં આવશે. કોર્ટના આદેશ પ્રમાણે લાભાર્થી કાર્ડધારકના કાયદેસરના ઉત્તરાધિકારી હોય તે વ્યક્તિ આ માટે દાવો કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર